આ સરકારી કંપનીઓમાં પૈસા રોકનારાઓની લાગી લોટરી, 6 મહિનામાં મળી રહ્યો છે ડબલ ફાયદો

PC: businesstoday.in

શેરબજારમાં નાણાંનું રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર છે. જો તમે પણ રોકાણ કરવા માટે કોઈ સ્ટોક જોઈ રહ્યા છો, તો આજે અમે તમને 5 એવી સરકારી કંપનીઓના શેર વિશે જણાવીએ છે, જેણે રોકાણકારોને મોટું રિટર્ન આપ્યું છે. મંગળવારના ટ્રેડિંગ સેશનમાં આ સરકારી કંપનીઓના શેરમાં જોરદાર વધારો રહ્યો છે.

લિસ્ટમાં કોણ છે સામેલ?

અહીં તમને જણાવી દઈએ કે, આ શેરોના લિસ્ટમાં UCO બેંક, રેલ વિકાસ નિગમ લિમિટેડ, પંજાબ એન્ડ સિંધ બેંક, માઝગોન ડૉક શિપબિલ્ડર્સ, યુનિયન બેન્ક ઑફ ઈન્ડિયા સામેલ છે.

6 મહિનામાં 225 ટકા વધ્યો સ્ટોક

માઝગોન ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડના શેરમાં મંગળવારના રોજ 5.55 ટકાનો વધારો રહ્યો છે, જેના પછી સ્ટૉકની કિંમત 43 રૂપિયાથી વધુની તેજીની સાથે 831.90ના લેવલ પર પહોંચી ગઈ છે. જ્યારે, છેલ્લા 6 મહિનામાં શેરમાં 225.85 ટકાનો વધારો રહ્યો છે. આ સમયગાળામાં શેરની કિંમત 576.60 રૂપિયા વધી છે.

યુકો બેંકના શેરમાં પણ થયો વધારો

યુકો બેંકના શેરની વાત કરીએ, તો કાલે આ સ્ટોક 4.94 ટકાની તેજીની સાથે વધ્યો છે અને આ વધારા બાદ શેર 32.90 રૂપિયાના લેવલ પર પહોંચી ગયો છે. જ્યારે, છેલ્લા 6 મહિનામાં આ સ્ટોક 195.07 ટકા વધ્યો છે.

રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરમાં પણ રહી તેજી

સરકારી કંપની રેલ વિકાસ નિગમ લિમિટેડનો શેર પણ 4.96 ટકા વધીને 71.95ના લેવલ પર પહોંચી ગયો. RVNLના શેરોએ છેલ્લા એક વર્ષથી પણ ઓછા સમયમાં લોકોને 146%નું રિટર્ન આપ્યું છે. રેલ વિકાસ નિગમના શેર 24 ફેબ્રુઆરી, 2022ના રોજ BSEમાં 29 રૂપિયાના સ્તર પર હતા. કંપનીના શેર 3 જાન્યુઆરી, 2023ના રોજ BSEમાં 71.95 પર બંધ થયા છે. જ્યારે, છેલ્લા 6 મહિનામાં સરકારી કંપનીના શેરમાં 137.85 ટકાનો ગ્રોથ રહ્યો છે. આ સિવાય પંજાબ એન્ડ સિંધ બેંકના શેરમાં પણ 6 મહિનામાં 125.17 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. આ સિવાય યુનિયન બેંકનો શેર છેલ્લા 6 મહિનામાં 136.60 ટકાના વધારા સાથે 82.10 રૂપિયાના લેવલ પર પહોંચી ગયો છે. રેલ વિકાસ નિગમના શેરોનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર 84.15 રૂપિયા છે.

યુકો બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના શેરોએ છેલ્લા એક વર્ષથી ઓછા સમયમાં રોકાણકારોને 212 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે. યુકો બેંકના શેર 20 જૂન, 2022ના રોજ 10.55 રૂપિયાના સ્તર પર હતા. બેંકના શેર 3 જાન્યુઆરી, 2023ના રોજ 32.90 રૂપિયા પર બંધ થયા છે. બેંકના શેરોએ આ સમયગાળામાં 212 ટકાની નજીક રિટર્ન આપ્યું છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના શેરોએ પણ એક વર્ષથી ઓછા સમયમાં 145%થી વધુ રિટર્ન આપ્યું છે. યુનિયન બેન્કના શેર 12 મે, 2022ના રોજ BSEમાં 33.55ના સ્તર પર હતું. બેંકના શેર 3 જાન્યુઆરી, 2023ના રોજ 82.20 રૂપિયા પર બંધ થયા છે. પંજાબ એન્ડ સિંધ બેંકના શેરોએ પણ એક વર્ષથી ઓછા સમયમાં 145 ટકાથી વધુનું રિટર્ન રોકાણકારોને આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp