ગેરકાયદેસર બાંધકામ બાબતે GIDC સુરતની નોટિસમાં શું છે?

PC: myvapi.com

ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) સુરતે તાજેતરમાં એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે,જેમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરાવવા વિશે જાણકારી આપવામાં આવી છે. ઉદ્યોગકારોને આ વિશે ધ્યાન આપવા માટે કહેવામાં આવ્યું છે.

આ નોટીસમાં કહેવામાં આવ્યું છે કે, અધિક્ષક ઇજનેર, જીઆઇડીસી, સુરતના તાબા હેઠળ આવેલા કાર્યપાલક ઇજનેર, જીઆઇડીસી, વાપીના કાર્યક્ષેત્રમાં આવેલા ઔદ્યોગિક વસાહતના, રહેણાંક, વાણિજ્ય અને અન્ય તમામ ફાળવણીદારોને જણાવવાનું કે, GIDCના પરિપત્ર નં.19 12 જાન્યુઆરી 2023 મુજબ ઔદ્યોગિક વસાહતમાં જે તે પ્લોટ ધારકો દ્રારા કરવામાં આવેલા અનઅધિકૃત બાંધકામ નિયમિત કરવા માટેની પોલીસી હાલ અમલમાં હોય સદર પોલીસીનો વહેલામાં વહેલી તકે લાભ લઇ આપના પ્લોટમાં રહેલા અનઅધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે આથી તમામ ઉદ્યોગકારોને જાણ કરવામાં આવે છે.

અન અધિકૃત બાંધકામ નિયમિત કરવા માટેની અરજી નિગમમાં નોંધાયેલા આર્ટિટેક, ઇજનેર, સ્ટ્રકચર દ્રારા તૈયાર કરાવી IFP પોર્ટલ પર અરજી કરવાની રહેશે. સદર બાબતે આખરી તારીખ 11 મે 2023 સુધીમાં IFP પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ જો અનઅધિકૃત બાંધકામ દેખાશે તો જે તે ઉદ્યોગકારોએ પોતાના ખર્ચે દુર કરવાનું રહેશે. પોલીસી વિશેની વધારે માહીતી www.gidcgujarat.gov.in પરથી મળી રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp