સોનાએ તોડ્યો રેકોર્ડ, ભાવમાં આવ્યો જોરદાર ઉછાળો, ચાંદી પહોંચી 70,000ની નજીક

લગ્નની સિઝન શરૂ થાય તે પહેલા જ સોનાએ આજે રેકોર્ડ લેવલ તોડી નાખ્યું છે. સોનાની કિંમત નવા રેકોર્ડ હાઈએ પહોંચી ગઈ છે. આજે સોનાએ બજારમાં પોતાનો નવો રેકોર્ડ લેવલ બનાવી લીધો છે. ચાલો જોઈએ કે હવે 10 ગ્રામ સોનાની કિંમત શું છે..

લગ્નની સિઝન શરૂ થાય તે પહેલા જ સોનાએ આજે રેકોર્ડ લેવલ તોડી નાખ્યો છે. સોનાની કિંમત નવા રેકોર્ડ હાઈ પર પહોંચી ગઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત (MCX ગોલ્ડ પ્રાઇસ) 56,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલને વટાવી ગઈ છે. આ સાથે ચાંદીના ભાવમાં પણ જોરદાર વધારો જોવા મળી રહ્યો છે.

16 જાન્યુઆરી, 2022ના રોજ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 0.24 ટકાના વધારા સાથે રૂ. 56,460 પ્રતિ 10 ગ્રામના લેવલ પર ટ્રેડ થઈ રહી છે. આજે શરૂઆતી કારોબારમાં સોનું રૂ.56,500ના લેવલે ટ્રેડ થઈ રહ્યું હતું. તો છેલ્લા કારોબારી દિવસમાં સોનું 56,236 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

આ સિવાય ચાંદીના ભાવની વાત કરીએ તો, એમસીએક્સ પર ચાંદી 0.64 ટકાના વધારા સાથે રૂ. 69,868 પ્રતિ કિલોગ્રામના લેવલ પર ટ્રેડ કરી રહી છે. આજે ચાંદીનો કારોબારની શરૂઆત રૂ. 69,960 પ્રતિ કિલોના લેવલે શરૂ થયો હતો. પાછલા કારોબારી દિવસે ચાંદી રૂ. 68,729 પ્રતિ કિલોગ્રામના લેવલ પર બંધ રહી હતી.

ગ્લોબલ માર્કેટની સ્થિતિ પર નજર કરીએ તો અહીં પણ સોના અને ચાંદીના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. સોનાની હાજર કિંમત આજે 0.27 ટકા વધીને 1,925.65 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે. ચાંદીનો રેટ આજે 0.79 ટકા વધીને 24.46 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યો છે.

જો તમે પણ ઘરે બેઠા સોનાના લેટેસ્ટ ભાવ ચેક કરવા માંગો છો તો તેના માટે તમારે 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે. આ પછી તમારા મોબાઈલ પર મેસેજ આવશે. આ સાથે, વધુ માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com પર વિગતો ચેક કરી શકો છો.

સોનાના ભાવ કોમેક્સ પર 17.90 પોઈન્ટ અથવા લગભગ એક ટકાના ઉછાળા સાથે 1,863.65 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યા છે. આ સિવાય ચાંદી પર નજર કરીએ તો Fmcsxમાં 0.55 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે અને તે 24.375 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.