અદાણીની મુશ્કેલી ઓછી થતી નથી, અદાણી એન્ટર. 25મા નંબરે અને અદાણી આ નંબરે પહોંચ્યા

આજે અદાણી ગ્રૂપના શેરમાં મિશ્ર દેખાવ જોવા મળી રહ્યો છે.  અદાણી ગ્રુપ કંપનીના શેરબજારમાં લિસ્ટેડ 10 શેરોમાંથી 6 શેરો વધવા તરફી રહ્યા હતા જયારે 4 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી ટોટલ ગેસનો શેર તો ઘટીને 52 સપ્તાહની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો હતો. 23 જાન્યુઆરીએ અદાણી ટોટલ ગેસનો શેર રૂ. 3,998.35ની 52 સપ્તાહની ટોચે પહોંચ્યો હતો જે 52 સપ્તાહનો સૌથી ઉંચો ભાવ હતો. અદાણી ટોટલ ગેસનું માર્કેટ કેપ પણ 23 જાન્યુઆરીએ 4.5 લાખ કરોડ રૂપિયા પર હતું, પરંતુ 24 જાન્યુઆરીએ હિંડનબર્ગના રિપોર્ટ પછી બધું ત્રહસનહસ થઇ ગયું. અદાણી ટોટલ ગેસના શેરનો ભાવ 973.75 રૂપિયા પર પહોંચી ગયો છે અને તેનું માર્કેટ કેપ પણ 1,07,094.01 કરોડ રૂપિયા થઇ ગયું છે.

અદાણી ગ્રુપ ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં માર્કેટ કેપની દ્રષ્ટ્રિએ ભારતનું સૌથી મોટું ગ્રુપ બની ગયું હતું. અદાણી ગ્રુપે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝસ, ટાટા ગ્રુપને પણ પછડાટ આપી હતી. પરંતુ 24 જાન્યુઆરીએ આવેલા હિન્ડેનબર્ગ રિસચના અહેવાલે બધું ઊંધુંચત્તુ કરી નાખ્યું. આ રિપોર્ટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રૂપે ઘણા વર્ષોથી શેરોમાં હેરાફેરી કરી છે. જોકે, અદાણી ગ્રુપે આ આરોપોને નકારી કાઢ્યા છે. પરંતુ તેના કારણે અદાણી ગ્રુપના શેરમાં ભારે કડાકો બોલી ગયો છે. ગ્રુપના માર્કેટ કેપમાં 120 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે.

એક સમય એવો હતો જ્યારે અદાણી ગ્રુપની અનેક કંપનીઓ શેરબજારમાં માર્કેટ કેપની દ્રષ્ટ્રિએ ટોપ-10માં રહેતી હતી. પરંતુ આજે અદાણી ગ્રુપની સૌથી મોટી અદાણી એન્ટરપ્રાઇઝીસ 25માં નંબર પર પહોંચી ગઇ છે. અદાણી એન્ટરપ્રાઇઝીસના શેરનો ભાવ પણ આ મહિનાની શરૂઆતમાં 52 સપ્તાહની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો હતો. અત્યારે આ શેર 1724ના ભાવે ટ્રેડ થઇ રહ્યો છે.

બ્લૂમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સના જણાવ્યા મુજબ ગૌતમ અદાણીની નેટવર્થ હવે 50.2 અરબ ડોલર થઇ ગઇ છે અને તેઓ દુનિયાના ધનિકોની યાદીમાં 24મા નંબર પર પહોંચી ગયા છે. આ વર્ષમાં તેમની  નેટવર્થમાં 70.3 અરબ ડોલરનું ગાબડું પડી ગયું છે.

ગૌતમ અદાણી જે ઝડપથી ઉપર આવ્યા હતા એનાથી બમણી ઝડપે પટકાયા છે અને આજે હિંડનબર્ગ રિપોર્ટના 25 દિવસ પછી પણ તેમની મુશ્કેલી ઓછી થતી દેખાતી નથી. ગૌતમ અદાણી પોતાની શાખને ઉંચી લાવવાના અનેક પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ સફળતા મળતી નથી. હજુ ગઇ કાલે જ પાવર સેક્ટરની એક મોટી ડીલ તેમના હાથમાંથી સરકી ગઇ હતી.

About The Author

Top News

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે

ભારત પર 50 ટકા ટેરિફ હોવા છતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ચોખા પર ટેરિફ વધારવાની વાત કરી છે. જો...
World 
ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.