અમીરોના લિસ્ટમાં ચોથા નંબર પર પહોંચ્યા ગૌતમ અદાણી, જાણો મુકેશ અંબાણીનો કયો નંબર

PC: businesstoday.in

એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી ગત દિવસો દરમ્યાન મીડિયાને ઈન્ટરવ્યુ આપ્યા બાદ ખૂબ જ ચર્ચામાં છે. નવા વર્ષમાં હવે તેમને ઝટકો લાગ્યો છે અને તેઓ હવે દુનિયાભરના અમીર લોકોના લિસ્ટમાં ખસકીને ચોથા નંબર પર પહોંચી ગયા છે. બ્લૂમબર્ગ બિલિનેયર ઇન્ડેક્સની નેટવર્થમાં 91.2 કરોડ ડૉલરનો ઘટાડો આવ્યો છે અને તે ઘટીને 118 અરબ ડૉલર રહી ગઈ છે. વર્ષ 2022મા અદાણીની નેટવર્થમાં 44 અરબ ડૉલરનો વધારો થયો હતો. વાર્ષિક ધોરણે અદાણીની નેટવર્થમાં 2.44 અરબ ડૉલરનો ઘટાડો થયો છે.

બર્નાર્ડ અરનૉલ્ટ પહેલા નંબર પર

એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ (Jeff Bezos) ધનકુબેરોના લિસ્ટમાં ગૌતમ અદાણી કરતાં આગળ નીકળી ગયા છે. જેફ બેઝોસની સંપત્તિ 5.23 અરબ ડૉલરના વધારા સાથે 118 અરબ ડૉલર પર પહોંચી ગઈ છે. બ્લૂમબર્ગ તરફથી જાહેર કરાયેલ દુનિયાભરના અમીરોના લિસ્ટમાં ફ્રાન્સના ઉદ્યોગપતિ બર્નાર્ડ અરનૉલ્ટ (Bernard Arnault) 182 અરબ ડૉલરની સાથે પહેલા નંબર પર છે. વર્ષ 2022મા તેમની સંપત્તિમાં 20 અરબ ડૉલરનો જબરદસ્ત વધારો થયો છે.

એલન મસ્ક બીજા નંબર પર

ટ્વિટર અને ટેસ્લાના માલિક એલન મસ્ક (Elon Musk) 132 અરબ ડૉલરની સાથે બીજા નંબર પર છે. એલન મસ્ક સંપત્તિના મામલામાં બર્નાર્ડ અરનૉલ્ટથી ઘણા પાછળ છે. એલન મસ્કની સંપત્તિમાં એક દિવસ અગાઉ 2.78 અબજ ડોલરનો વધારો થયો છે. પરંતુ આખા વર્ષ દરમિયાન મસ્કની નેટવર્થમાં 4.84 અરબ ડૉલરનો ઘટાડો થયો છે. જેફ બેઝોસ 118 અરબ ડૉલરની સાથે ત્રીજા નંબર પર છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં બુધવારના રોજ 2.44 અરબ ડૉલરનો ઘટાડો થયો અને તેઓ ચોથા નંબર પર પહોંચી ગયા. જો કે, દશાંશ પછીનો તફાવત જોવામાં આવે તો, બેઝોસનું નેટવર્થ અદાણી કરતા નજીવી રીતે વધારે છે.

લિસ્ટમાં અમેરિકાના મોટા રોકાણકાર વોરેન બફેટ 111 અરબ ડૉલર સાથે પાંચમા નંબર પર છે, જ્યારે માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ છઠ્ઠા અને લેરી એલિસન 98 અરબ ડૉલર સાથે સાતમા નંબર પર છે. આ સિવાય મુકેશ અંબાણી 87.6 અરબ ડૉલરની સંપત્તિ સાથે આઠમા નંબર પર છે. લેરી પેજ (85.6 અરબ ડૉલર) નવમાં નંબર પર અને સ્ટીવ બામર (84.6 અરબ ડૉલર) દસમા નંબર પર છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સના CEO માર્ક ઝકરબર્ગ 50.1 અરબ ડૉલરના નેટવર્થની સાથે આ લિસ્ટમાં 24મા નંબર પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp