મુકેશ અંબાણીની રિલાયન્સ પર મનમોહન સરકાર મહેરબાન હતી, ભાજપનો દાવો

PC: ritzmagazine.in

પૂર્વ કેબિનેટ સચિવ કેએમ ચંદ્રશેખરના પુસ્તકના આધારે ભાજપે કોંગ્રેસને આડે હાથ લીધી છે. પાર્ટીએ કહ્યું કે ચંદ્રશેખરે લખ્યું છે કે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ગેસના ભાવ નક્કી કરવામાં ફાયદો થયો હતો.

UPA સરકારમાં ગેસના ભાવ નક્કી કરવાની ફોર્મ્યુલા મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ફાયદો પહોંચાડતી હતી. ભાજપે પૂર્વ કેબિનેટ સચિવ કે એમ ચંદ્રશેખરના નવા પુસ્તકના આધારે આ દાવો કર્યો છે. શનિવારે ભાજપે આ પુસ્તકના કેટલાંક અંશ જાહેર કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.

ચંદ્રશેખરે પોતાના પુસ્તર As Good As My Word: A Memoir માં મનોહન સિંહ સરકારના અનેક નિર્ણયો વિશે લખ્યું છે. જેમાં ગેસના ભાવ નક્કી કરવા વિશેનો નિર્ણય પણ સામેલ છે.

પોતાના પુસ્તકમાં ચંદ્રશેખરે લખ્યું છે કે, ગેસના ભાવ નક્કી કરવાની પ્રક્રિયામા અનેક ગરબડ હતી. મુકેશ અંબાણીએ ગેસ પ્રાઇસિંગનો એવો ફોર્મ્યુલા મુક્યો હતો જેને કારણે તે વખતે ક્રુડ ઓઇલના ભાવના હિસાબે ગેસની કિંમત 4.5 પ્રતિ યુનિટ કરતા વધારે જઇ રહી હતી. તે સમયે અનિલ અંબાણી એક કરારને 'ફલોન્ટ' કરી રહ્યા હતા જેના હેઠળ મુકેશ તેમના નાના ભાઈના પાવર પ્લાન્ટને 2.3 MMBTU ના દરે ગેસ સપ્લાય કરવા સંમત થયા હતા. ચંદ્રશેખરે લખ્યું હતું કે,સરકાર NTPC દ્વારા ટેન્ડરના આધારે પ્રતિ યુનિટ 2.3 ડોલરનો દર નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ RILએ પછીથી આ સોદામાંથી પીછેહઠ કરી હતી. મામલો કોર્ટમાં ગયો પણ કેસ મજબૂતીથી લડાયો ન હતો.

ચંદ્રશેખર સચિવોની સમિતિના વડા હતા જે કિંમતોના મુદ્દાને જોતી હતી. તેમનો અભિપ્રાય હતો કે RIL જે કિંમત માંગી રહી છે તે ખૂબ વધારે છે. આ કિંમત રિલાયન્સ દ્વારા નક્કી કરાયેલ ફોર્મ્યુલાના આધારે નક્કી કરવામાં આવી હતી, જે ક્રૂડ ઓઈલની કિંમત સાથે જોડાયેલી હતી. ચંદ્રશેખરના જણાવ્યા મુજબ તે વખતના આયોજન પંચના સલાહકાર સૂર્ય સેઠીએ દલીલ કરી હતી કે આ પ્રકારનું સંગઠન અનોખું, અભૂતપૂર્વ હતું.

ભાજપે ચંદ્રશેખરના દાવાનો પકડી લીધો છે. ભાજપના IT સેલના પ્રમુખ અમિત માલવીયાએ ટ્વીટ કર્યુ કે, સવાલ એ છે કે રિલાયન્સ જેવી ખાનગી કંપની કોંગ્રેસની આગેવાની હેઠળની UPA સરકારને કેવી રીતે પોતાના ઇશારે નચાવતી હતી? રાહુલ ગાંધીના અંબાણી?

ચંદ્રશેખરે તેમના પુસ્તકમાં કહ્યું હતું કે કોસ્ટ-પ્લસ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો જોઈએ અને CAGને પણ કિંમત નક્કી કરવામાં સામેલ કરવી જોઈએ. જ્યારે રિલાયન્સ 2.3 ડોલરના દરે ગેસ વેચવા માટે સંમત થઈ, ત્યારે મને 4 ડોલરથી વધુની કિંમતનો તર્ક સમજાતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp