સોનું ઓલટાઇમ હાઇ પર, 10 ગ્રામ સોનાની કિંમત આ વર્ષે 60000 સુધી જઈ શકે

On

સોનું સોમવારે પોતાના ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ગયું છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઇટ મુજબ, 9 જાન્યુઆરીના રોજ સર્રાફા બજારમાં સોનું 749 રૂપિયા મોંઘું થઇને 56 હજાર 336 રૂપિયા પર પહોંચી ગયું છે. આ અગાઉ ઑગસ્ટ 2020માં સોનું સૌથી મોંઘું સાબિત થયું છે. ત્યારે 10 ગ્રામ સોનાની કિંમત 56 હજાર 200 રૂપિયા પહોંચી ગઇ હતી. એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, આ વર્ષે સોનાની કિંમતો 60 હજાર પ્રતિ 10 ગ્રામ સુધી જઇ શકે છે.

ચાંદીની વાત કરીએ તો તેની કિંમતમાં પણ આજે શાનદાર તેજી જોવા મળી છે. સર્રાફા બજારમાં તે 1,186 રૂપિયા મોંઘું થઇને 69,074 રૂપિયા પ્રતિ કિલોગ્રામ તેજી આવી ગઇ. 6 જાન્યુઆરીના રોજ તે 67,888 હજાર પર હતી. ગયા વર્ષે સોના ચાંદીની કિંમતોમાં શાનદાર તેજી જોવા મળી હતી. આ વર્ષે સોનું 48,279 રૂપિયાથી વધીને 54,867 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગઇ છે એટલે કે વર્ષ 2022માં સોનાની કિંમતમાં 6,588 રૂપિયાની તેજી જોવા મળી.

તો વર્ષ 2022માં ચાંદીની કિંમત 62,035 રૂપિયાથી વધીને 68,092 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઇ હતી એટલે કે આ વર્ષે તેની કિંમતમાં 6057 રૂપિયાની તેજી આવી. આર્થિક અનિશ્ચિતતા વચ્ચે RBI જેવી દુનિયાભરની સેન્ટ્રલ બેંકોએ સોનાનો ભંડાર વધાર્યો છે. કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયાના જણાવ્યા મુજબ, કેન્દ્રીય બેંકો તરફથી સોનાની ખરીદાદારી વધવાના સકારાત્મક સંકેત છે. તેનાથી સોનાની કિંમતોને સપોર્ટ મળશે. અજય કેડિયાએ કહ્યું કે, વર્ષ 2023માં સોનું 64,000 રૂપિયા સુધી પહોંચી શકે છે.

છેલ 75 વર્ષોમાં સોના અને ચાંદી ઝડપથી મોંઘા થયા છે. વર્ષ 1947માં જ્યારે દેશ આઝાદ થયો હતો, ત્યારે સોનું 88.62 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતું, જે હવે 56 હજાર પાર નીકળી ગયું છે. ત્યારથી લઇને અત્યાર સુધી સોનું 631 ગણું (63198 ટકા) મોંઘું થઇ ચૂક્યું છે.

ચાંદીની વાત કરીએ તો આઝાદીથી લઇને અત્યાર સુધી તે 644 ગણું મોંઘું થયું છે. વર્ષ 1947માં ચાંદીની કિંમત લગભગ 107 રૂપિયા કિલો હતો અને હવે તે 69,074 રૂપિયા પર છે. હંમેશાં બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નું હોલમાર્ક લાગેલું સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો. સાથે જ પ્યૂરિટી કોડ, ટેસ્ટિંગ સેન્ટર માર્ક, જ્વેલરનું માર્ક અને માર્કિંગની ડેટ પણ જરૂર જોઇ લો.

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati