26th January selfie contest

અદાણીના દીકરાએ આપ્યા ખુશીના સમાચાર, હીરા વ્યાપારીની દીકરી સાથે કરી સગાઈ

PC: freepressjournal.in

હિંડનબર્ગના રિપોર્ટ બાદથી ગૌતમ અદાણી માટે દરેક દિવસ કોઈક ને કોઈક ખરાબ સમાચાર લઈને આવતો હતો. રિપોર્ટ આવ્યા બાદથી તેમની કુલ સંપત્તિ અડધા કરતા પણ ઓછી થઈ ગઈ છે. દરમિયાન, આ બધી મુસીબતો વચ્ચે તેમના ઘરે હાલમાં જ ખુશીઓ આવી છે. ટૂંક સમયમાં જ તેમના ઘરે લગ્નની શહેનાઈ વાગવાની છે. અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીના નાના દીકરા જીત અદાણીએ 12 માર્ચના રોજ એક હીરા વેપારીની દીકરી દિવા જૈમિન શાહ સાથે સગાઈ કરી છે. ગુજરાતના અમદાવાદમાં આયોજિત કરવામાં આવેલી સગાઈ સેરેમનીમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ સામેલ થયા હતા.

જણાવી દઈએ કે, દિવા જૈમિન શાહ સી. દિનેશ એન્ડ કંપની પ્રાઈવેટ લિમિટેડના હીરા વેપારી જૈમિન શાહની દીકરી છે. સોશિયલ મીડિયા પર ગૌતમ અદાણીના દીકરા જીત અદાણીની સગાઈની તસવીરો વાયરલ થઈ રહી છે. યુઝર્સ તેમને શુભકામનાઓ આપી રહ્યા છે. જીત અને દિયા સેરેમની દરમિયાન એક પારંપરિક ડ્રેસમાં સજ્જ દેખાઈ રહ્યા હતા, જેમા તે બંને ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે.

જીત અદાણીએ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા સ્કૂલ ઓફ એન્જિનિયરીંગ એન્ડ એપ્લાઇડ સાયન્સીસમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તે 2019માં અદાણી ગ્રુપમાં સામેલ થયો અને વર્તમાનમાં ગ્રુપમાં ફાયનાન્સનો ઉપાધ્યક્ષ છે. તેણે સ્ટ્રેટજિક ફાયનાન્સ, કેપિટલ માર્કેટ્સ અને રિસ્ક એન્ડ ગવર્નન્સ પોલિસીને જોતા ગ્રુપ CFOની ઓફિસમાંથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અદાણી ગ્રુપની વેબસાઈટ દર્શાવે છે કે, જીત અદાણી એરપોર્ટના કારોબારની સાથોસાથ અદાણી ડિજિટલ લેબ્સનું પણ નેતૃત્વ કરી રહ્યો છે, જે અદાણી ગ્રુપના વ્યવસાયોના તમામ ઉપભોક્તાઓની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે એક સુપર એપ બનાવવા માટે તૈયાર છે.

દિવા જૈમિન શાહ હીરા વ્યાપારી જૈમિન શાહની દીકરી છે. તે હીરા કંપની સી. દિનેશ એન્ડ કો-પ્રાઈવેટ લિમિટેડના માલિક છે. આ હીરા કંપની મુંબઈ અને સુરતની બહાર સ્થિત છે. તેની સ્થાપના ચીનૂ દોષી અને દિનેશ શાહે સાથે મળીને કરી હતી. કંપનીમાં જિગર દોષી, અમિત દોષી, યોમેશ શાહ, જૈમિન શાહ નિદેશક રહ્યા છે.

ગૌતમ અદાણીના મોટા દીકરા કરણના લગ્ન સિરિલ શ્રોફની દીકરી પરિધિ શ્રોફ સાથે થયા છે, જે લૉ ફર્મ સિરિલ અમરચંદ મંગલદાસની મેનેજિંગ પાર્ટનર છે. કરન અદાણી, અદાણી પોર્ટ્સ એન્ડ એસઈઝેડ લિમિટેડના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અને અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના નિદેશક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp