ગૌતમ અદાણી બોલ્યા-મારા માટે 2022 ખાસ, જણાવ્યું બિઝનેસમાં શું છે સફળતાનું મોડલ

એક ન્યૂઝ ચેનલે ગૌતમ અદાણી સાથે ખાસ વાતચીત કરી હતી. ગૌતમ અદાણીએ વાતચીતમાં બિઝનેસ સહિત પોતાની અંગત જિંદગીને લઇને કેટલાક રહસ્ય ખોલ્યા હતા. ગૌતમ અદાણીને જ્યારે પૂછવામાં આવ્યું કે વર્ષ 2022 કેવું રહ્યું? કેમ વર્ષ 2022 ખાસ લાગે છે? આ સવાલના જવાબમાં તેમણે ઘણી ઉપલબ્ધિઓ ગણાવી. ગૌતમ અદાણીએ કહ્યું કે, વર્ષ 2022 ઘણા કારણોથી ખાસ હતું.

તેમણે કહ્યું કે, અમારું અદાણી વિલ્મરનો IPO સફળ રહ્યો અને તેની સાથે જ અદાણી વિલ્મર અમારા ગ્રુપની સાતમી લિસ્ટેડ કંપની બની ગઇ છે. તેઓ એક પ્લાન હેઠળ કામ કરે છે. પહેલા બિઝનેસ મોડલ હેઠળ કંપની શરૂ કરે છે. પછી કંપનીને નફા લાયક બનાવે છે અને ત્યારે શેર બજારમાં લિસ્ટ કરાવે છે. આ IPO પણ તેનું ઉદાહરણ છે. ગૌતમ અદાણી આ વર્ષે સિમેન્ટના બિઝનેસમાં પણ ઉતર્યા છે.

પોતાના સિમેન્ટના બિઝનેસ બાબતે તેમણે કહ્યું કે, અમે દેશના બીજા સૌથી મોટા ઉત્પાદક બન્યા, જ્યારે અમે ACC અને અંબુજાને લગભગ 10.5 બિલિયન ડૉલરમાં ખરીદી. તે અમારું અત્યાર સુધીનું સૌથી મોટું અધિગ્રહણ છે અને તે ભારતનું પણ અત્યાર સુધીનું સૌથી મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મટિરિયલ બિઝનેસની M&A લેવડ દેવડ છે. ગૌતમ અદાણીએ વર્ષ 1988માં કોમોડિટીની એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરનારી કંપનીના રૂપમાં અદાણી એક્સપોર્ટ્સની શરૂઆત કરી હતી.

ત્યારબાદ બદલીને અદાણી એન્ટરપ્રાઇઝ કરી દેવામાં આવ્યું હતું. અદાણી એક્સપોર્ટ્સની સ્થાપના માત્ર 5 લાખ રૂપિયાની પૂંજીથી કરવામાં આવી હતી. અદાણી એન્ટરપ્રાઇઝિસને વર્ષ 1994માં શેર બજારમાં લિસ્ટ કરી દેવામાં આવી હતી. ધીરુભાઇ અંબાણીની જેમ, ગૌતમ અદાણી પણ પહેલી પેઢીના બિઝનેસમેન છે. તેમનો જન્મ 1962માં ગુજરાતના એક નાનકડા વિસ્તાર થરાદમાં શાંતિલાલ અને શાન્તાબેન અદાણીના પરિવારમાં થયો હતો.

તે એક શુદ્ધ શાકાહારી અને વૈશ્ય પરિવાર છે. અદાણીના કુલ 7 ભાઇ-બહેન છે. તેમના પિતા કપડાંનો વેપાર કરતા હતા. ગૌતમ અદાણીએ અમદાવાદની SCN વિદ્યાલયથી શિક્ષણ હાંસલ કર્યું હતું. તેમનો પરિવાર થરાદથી અમદાવાદ આવ્યો હતો. તેઓ ખૂબ ધીરે અને આરામથી બોલતા હતા. તેમની માતૃભાષા ગુજરાતી રહી છે એટલે પહેલા તેમને અંગ્રેજી આવડતી નહોતી. ગૌતમ અડણીએ B.comમાં એડમિશન લીધું હતું, પરંતુ અભ્યાસ પૂરો ન કરી શક્યા.

18 વર્ષની ઉંમરમાં તેઓ બિઝનેસ માટે મુંબઇ જતા રહ્યા. તેમને બોલિવુડ મ્યૂઝિક સાંભળવું અને એક્શન મૂવી જોવાનું પસંદ છે. તેઓ ગુજરાતી શાકાહારી ખાવાનું પસંદ કરે છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.