એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી 2026-28 વચ્ચે લાવશે 5 IPO

PC: gqindia.com

એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ ગૌતમ અદાણી વર્ષ 2026થી 2028ની વચ્ચે પોતાની ઓછામાં ઓછી પાંચ કંપનીઓના શેર જનતાની વચ્ચે વેચવાની યોજના બનાવી રહ્યા છે. એટલે કે, IPO લાવવા જઈ રહ્યા છે. જેથી તેમના પોર્ટથી લઈને ઉર્જા સુધીના ક્ષેત્રમાં હાજર ગ્રુપને દેવાના અનુપાતમાં સુધાર કરવા અને નિવેશક આધારને ફેલાવવામાં મદદ મળી શકે. બ્લૂમબર્ગમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રુપના મુખ્ય નાણાકીય અધિકારી (CFO) જુગશિંદર સિંહે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું, આવનારા ત્રણથી પાંચ વર્ષમાં ઓછામાં ઓછાં પાંચ એકમો બજારમાં ઉતરવા માટે તૈયાર હશે. તેમણે કહ્યું કે, અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ, અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ, અદાણી કોનેક્સ પ્રાઈવેટ લિમિટેડ અને ગ્રુપના ધાતુ અને ખનન એકમો સ્વતંત્ર એકમો બની જશે.

જુગશિંદર સિંહે કહ્યું કે, એરપોર્ટ ઓપરેટર જેવા વ્યવસાય કન્ઝ્યૂમર પ્લેટફોર્મ છે, જે આશરે 30 કરોડ ગ્રાહકોને સેવા પ્રદાન કરે છે અને ભવિષ્યમાં પ્રોગ્રેસ કરવા માટે પોતાના દમ પર સંચાલિત થવા તેમજ પૂંજી આવશ્યકતાઓનું પ્રબંધન કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, ડીમર્જરને ઔપચારિક રીતે લાગૂ કરતા પહેલા આ વ્યવસાયોએ સાબિત કરવુ પડશે કે તેઓ સ્વતંત્ર નિષ્પાદન, સંચાલન અને પૂંજી પ્રબંધનના પાયાના પરીક્ષણોને પાસ કરી શકે છે.

જુગશિંદર સિંહના જણાવ્યા અનુસાર, આ પાંચ યુનિટો માટે પહેલાથી જ પરિમાણો નક્કી છે. એરપોર્ટ વ્યવસાય હાલના સમયમાં પણ સ્વતંત્ર છે, જ્યારે અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ ગ્રીન ઉર્જાના ક્ષેત્રમાં મજબૂત થતી જઈ રહી છે. અદાણી રોડ હાલના સમયમાં બિલ્ડ ઓપરેટર ટ્રાન્સફરના નવા મોડલ બતાવી રહ્યા છે જ્યારે, ડેટા સેન્ટરનો વ્યવસાય વધવાનો પણ નક્કી છે. ધાતુ અને ખનન અમારા એલ્યૂમિનિયમ, તાંબા અને ખનન સેવાઓને કવર કરશે.

ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ હાલના મહિનાના અંતમાં 2.5 અબજ અમેરિકી ડૉલરની ફોલો-ઓન ઓફર શરૂ કરવા પર નવા શેરની છૂટ આપવાની સાથે વેચવા અને ત્રણ હપ્તામાં ચુકવણીની અનુમતિ આપવા માટે તૈયાર છે. દેશના પ્રમુખ શેરોમાંથી એક માટે આ એક અસામાન્ય પગલું છે, જેમા ઘરેલૂં નિવેશકોના પણ નિવેશ કરવાનું અનુમાન છે. અદાણી ગ્રુપ સતત પોતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એજેન્ડાને સાથ આપવા માટે પોતાને ઢાળતું રહ્યું છે. ગ્રુપે ભારતને જીવાશ્મ ઈંધણ આયાતકથી નવીકરણીય ઉર્જા ઉત્પાદકના રૂપમાં સ્થાપિત કરવામાં મદદ માટે 70 અબજ અમેરિકી ડૉલર કરતા વધુના નિવેશનો વાયદો કર્યો છે. જુગશિંદર સિંહે કહ્યું કે, આ ડીમર્જરોના પરિણામ સ્વરૂપ પ્રવાહ મોટા પાયા પર હશે અને ગ્રુપ વૈશ્વિક સ્તર પર ભારતના પાયાના ઢાંચામાં સફળતાને પ્રદર્શિત કરવાનું વધુ કિંમતી પ્લેટફોર્મ બની જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp