આ કંપનીમાં ગૌતમ અદાણી હિસ્સેદારી ખરીદવાની તૈયારી કરી રહ્યા છે

PC: thelogicalindian.com

પાવર ટ્રેડિંગ કંપની PTC India ગયા એક વર્ષમાં ભારે દબાણથી પસાર થઇ રહી છે.એવામાં હવે ગૌતમ અદાણીની કંપનીએ તેમાં હિસ્સેદારી ખરીદવા માટે રસ દાખવ્યો છે. અદાણીની સાથે જ તેને ખરીદવા માટે કેટલીક કંપનીઓ પણ વિચાર કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, તેની બોલી આ મહિનાના અંત સુધીમાં થઇ શકે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રુપ તેને ખરીદવા માટે એક મોટો દાવ લગાવી શકે છે.

રાજ્યના સ્વામીત્વ વાળી સંસ્થાઓ NTPC લિમિટેડ, NHPC લિમિટેડ, પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને પાવર ફાઇનાન્સ કોર્પોરેશનની PTC Indiaની પ્રમોટર્સ કંપનીઓ છે અને પ્રત્યેક 4 ટકા હિસ્સેદારી વેચવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, આ કંપનીઓ તરફથી કોઇ ઓફિશિયલ જાણકારી નથી આવી.

જ્યારે, PTC Indiaના પ્રતિનિધિએ પ્રમોટરોની હિસ્સેદારી વેચવાની એવી કોઇપણ જવાબદારી નથી આપવામાં આવી. જો અદાણી ગ્રુપ આ કંપનીમાં હિસ્સેદારી ખરીદે છે તો ભારતમાં અદાણી સમૂહની એનર્જી સેક્ટરમાં અને મજબૂતી હશે. અદાણી ગ્રૂપ કોલ માઇનિંગ અને ટ્રેડિંગ બિઝનેસ અને એનર્જી સેક્ટરમાં દબદબો ધરાવે છે અને કંપની ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશનના કારોબારમાં પણ સક્રિય છે.

અદાણી ગ્રુપે તે વિશેના મેલને લઇને જાણકારી નથી આપી. જોકે, કંપનીના પ્રતિનિધિએ કહ્યું કે, ગ્રુપ પોતાના બિઝનેસનો વિસ્તાર કરવા માટે તૈયારીઓ કરી રહ્યું છે. તે સિવાય, પ્રમોટર્સ કંપનીઓના પ્રવક્તા તરફથી પણ કોઇ ટિપ્પણી નથી કરવામાં આવી.

PTC Indiaના શેર 12 મહિનાથી 23.1 ટકા તુટી ચૂક્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, તેનું માર્કેટ વેલ્યુ 301 મિલિયન ડોલરની નજીક છે. PTC Indiaને 1999માં એક સાર્વજનિક પ્રાઇવેટ ભાગીદારીના રૂપમાં શરૂ કરવામાં આવ્યું હતું. તેને પાવર ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નામથી પણ ઓળખવામાં વે છે. વેબસાઇટ અનુસાર, 2001માં ઉર્જાનો વેપાર શરૂ કર્યો હતો. તેની હિસ્સેદારી ભારતીય બજારમાં સૌથી મોટી છે અને તેના ગ્રાહકોમાં ભારતના દરેક રાજ્ય ઉપયોગિતાઓ સાથે સાથે અમુક પડોસી દેશોમાં પણ શામેલ છે.

ગૌતમ અદાણી પોતાનો બિઝનેસ એક્સપાન્ડ કરવામાં ખૂબ જ એગ્રેસિવ નજરે પડી રહ્યા છે. તેઓ પોતાના પોર્ટફોલિયોમાં ઘણી બધી કંપનીઓ જોડી રહ્યા છે અને અલગ અલગ સેક્ટરમાં પગ પેંસારો કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp