ગોલ્ડ 2500 રૂપિયા સસ્તું થયું, શું સોનુ ખરીદવાનો આ યોગ્ય સમય છે?

PC: thehansindia.com

છેલ્લાં કેટલાંક મહિનાઓથી આપણે જોયું હતું કે સોનાના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી હતી, પરંતુ હવે ગોલ્ડના ભાવ ઘટ્યા છે અને 10 ગ્રામ દીઠ ભાવ 60,000ની નીચે આવ્યો છે. આવનારા સમયમાં સોનાના ભાવો ઉછળી શકે છે? એ વિશે જાણકારો પાસેથી સમજીએ.

સોનાના ભાવ લાંબા સમયથી એક રેન્જમાં ચાલી રહ્યા છે. ગોલ્ડના ભાવ હવે 60,000ની નીચે આવ્યા છે. છેલ્લાં કેટલાંક મહિનાઓથી મજબુત માંગને કારણે ભાવો ઉપર રહ્યા હતા. ચાલું નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સોનામાં મજબુત ખરીદી જોવા મળી હતી. ગયા મહિનાની શરૂઆતમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 61,800 પર પહોંચ્યો હતો, પરંતુ હવે મજબુત અમેરિકી ડોલરને કારણે સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 59,300 પર આવી ગયો છે. મતલબ કે સોનુ 2,500 રૂપિયા સસ્તું થયું છે.

રિદ્ધી સિદ્ધિ બુલિયન્સના મેનેજિંગ ડિરેકટર પૃથ્વીરાજ કોઠારીએ કહ્યુ કે 13 જૂને અમેરિકાની ફેડની બેઠક પહેલા સોનાનો ભાવ 60,000ની આજુબાજુ છે. તેમણે કહ્યું કે અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે કે જો એકધારા 10 વખત વ્યાજ દરમાં વધારો કરનાર અમેરિકન ફેડ જૂનમાં વ્યાજદર અટકાવે છે કે પછી તેનું આક્રમણ વલણ યથાવત રાખે છે.

ચાલું નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સોનામા જોરદાર તેજી જોયા પછી, મજબૂત ડોલર અને ટ્રેઝરી યીલ્ડમાં વધારી વચ્ચે સોનામાં ઊંચા સ્તરેથી થોડો પ્રોફિટ બુકિંગ જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે અમને લાગે છે કે હવે સોનું રૂ. 60,000ની આસપાસના તેજી માટેનું આધાર બનાવી રહ્યું છે.

ઉપરાંત, બજાર વિશ્લેષકોનું કહેવું છે કે, ઉનાળો પરંપરાગત રીતે સોનાના ભાવ માટે એક કમજોર મોસમ છે,કારણ કે નજીકના ભવિષ્યમાં ગોલ્ડની માંગમાં વધારો કરવા માટે કોઈ નોંધપાત્ર કારણો નથી. ઉપરાંત, વૈશ્વિક ઇક્વિટી બજારોમાં ખરીદીએ પણ કિંમતી ધાતુઓની સલામત ખરીદી માટેનો દૃષ્ટિકોણ હળવો કર્યો છે.

બુલિયન માર્કેટના જાણકાર રાહુલ કલંતરીએ કહ્યું કે આગામી US ફેડની બેઠકના પરિણામ સોનાના ભાવને અસર કરી શકે છે. બેઠક બાદ જ સોનાના ભાવ અંગે ચિત્ર સ્પષ્ટ થશે. કલંતરીએ જણાવ્યું હતું કે ડૉલર ઇન્ડેક્સ 104.50ના સ્તરને ટકાવી શક્યો નથી, જે સોનાની ચાલ માટે મુખ્ય ટ્રિગર છે. US ફુગાવો અને US બેરોજગારીની સંખ્યા ફેડને વ્યાજ દરો રોકવા તરફ લઇ જઇ શકે છે. જો આવું થાય તો સોનાના ભાવમાં વધારો થઈ શકે છે.

રાહુલ કલંતરીએ વધુમાં જણાવ્યું હતું કે,સ્થાનિક બજારમાં ભારતીય ચલણને ટેકો આપવા માટે RBIના હસ્તક્ષેપથી સોનાના ભાવને નુકસાન થઈ શકે છે. પરંતુ જ્યાં સુધી તે રૂ. 58,600ના સ્તરથી નીચે ન તૂટી જાય ત્યાં સુધી અમે સોના પર અમારું તેજીનું વલણ જાળવી રાખીશું.તેનાથી વિપરીત, તે 61,440 રૂપિયાની આસપાસ સ્પર્શ કરી શકે છે. આની ઉપર, આગામી સ્તરો રૂ. 62,500 અને રૂ. 63,650 પ્રતિ 10 ગ્રામ હોઈ શકે છે.

સોના-ચાંદી બજારના જાણકાર પૃથ્વીરાજ કોઠારીએ કહ્યું કે,વ્યાજદરની અપેક્ષાઓમાં આ નવો ફેરફાર સોનાને ઊંચે જવાનું મુશ્કેલ બનાવી રહ્યું છે. કારણ કે તે અમેરિકી ડોલરને ટેકો આપી રહ્યો છે, જે ત્રણ મહિનાની ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે જો સોનુ નજીકના ગાળાના સપોર્ટને તોડે તો તે રૂ. 59,200-58,400 સુધી ઘટી શકે છે. IBJA રેટ મુજબ શુક્રવારે સોનાની કિંમત 59,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. આ કિંમત ટેક્સ ઉમેર્યા વિના ગણવામાં આવી છે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, રોકાણ કરતી વખતે તમારા રોકાણ સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp