ગૌતમ અદાણીની સંપત્તિ 10 વર્ષમાં 1225 ટકા ઉછળી હતી,મુકેશ અંબાણીની કેટલી વધેલી?

PC: republicworld.com

અમેરિકાની શોર્ટ સેલિંગ કંપની હિંડનબર્ગ રિસર્ચએ 24 જાન્યુઆરી 2023ના દિવસે અદાણી ગ્રુપ વિરુદ્ધ એક નેગેટીવ રિપોર્ટ જાહેર કર્યો હતો જેને કારણે ગ્રુપ કંપનીના શેરોમાં મોટા કડાકા બોલી ગયા હતા. એની અસર એ થઇ હતી કે ગૌતમ અદાણીની નેટવર્થ અડધી થઇ ગઇ હતી. Hurun Global Rich Listના એક રિપોર્ટ મુજબ ગૌતમ અદાણીની નેટવર્થમાં 60 ટકાનો ઘટાડો થયો હતો.

Hurun Global Rich Listના રિપોર્ટ મુજબ છેલ્લાં એક વર્ષમાં ગૌતમ અદાણીની નેટવર્થમાં દર સપ્તાહમાં 3,000 કરોડ રૂપિયાનો ઘટાડો થયો. ગૌતમ અદાણીની નેટવર્થના છેલ્લાં 10 વર્ષના આંકડા પર નજર નાંખીએ તો 10 વર્ષમાં ગૌતમ અદાણીની નેટવર્થમાં 1225 ટકાનો ઉછાળો આવ્યો હતો.

10 વર્ષ પહેલાં ગૌતમ અદાણી દુનિયાના ધનિકોની યાદીમાં 437 નંબર પર હતા અત્યારે 23માં નંબર પર છે. પરંતુ ગૌતમ અદાણી દુનિયાના ધનપતિઓની યાદીમાં બીજા નંબર સુધી પણ પહોંચી ગયા હતા. પરંતુ એ પછી હિંડનબર્ગના રિપોર્ટને કારણે ગૌતમ અદાણીને મોટો ઝટકો લાગ્યો.

Hurun Global Rich Listના ગૌતમ અદાણીની નેટવર્થ અત્યારે 53 અરબ ડોલર છે. ગયા વર્ષે ગૌતમ અદાણી એશિયાના અરબપતિઓના લિસ્ટમાં પહેલા નંબર પર હતા, પરંતુ હવે એશિયાના સૌથી ધનિકોની યાદીમાં પહેલા નંબરે મુકેશ અંબાણી પહોંચી ગયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની નેટવર્થ અત્યારે 82 અરબ ડોલર છે. છેલ્લાં એક વર્ષમાં અંબાણીની નેટવર્થ 20 ટકા ઘટી છે.

મુકેશ અંબાણીની નેટવર્થ છેલ્લાં 10 વર્ષમાં 356 ટકા વધી છે. 10 વર્ષ પહેલાં મુકેશ અંબાણી દુનિયાના ધનિકોની યાદીમાં 41 નંબર પર હતા આજે 9માં નંબરે છે. મતલબ અંબાણી ટોપ ધનિકોની યાદીમાં સામેલ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કમાન સંભાળવાના મુકેશ અંબાણીને 20 વર્ષ થઇ ગયા છે અને આ સમયગાળામાં કંપનીની રેવેન્યૂમાં 17 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે પ્રોફીટ 20 ટકા વધ્યો છે.

સીરમ ઇન્સ્ટિટયૂટના સાયરસ પૂનાવાલાની નેટવર્થ છેલ્લાં 10 વર્ષમાં 350 ટકા વધી છે. પૂનાવાલા 10 વર્ષ પહેલાં દુનિયાના ધનપતિઓની યાદીમાં 261માં નંબર પર હતા આજે46માં નંબર પર છે.

HCLના શિવ નાદરની સંપત્તિ 10 વર્ષમાં 136 ટકા વધી છે. સ્ટીલ કીંગ લક્ષ્મી મિત્તલની નેટવર્થ 10 વર્ષમાં માત્ર 18 ટકા વધી છે. 10 વર્ષ પહેલાં Hurun Global Rich Listમાં ડી માર્ટના રાધાકિશન દામાણીનું નામ નહોતું આજે તેઓ દુનિયાના અમીરોમાં 105માં નંબર પર છે અને તેમની નેટવર્થ 16 અરબ ડોલર થઇ છે. કુમાર મંગલમ બિરલાની નેટવર્થ 10 વર્ષમાં 75 ટકા વધી છે. તેઓ 135માં નંબર પર છે. કોટક મહિન્દ્રા બેંકના ઉદય કોટકની નેટવર્થ 10 વર્ષમાં 180 ટકા વધી છે તેએ 356માં નંબર પર હતા આજે 135માં નંબર પર આવી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp