વિદેશથી ગૌતમ અદાણી માટે આવ્યા સારા સમાચાર, સોમવારે અદાણી ગ્રુપના શેરો ઉછળશે?

PC: sundayguardianlive.com

અદાણી ગ્રુપ અંગે અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ પછી છેલ્લા 1 મહિનાથી અદાણીના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. દરરોજ કંપનીના શેર લોઅર સર્કિટ સામે ઝઝૂમી રહ્યા છે. દરમિયાન અદાણી વિશે વિદેશમાંથી સારા સમાચાર આવ્યા છે. વૈશ્વિક રેટિંગ એજન્સી S&P (S&P) એ અદાણી ગ્રૂપને રાહત આપતાં મોનિટરિંગ કંપનીઓની યાદીમાંથી અદાણી ગ્રીનને હટાવી દીધી છે. અદાણી ગ્રીનને માત્ર મોનિટરીંગ કંપનીઓની યાદી દુર કરવામાં નથી આવી, પરંતુ  તેનું BB+ રેટિંગ પણ જાળવી રાખવામાં આવ્યું છે.

યુએસ ક્રેડિટ રેટિંગ એજન્સી S&P એ અદાણી ગ્રીન એનર્જિ  પર BB+ રેટિંગ જાળવી રાખ્યું છે. આ રાહતના સમાચાર બાદ રોકાણકારોનો વિશ્વાસ વધશે. રેટિંગ એજન્સીએ ડિસેમ્બર 2022માં અદાણી ગ્રીન એનર્જિને માપદંડ નિરીક્ષણ હેઠળ મુક્યું હતું. એજન્સીએ હવે તેને આ યાદીમાંથી બહાર કરી છે. તેમણે કહ્યું કે અદાણી ગ્રીનની સમીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને અદાણી ગ્રીન એનર્જિ લિમિટેડ RG2 સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર, અદાણી ગ્રીન પાસે ત્રણ ઓપરેટિંગ યુનિટ વર્ધા સોલર, કોઇંગલ સોલર અને અદાણી રિન્યુએબલ છે. અદાણી ગ્રીનના યુનિટ્સ 362.5 મિલિયન ડોલર સિનિયર સિક્યોર્ડ ફિક્સ્ડ રેટના 20-વર્ષના બોન્ડના સહ-ઇશ્યુઅર અને કો ગેરન્ટર્સ છે. . સતત ઘટાડાનો સામનો કરી રહેલી આ કંપની માટે આ રિપોર્ટ સંજીવનીથી ઓછો નથી. અદાણીના રોકાણકારોનો વિશ્વાસ પાછો આવશે.

જાણકારોનું માનવું છે કે આ સમાચાર ગૌતમ અદાણીની કંપની માટે સારા છે અને કદાચ તેની અસર સોમવારે જોવા મળશે. સોમવારે શેરબજારમાં અદાણી ગ્રુપની લિસ્ટેડ 10 કંપનીઓમાં ઉછાળો આવી શકે છે.

અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગે 24 જાન્યુઆરી 2023ના દિવસે અદાણી સામેનો 106 પાનાનો એક રિપોર્ટ બહાર પાડીને દુનિયાભરમાં ખળભળાટ મચાવી દીધો હતો. એ રિપોર્ટ બહાર પડ્યા પછી અદાણી ગ્રુપની કંપનીઓમાં જાણે ભૂકંપ આવ્યો હોય તેમ ભાવો કડડભૂસ  થઇ ગયા હતા અને 30 ટકાથી માંડીને 80 ટકા સુધી અદાણી ગ્રુપની કંપનીઓના ભાવો નીચે આવી ગયા. આની સાથે જ ગૌતમ અદાણીની નેટવર્થમાં મોટું ધોવાણ થઇ ગયું હતું અને માત્ર એકજ મહિનાની અંદર ગૌતમ અદાણીની નેટવર્થ 116 બિલિયન ડોલરથી ઘટીને 35 બિલિયન ડોલર પર આવી ગઇ છે. મતલબ કે 1 જ મહિનામા 81 અરબ ડોલરની સંપત્તિ ધોવાઇ ગઇ છે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે,શેરબજારમા રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હીતાવહ છે<

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp