આટલા રૂપિયા સસ્તુ થયું સોનું, જાણો ભાવ

PC: indiatoday.com

સોના અને ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે સોનાની કિંમતોમાં થયેલો ઘટાડો આ અઠવાડિયે પણ ચાલું જ છે. સોમવારે ગોલ્ડ સસ્તુ થયું છે. MCX પર સોનાનો ભાવ આજે 58800 રૂપિયાની નજીક રહ્યો છે. તો ચાંદી પણ ગગડીને 69800 રૂપિયાની નજીક આવી છે. જણાવીએ કે પાછલા 3 મહિનામાં સોનાની કિંમતમાં લગભગ 2700 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. તો ચાંદી પણ 4700 રૂપિયા સસ્તી થઇ છે.

MCX પર ગોલ્ડ સસ્તુ

મલ્ટી કમોડિટી એક્સચેન્જ(MCX) પર આજે સોનાનો ભાવ 0.06 ટકાથી ઘટીને 58870 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલે પહોંચી ગયો છે. આ ઉપરાંત ચાંદી આજે 0.18 ટકાના ઘટાડાની સાથે 69850 રૂપિયા પ્રતિકિલો ગ્રામના લેવલ પર છે.

3 મહિનામાં 2700 રૂપિયા સસ્તુ થયું ગોલ્ડ

તમને જણાવીએ કે, 15 મેના રોજ સોનાનો ભાવ 61567 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલે પર હતો. તો 14 ઓગસ્ટ 2023ના રોજ 11.30 વાગ્યે એમસીએક્સ પર ગોલ્ડ 58887ના લેવલ પર છે. આ હિસાબે જોઇએ તો સોનાની કિંમતોમાં લગભગ 2700 રૂપિયાનો ઘટાડો આવ્યો છે.

આ ઉપરાંત ચાંદીના ભાવની વાત કરીએ તો 15 મેના રોજ ચાંદીનો ભાવ 74524 રૂપિયા પ્રતિ કિલો હતો. આજે ચાંદીનો ભાવ 69830 રૂપિયા પ્રતિ કિલો પર છે. આ હિસાબે ચાંદી પણ લગભગ 4700 રૂપિયા સસ્તુ થયું છે.

ઈન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો ત્યાં પણ સોના-ચાંદી સતત સસ્તુ થઇ રહ્યું છે. કોમેક્સ પર ગોલ્ડનો ભાવ 1950 ડોલર પ્રતિ ઓંસની નીચે રહ્યું છે. આ ઉપરાંત ચાંદી પણ 22.65 ડોલર પ્રતિ ઓંસના લેવલે ટ્રેડ થઇ રહ્યું છે.

જો તમે પણ માર્કેટમાં સોનાની ખરીદારી કરવા જઇ રહ્યા છો તો હોલમાર્ક જોઇને જ ગોલ્ડ ખરીદજો. સોનાની શુદ્ધતાને ચેક કરવા માટે સરકારની એપનો પણ ઉપયોગ કરી શકો છો. BIS Care App દ્વારા તમે ગોલ્ડની પ્યોરિટી ચેક કરી શકો છો કે તે ડુપ્લિકેટ છે કે પ્યોર છે. સાથે જ આ એપ દ્વારા તમે ફરિયાદ પણ દાખલ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp