સોનું નવી ટોચે... ભાવ પહોંચ્યો 67000ની નજીક, શું છે આ અચાનક ઉછાળાનું કારણ?

On

સોનું ખરીદવું હવે વધુને વધુ મોંઘુ થઈ રહ્યું છે અને ગુરુવારે તેની કિંમત નવી ટોચે પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત પહેલીવાર 2200 ડૉલર પ્રતિ ઔંસને પાર કરી ગઈ છે અને દેશમાં તેની કિંમત 67,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નજીક પહોંચી ગઈ છે. આ સોનાનો નવો રેકોર્ડ સ્તર છે.

ગુરુવારે સોનાની કિંમતમાં થયેલા વધારાને કારણે MCX પર સોનાની કિંમત 66,943 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગઈ છે. કોમોડિટી માર્કેટ ખુલ્યાની થોડી જ મિનિટોમાં સોનું આ નવા રેકોર્ડ સ્તરને સ્પર્શી ગયું હતું. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ (IBJ)ની વેબસાઈટ અનુસાર, 999 શુદ્ધતાના 24 કેરેટ સોનાના 10 ગ્રામની રાષ્ટ્રીય કિંમત છેલ્લા ટ્રેડિંગ દિવસે 65795 રૂપિયા હતી. મીડિયા સૂત્રો રિપોર્ટ અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત ઔંસ દીઠ 2,203.35 ડૉલર આસપાસ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીના મધ્યભાગથી સોનાના ભાવમાં વધારાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

બુધવારે યોજાયેલી અમેરિકન સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વની બેઠક પછી સોનાના ભાવમાં આ અચાનક તીવ્ર વધારો જોવા મળ્યો છે. US FED દ્વારા વ્યાજદર અંગે લેવાયેલા નિર્ણયને સોનામાં ઉછાળાનું કારણ ગણી શકાય. અમે તમને અહીં જણાવી દઈએ કે, ફેડરલ રિઝર્વે સ્પષ્ટપણે કહ્યું છે કે, મોંઘવારી દરમાં તાજેતરના વધારાથી નાણાકીય નીતિ પર કોઈ અસર નહીં પડે અને બેન્ચમાર્ક વ્યાજ દર 5.25-5.50 ટકા પર સ્થિર રહેશે. આ સાથે પોલિસી રેટમાં ત્રણ વખત ઘટાડો કરવાના સંકેતો પણ આપવામાં આવ્યા છે.

અમેરિકાના આ સમાચારની તાત્કાલિક અસર સોનાની કિંમતો પર જોવા મળી હતી અને બુધવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ પ્રતિ ઔંસ 2200 ડૉલરના આંકને વટાવી ગયા હતા, જ્યારે ગુરુવારે દેશમાં કોમોડિટી માર્કેટ ખુલતાની સાથે જ આ નવા શિખરો પણ પહોંચ્યા. આ પહેલા પણ સોનામાં ચાલી રહેલા વધારાને જોતા વિશ્લેષકોએ તે 2200 ડોલરને પાર કરી જવાની આશા વ્યક્ત કરી હતી. એક તરફ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ 75,915 રૂપિયા પ્રતિ કિલો પર ખુલ્યા બાદ MCX પર ચાંદી 75,775 રૂપિયાની નીચી સપાટીએ પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 25.63 ડૉલર પ્રતિ ઔંસની આસપાસ રહી હતી.

HDFC સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સીના વડા અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ફેડરલ રિઝર્વે દર સ્થિર રાખ્યા હોવાથી સોનાના ભાવ એક નવી ઊંચાઈએ પહોંચ્યા છે અને આ વર્ષે ઓછામાં ઓછા ત્રણ વખત વ્યાજદરમાં ઘટાડો કરવાની તેમની આગાહી પર અડગ રહ્યા. MOFSLના કોમોડિટી અને કરન્સી એનાલિસ્ટ માનવ મોદી પણ કહે છે કે, US FEDની બેઠક પહેલા સોના અને ચાંદીના ભાવ સ્થિર રહ્યા હતા, પરંતુ જ્યારે ફેડ દ્વારા પોલિસી દરો સ્થિર રાખવાની જાહેરાત કરવામાં આવી, ત્યારે અચાનક સોનાના ભાવમાં ઘટાડો શરૂ થયો હતો.

US ફેડરલ રિઝર્વના નિર્ણયની અસર માત્ર સોનાની કિંમત પર જ નહીં, પરંતુ ભારતીય શેરબજાર પર પણ સ્પષ્ટ દેખાઈ રહી છે અને તેના કારણે સેન્સેક્સ-નિફ્ટી તેજ ગતિએ ચાલી રહ્યા છે. સકારાત્મક વૈશ્વિક સંકેતોને કારણે, આ સમાચાર લખાય છે ત્યાં સુધી, BSEનો 30 શેરવાળો સેન્સેક્સ 751 પોઈન્ટ અથવા 1.04 ટકાના વધારા સાથે 72,852 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે NSEનો નિફ્ટી 235 પોઈન્ટ અથવા 1.08 ટકાના વધારા સાથે 22,074 પર ટ્રેડ કરી રહ્યો હતો.

શેરબજારમાં 11.30 વાગ્યા સુધીના વેપારના માત્ર બે કલાકમાં જ સેન્સેક્સમાં ઉછાળાને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓમાં રોકાણ કરનારા રોકાણકારોએ રૂ. 5.8 લાખ કરોડથી વધુની કમાણી કરી હતી. BSE (BSE MCap)નું માર્કેટ કેપિટલાઇઝેશન અગાઉના રૂ. 374.12 લાખ કરોડના બંધથી વધીને રૂ. 379.97 લાખ કરોડ થઇ ગયું છે.

(નોંધ : શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા, તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)

Related Posts

Top News

ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ સ્ટાર કિડે 'નાદાનિયાં' થી...
Entertainment 
ઋતિક રોશનની માતાને પસંદ ન આવી ઇબ્રાહિમ અને ખુશીની 'નાદાનિયાં'!

સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

ધૂળેટી અને જુમ્મેની નમાજ એક જ દિવસે થવાના કારણે નમાજના સમય અંગેની જે મૂંઝવણ હતી તે દૂર થઈ ગઈ છે....
National 
સંભલ અને કાનપુરમાં ધૂળેટીના દિવસે નમાઝ અદા કરવાને લઈને જામા મસ્જિદ કમિટીનો મોટો નિર્ણય

પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

બિહાર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) ના 1.50 લાખથી વધુ લાભાર્થીઓને તેમના વ્યક્તિગત બેંક ખાતાઓમાં જરૂરી રકમ જમા કરાવવા છતાં...
National 
પીએમ આવાસ યોજનાના 1.50 લાખ લાભાર્થીઓને મોકલવામાં આવી નોટિસ, સામે આવ્યું આ કારણ

હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

ગયા વર્ષે, દિવાળીના અવસર પર, કેન્દ્ર સરકારે 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના વૃદ્ધોને મફત તબીબી સારવારની સુવિધા...
Business 
હવે મોદી સરકાર 70 વર્ષ નહીં, પરંતુ આ ઉંમરના લોકોને પણ આપશે આયુષ્માન કાર્ડ!

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.
Khabarchhe Gujarati