ગોલ્ડ કરતા સિલ્વરે વધુ કમાણી કરાવી છે, આટલો વધ્યો ભાવ

PC: businesstoday.com

ગોલ્ડની કિંમતોમાં ઓગસ્ટ મહિનામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ચાંદીનો ભાવ પણ ઘટી રહ્યો છે. આ અઠવાડિયે ગોલ્ડના ભાવમાં મામૂલી વધારો જોવા મળ્યો. IBJA દ્વારા મળેલી જાણકારી અનુસાર, આ અઠવાડિયે ગોલ્ડમાં 325 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત ચાંદીના ભાવમાં 3248 રૂપિયા પ્રતિ કિલોની તેજી આવી છે. સોનાની સરખામણીમાં ચાંદીની કિંમતોમાં વધારે વધારો જોવા મળ્યો છે. આખા અઠવાડિયા દરમિયાન સોનાની સરખામણીમાં ચાંદીમાં 13 ગણી વધુ તેજી આવી છે.

જાણકારોનું કહેવું છે કે, સોલર પેનલ, 5જી ટેક્નોલોજીમાં વ્હાઈટ મેટલની વધતી ઔદ્યોગિક માગના કારણે ચાંદીની કિંમતોમાં તેજી નજર આવી શકે છે.

શું રહ્યો ગોલ્ડ-ચાંદીનો ભાવ

IBJA દ્વારા મળેલી જાણકારી અનુસાર, અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે ગોલ્ડનો ભાવ 58,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર બંધ થયો હતો. આ ઉપરાંત ચાંદીનો ભાવ 73695 રૂપિયા પ્રતિ કિલોના લેવલ પર બંધ થયો છે.

આખા અઠવાડિયે ગોલ્ડનો શું રહ્યો ભાવ

આ અઠવાડિયાની શરૂઆતમાં એટલે કે સોમવારે ગોલ્ડનો ભાવ 58,345 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર હતો. મંગળવારે સોનાનો ભાવ 58,548 રૂપિયા, બુધવારે સોનાનો ભાવ 58605 રૂપિયા, ગુરુવારે સોનાનો ભાવ 58787 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને શુક્રવારે 58670 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો છે.

ગ્લોબલ માર્કેટમાં કેવા છે હાલ

આંકડાથી મળેવી જાણકારી અનુસાર, સોનાની તુલનામાં ચાંદીની કિંમતોમાં વધારે તેજી જોવા મળી છે. ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો અહીં પર સોનાના ભાવમાં લગભગ 1914.60 ડૉલર પ્રતિ ઓંસના લેવલે છે. આ ઉપરાંત ચાંદી પણ 24.14 ડૉલર પ્રતિ ઓંસની આસપાસ જ ટ્રેડ કરી રહ્યું છે.

ચાંદી કયા લેવલ સુધી બની રહેશે

'Rich Dad Poor Dad'ના લેખક રોબર્ટ ટી.કિયોસાકીએ સોના-ચાંદીની કિંમતોને લઇ મોટી જાણકારી આપી છે. તેમણે આ સમયે ચાંદીને રોકાણ માટે બેસ્ટ ઓપ્શન ગણાવ્યો છે. કિયોસાકીએ આ વિશે ટ્વીટ કરી જાણકારી પણ આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે, ચાંદી હજુ પણ પોતાના રેકોર્ડ લેવલથી 50 ટકા નીચે બની છે. ચાંદી 3 થી 5 વર્ષ માટે 20 ડૉલર પર બની રહેશે અને આવનારા સમયમાં આ 100 ડૉલરથી 500 ડૉલર સુધી ચઢશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp