6 મહિનાના નીચલા સ્તર પર સોનું, જાણો 10 ગ્રામનો નવો ભાવ

PC: ndtv.com

રૂપિયાની સરખામણીમાં ડોલર સતત મજબૂત થવાથી સોના ચાંદીના ભાવમાં ઘટાડો આવી રહ્યો છે. ઘરેલુ વાયદા બજારમાં શુક્રવારે ગોલ્ડ સિલ્વરના ભાવ 6 મહિનાના નીચલા સ્તર પર આવી ગયા છે. શુક્રવારે બપોરના સમયે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ગોલ્ડ ફ્યૂચર 301 રૂપિયાની ઘટાડા સાથે 49011 રૂપિયા 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો. એ જ રીતે ડિસેમ્બર ડિલીવરી વાળું સિલ્વર તુટીને 867 રૂપિયા પ્રતિ કિલો તુટીને 55550 રૂપિયા પર આવી ગયું.

આ પહેલા ફેબ્રુઆરી 2022માં સોનાનો ભાવ તૂટીને 49200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો હતો. ગુરુવારે જ લગભગ બે મહિના બાદ ગોલ્ડ 50 હજાર રૂપિયાથી નીચે આવી ગયો હતો. આ દરમિયાન સોનાની એવરેજ પ્રાઇસ 49238 રૂપિયા નોંધાયો હતો. આના પહેલાના સેશનમાં તેનું ક્લોઝિંગ 49312 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર થયું હતું. કડાકાની દૃષ્ટિએ જોવા જઇએ તો સોનુ ખરીદવા માટે આ સૌથી સારો સમય છે.

સરાફા બજારની વાત કરીએ તો ઇન્ડિયા બુલિયન એસોસિએશનની તરફથી શુક્રવારે જારી કિંમત અનુસાર 24 કેરેટ ગોલ્ડના ભાવમાં 552 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને તે ઘટીને 49374 રૂપિયા પ્રતિ ગ્રામ પર પહોંચી ગયો. એ જ રીતે ચાંદી 760 રૂપિયા તુટીને 55570 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઇ. આના પહેલાના સેશનમાં તે 56330 રૂપિયા પ્રતિ કિલો પર બંધ આવી હતી.

શુક્રવારે ઇન્ડિયા બુલિયન એસોસિએશન તરફથી જારી કિંમત અનુસાર, 23 કેરેટ ગોલ્ડ 49176 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. જ્યારે, 22 કેરેટ વાળા સોનાનો ભાવ 45227 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 20 કેરેટ સોનું 37031 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટ ગોલ્ડ 28884 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યું છે.

સોના ચાંદીની સાથે સાથે અન્ય કોમોડિટી જેવી કે, ક્રૂડ ઓઇલ 91 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. પણ ત્યાર બાદ પણ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફરક નથી પડ્યો. દેશમાં આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. છેલ્લી વખત 21મી મેના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના પર એક્સાઇઝ ડ્યૂટી ઓછી કરી હતી. ત્યાર બાદ દેશભરમાં પેટ્રોલ 9.50 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા સસ્તુ થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp