26th January selfie contest

આ 2 કંપનીના માલિક નથી ગૌતમ અદાણી, અદાણી ગ્રુપનું નિવેદન આવ્યું

PC: yourstory.com

અદાણી ગ્રુપે ગુરુવારે એક મોટો ખુલાસો કર્યો છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના ભાઈ વિનોદ અદાણી ગ્રૂપની વિવિધ લિસ્ટેડ કંપનીઓના પ્રમોટર્સ ગ્રૂપનો હિસ્સો છે. પ્રથમ વખત આ માહિતી ગ્રુપ દ્વારા જાહેર કરવામાં આવી છે. અદાણી જૂથે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, ગૌતમ અદાણી અને રાજેશ અદાણી જૂથની વિવિધ લિસ્ટેડ કંપનીઓના વ્યક્તિગત પ્રમોટર્સ છે. આ સિવાય વિનોદ અદાણી વ્યક્તિગત પ્રમોટરોના નજીકના સંબંધી છે. જૂથે જણાવ્યું હતું કે વિનોદ અદાણી ભારતીય નિયમો અનુસાર અદાણી જૂથની વિવિધ લિસ્ટેડ કંપનીઓમાં 'પ્રમોટર્સ ગ્રૂપ'નો ભાગ છે.

અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, અદાણી ગ્રૂપે વિનોદ અદાણી સાથેના સંબંધો છુપાવ્યા છે. અહેવાલને નકારી કાઢતાં અદાણી ગ્રૂપે કહ્યું હતું કે, વિનોદ અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓમાં કોઈ હોદ્દો ધરાવતા નથી. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે કંપનીઓના કામકાજમાં તેમની કોઈ દખલગીરી નથી.

હિંડનબર્ગ રિસર્ચે અહેવાલમાં જણાવ્યું હતું કે, ગૌતમ અદાણીના મોટાભાઈ વિનોદ અદાણી અદાણી જૂથમાં છેતરપિંડી માટે ઓફશોર કંપનીઓના નેટવર્કનું સંચાલન કરતા હતા. આ અઠવાડિયાની શરૂઆતમાં, મોર્નિંગ કોન્ટેક્સના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વિનોદ અદાણી અંબુજા સિમેન્ટ્સ અને ACCની માલિકી ધરાવતી કંપનીઓને નિયંત્રિત કરે છે.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અદાણી ગ્રૂપે અંબુજા અને ACCને સ્વિસ સિમેન્ટ કંપની હોલ્સિમ પાસેથી 10.5 બિલિયન ડોલરમાં હસ્તગત કરી હતી. આ પછી અદાણી ગ્રૂપ આદિત્ય બિરલા ગ્રૂપની અલ્ટ્રાટેક સિમેન્ટ પછી દેશનું બીજું સૌથી મોટું સિમેન્ટ ઉત્પાદક બન્યું. અદાણી ગ્રૂપે આ એક્વિઝિશન માટે ટ્રાન્ઝેક્શન એન્ડેવર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ દ્વારા કર્યું હતું.

જો કે, અહેવાલો દાવો કરે છે કે, યુનિટ મોરેશિયસમાં સ્થિત છે અને તેની માલિકી વિનોદ અદાણીની છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આનો અર્થ એ થયો કે, ભારતમાં અદાણી એન્ટરપ્રાઈઝ કે અદાણી ગ્રુપની અન્ય લિસ્ટેડ કંપનીઓએ અંબુજા સિમેન્ટ્સ અને ACCને હસ્તગત કર્યા નથી.

અદાણી જૂથે ગુરુવારે તેના નિવેદનમાં કહ્યું, 'હકીકત એ છે કે એન્ડેવર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ (વિનોદ અદાણી દ્વારા નિયંત્રિત એકમ), ACC લિમિટેડ અને અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ અદાણી જૂથની છે. આ અંગેની માહિતી 19 ઓગસ્ટ, 2022ના જાહેર ઓફર દસ્તાવેજના પેજ નંબર 22 પર આપવામાં આવી છે, જે અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ અને સ્ટોક એક્સચેન્જની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.'

વિનોદ અદાણી ગૌતમ અદાણીના મોટા ભાઈ છે. તેણે એન્જિનિયરિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. વિનોદ અદાણીએ મુંબઈ સ્થિત VR ટેક્સટાઈલ નામની પાવર લૂમ્સ કંપનીમાં ખૂબ જ નાની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું અને તે પછી તરત જ તેઓ ખાંડ, તેલ જેવી કોમોડિટીઝના વેપારમાં જોડાયા. આ પછી તેણે સિંગાપોર અને મિડલ ઈસ્ટમાં પોતાનો બિઝનેસ સ્થાપ્યો.

તે 1994થી દુબઈમાં રહે છે અને ત્યાંનો તેમજ સિંગાપોર અને જકાર્તામાં બિઝનેસ બિઝનેસનું સંચાલન કરે છે. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં વિનોદ અદાણી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. અમેરિકન રિસર્ચ ફર્મે તેના રિપોર્ટમાં ગૌતમ અદાણીનું નામ 54 વખત અને વિનોદ અદાણીનું નામ 151 વખત લેવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp