શૂું સોનું સસ્તું થશે? દેશમાં પહેલીવાર મોટી ખાનગી કંપનીને સોનું કાઢવાની મંજૂરી

PC: weather.com

સોનું એક મૂલ્યવાન ધાતુ છે. ભારત એ દેશોમાં સામેલ છે, જ્યાં સોનાનો ખૂબ જ વધારે વપરાશ થાય છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટા ભાગનું સોનું આયાત જ કરે છે. હવે સારા સમાચાર એવા છે કે દેશની મોટી ખાનગી કંપની સોનાની ખાણમાંથી આગામી વર્ષ સુધીમાં સોનું કાઢવાની શરૂઆત કરી દેશે. અંગત ખાણ, જોનાગિરી ગોલ્ડ માઇન્સ આંધ્ર પ્રદેશના કુરનુલ જિલ્લામાં તુગ્ગલી મંડલમમાં સ્થિત છે. આ ખાણનો વિકાસ જિયોમૈસૂર સર્વિસિસ ઈન્ડિયા લિમિટેડ કરી રહી છે.

આ ખાણને વર્ષ 2013માં મંજૂરી આપવામાં આવી હતી. કંપનીને 8-10 વર્ષ ત્યાં સોનાની શોધ કરવામાં લાગી ગયા. જિયો મૈસૂર સર્વિસિસ ઈન્ડિયા લિમિટેડમાં ડેક્કન ગોલ્ડ માઇન્સની લગભગ 40 ટકા હિસ્સેદારી છે. ડેક્કન ગોલ્ડ માઇન્સ લિમિટેડ દેશની પહેલી અને અત્યાર સુધીની એકલી એવી ગોલ્ડ એક્સપ્લોરેશન કંપની છે, જે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ છે. ડેક્કન ગોલ્ડ માઇન્સ લિમિટેડ પાસે દેશથી બહાર પણ સોનાની ખાણો છે. કિર્ગિજસ્થાનમાં એક ગોલ્ડ માઇન પ્રોજેક્ટમાં કંપની પાસે 60 ટકા હિસ્સેદારી છે.

ન્યૂઝ એજન્સી PTIના એક રિપોર્ટ મુજબ, ભારતની સોનાની પહેલી ખાનગી ખાણમાં આગામી વર્ષે ઉત્પાદન શરૂ થઈ શકે છે. ડેક્કન ગોલ્ડ માઇન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેકટર હનુમા પ્રસાદના સંદર્ભે કહેવામાં આવ્યું છે કે જોનાગિરી ગોલ્ડ પ્રોજેક્ટમાં આગામી વર્ષના અંત સુધી એટલે કે ડિસેમ્બર 2024 સુધીમાં પ્રોડક્શન પૂરી ક્ષમતા ચાલુ થઈ જશે. હનુમા પ્રસાદે જણાવ્યું કે, જ્યારે એક વખત જોનાગિરી ગોલ્ડ પ્રોજેક્ટમાં ફૂલ સ્કેલ પ્રોડક્શન શરૂ થશે તો ત્યાં દર વર્ષે લગભગ 750 કિલોગ્રામ સોનાનું ઉત્પાદન થશે.

ખાણ પર અત્યાર સુધી લગભગ 200 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. અત્યારે ત્યાં પ્રાયોગિક ધોરણે કામ ચાલી રહ્યું છે અને દર મહિને લગભગ 1 કિલો સોનાનું ઉત્પાદન થઈ રહ્યું છે. ભારતમાં દર વર્ષે લગભગ 1.6 ટકા સોનાનું ઉત્પાદન થાય છે તો સોનાનો વપરાસ લગભગ આ ખાણોના માધ્યમથી 774 ટન છે. દેશમાં મોટા ભાગના સોનાના ભંડાર કર્ણાટકમાં સ્થિત છે. રાજ્યના કોલાર એહુટી અને ઉટી નામની ખાણોથી ભારે માત્રામાં સોનું કાઢવામાં આવે છે. કર્ણાટકમાં સોનાના 88 ટકા ભંડાર છે. એ સિવાય 12 ટકા ગોલ્ડ રિઝર્વ આંધ્ર પ્રદેશમાં સ્થિત છે, જ્યારે કેટલાક ભંડાર ઝારખંડમાં જોવા મળે છે.

હવે આપણા દેશમાં આપણે જોયું છે કે જે સેક્ટરમાં ખાનગી કંપનીઓ આવે છે તે સેક્ટરના ભાવોમાં ઘટાડો થાય છે. જેમ કે ટેલિકોમ, સિમેન્ટ સહિતના સેક્ટર્સ. શું હવે સોનાના ભાવો પણ ઘટશે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp