સોનાનો ભાવ ઓલટાઇમ હાઇથી આટલા રૂપિયા નીચે આવ્યો

PC: livemint.com

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 1લી ફેબ્રુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું તેના બીજા દિવસે સોનાનો ભાવ ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો અને 10 ગ્રામ દીઠ લગભગ  58882ની ઉપર પહોંચી ગયો હતો. આ પહેલાં ઓગસ્ટ 2020માં સોનાનો ભાવ ઓલટાઇમ હાઇ 57,000ની સપાટીએ પહોંચ્યો હતો. આ પછી ફેબ્રુઆરી 2023માં સોનાના ભાવે 60,000ની સપાટી વટાવી, પરંતુ આ લેવલ લાંબુ ટકી શકયું નહી અને છેલ્લાં 3 દિવસમાં ઓલટાઇમ હાઇથી સોનાના ભાવ 10 ગ્રામ દીઠ 1300 રૂપિયા જેટલા નીચે આવી ગયા છે. ચાંદીના ભાવમાં પણ ઘટવા તરફી ટ્રેન્ડ જોવા મળ્યો હતો.

સોના અને ચાંદી ખરીદનારા માટે  મહત્ત્વના સમાચાર છે. છેલ્લાં 3 દિવસથી સોનાનો ભાવ ઓલટાઇમ હાઇથી ઘટ્યો હતો, પરંતુ છેલ્લાં બે દિવસથી સામાન્ય વધી રહ્યો છે. ગુરુવારે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠના ભાવમાં 59 રૂપિયા વધ્યા હતા. તો ચાંદીના ભાવમાં કિલોએ 33 રૂપિયાનો સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. સોનાનો ભાવ 57538 અને ચાંદીનો ભાવ કિલોએ 68,000 રૂપિયા ચાલી રહ્યો છે.

બજેટ પછી એટલે કે 2જી ફેબ્રુઆરીએ સોનાનો ભાવ આમ તો 60,000ની ઉંચી સપાટી સુધી ગયો હતો, પરંતુ અંતે 58882 પર બંધ રહ્યો હતો.સોનાના આ ભાવે અત્યાર સુધીના બધા રેકોર્ડ તોડી નાંખ્યા હતા. 58882નું લેવલ એ સોનાનું ઓલટાઇમ હાઇ લેવલ હતું. એ પછી ધીમે ધીમે ભાવ ઘટયા અને  ઓલ ટાઇમ હાઇથી 1300 રૂપિયા સસ્તું થયું છે.

સોનાનામાં જુદા જુદા કેરેટ પ્રમાણે ભાવ પડતા હોય છે. અત્યારે તમારી સાથે જે વાત કરી રહ્યા છીએ તે 24 કેરેટ સોનાના ભાવની છે. એ સિવાય અત્યારે 23 કેરેટનો ભાવ 57366, 22 કેરેટનો ભાવ 52759, 18 કેરેટ સોનાનો ભાવ 43198 ચાલી રહ્યો છે, 14 કેરેટ સોનાનો ભાવ 33694 રૂપિયા ચાલે છે.

સોનામાં કરેલું રોકાણ સલામત હોવાનું આજે પણ લોકો માને છે. મુસીબતના સમયે અડધી રાત્રે સોનાની સામે તમને કોઇની પાસેથી પણ પૈસા મળી જાય. બુલિયન માર્કેટના વેપારીઓનું કહેવું છે કે દુનિયાના દેશોનું અર્થંતંત્ર અત્યારે ડામોડાળ છે અને દુનિયાની સેન્ટ્રલ બેંકો વ્યાજના દરમાં વધારો કરી રહી છે એટલે ઇન્ટરનેશનલ લેવલે ગોલ્ડમાં ડિમાન્ડ છે. જાણકારોના કહેવા મુજબ વર્ષ 2023માં સોનાના ભાવો થોડા ઉંચા જઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp