અદાણીને મોટો ઝટકો, અમીરોની લિસ્ટમાં ટોપ-30થી બહાર, હાથમાંથી નીકળી વધુ એક ડીલ
હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ ગૌતમ અદાણીને મોટા મોટા ઝટકા લાગી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં જ તેમના હાથમાંથી ઘણી મોટી ડીલ નીકળી ચકી છે. અદાણી ગ્રુપના શેરોમાં સતત ઘટાડો આવી રહ્યો છે. હવે ગૌતમ અદાણીને વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી અબજપતિઓની લિસ્ટમાં ટોપ-30થી નીચે સરકી ગયા છે. એટલું જ નહીં, તેમના હાથથી એક મોટી ડીલ પણ નીકળી ગઈ છે. અમેરિકન રિસર્ટ ફર્મ હિંડનબર્ગે 24 જાન્યુઆરીના રોજ એક રિપોર્ટ જાહેર કર્યો હતો.
આ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપને મોટો ઝટકો લાગ્યો છે. એક-એક કરીને ગ્રુપની બધી કંપનીઓના શેર ઝડપથી નીચે આવી રહ્યા છે. ગૌતમ અદાણી જે દુનિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ હતા, હવે તેઓ ફોર્બ્સ રિયલ ટાઇમ બિલેનેયર ઇન્ડેક્સમાં 33માં નંબરે પહોંચી ગયા છે અને હવે તેમની નેટવર્થ ઘટતા ઘટતા 35.3 અબજ ડોલર રહી ગઈ છે. આટલી સંપત્તિ સાથે તેઓ દુનિયાના 33માં સૌથી અમિત વ્યક્તિ બની ગયા છે. મહિનાની અંદર જ અદાણીના શેર 85 ટકા સુધી તૂટી ચૂક્યા છે.
ગયા વર્ષે સપ્ટેમ્બર 2022માં ગૌતમ અદાણી 150 અબજ ડોલરના નેટવર્થ સાથે નંબર-1ની ખુરશી તરફ વધી રહ્યા હતા. ઉત્તર પ્રદેશમાં અદાણીને વીજ મીટર સાથે જોડાયેલી એક રદ્દ થવાથી ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ DB પાવર, PTC ઈન્ડિયા સાથે ડીલ પણ કેન્સલ કરી દેવામાં આવી. હવે ઓરિએન્ટ સિમેન્ટે પણ ડીલથી હાથ પાછળ ખેચી લીધા છે. રિપોર્ટ્સ મુજબ સી.કે. બિરલા ગ્રુપની કંપની ઓરિએન્ટ સિમેન્ટે અદાણી પાવર મહારાષ્ટ્ર સાથે ડીલ સમાપ્ત કરી દીધી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, આ ડીલ માટે જે ક્લિયરેન્સ જોઈતા હતા તેને હાંસલ કરવામાં અદાણી ગ્રુપ નિષ્ફળ રહ્યું છે. બંને કંપનીઓ વચ્ચે આ ડીલ માટે સપ્ટેમ્બર 2021માં વાતચીત શરૂ થઈ હતી. અદાણી ગ્રુપને લઈને હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યા બાદ જ કોંગ્રેસ સહિત બધી વિપક્ષી પાર્ટીઓએ તેને લઈને કેન્દ્રની મોદી સરકાર પર નિશાનો સાધ્યો છે. કોંગ્રેસે આ મામલે JPC તપાસની માગ કરી છે. જો કે, સરકારે તેની ના પાડી દીધી છે. આ મામલે સંસદના બજેટ સત્રમાં ખૂબ હોબાળો પણ થયો. સરકારનું કહેવું છે કે, JPC એ જ બાબતોની તપાસ કરી શકે છે જે સરકાર સાથે જોડાયેલા હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp