જૂની નેમપ્લેટ પર હીરોનો નવો દાવ! નવી બાઇક લોન્ચ કરવાની તૈયારી

PC: hero.com

દેશની અગ્રણી ટુ-વ્હીલર ઉત્પાદક Hero MotoCorp ટૂંક સમયમાં સ્થાનિક બજારમાં તેની નવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ તેની નવી બાઇકનો ટીઝર વીડિયો પણ જાહેર કર્યો છે, જે મુજબ તે 29 ઓગસ્ટ, 2023ના રોજ લોન્ચ થશે. જો કે નવા મોડલના નામ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે, હીરો ફરી એકવાર કરિઝમાને નવા અવતારમાં લોન્ચ કરી શકે છે. કંપનીએ તાજેતરમાં તેની ડીલરશીપ મીટમાં આ બાઇકનું પ્રદર્શન કર્યું હતું.

Hero Karizmaને મે 2003માં કંપની દ્વારા પ્રથમ વખત લોન્ચ કરવામાં આવી હતી, જ્યારે Hero અને Honda સંયુક્ત સાહસ તરીકે ભારતમાં વ્યાપાર કરી રહ્યા હતા. તે વર્ષ 2006માં ફરી એકવાર અપડેટ કરવામાં આવ્યું હતું. પાછળથી વર્ષ 2007માં કંપનીએ Karizma R લોન્ચ કર્યું અને સપ્ટેમ્બર 2009માં કંપનીએ Karizma ZMR રજૂ કર્યું. તેને પ્રોગ્રામ્ડ ફ્યુઅલ ઇન્જેક્ટેડ એન્જિન સાથે રજૂ કરવામાં આવ્યું હતું, વર્ષ 2019માં માંગમાં ઘટાડો થવાને કારણે કંપનીએ આ બાઇકનું ઉત્પાદન બંધ કરી દીધું હતું.

વર્ષ 2003 દરમિયાન, જ્યારે બજાજ ઓટો તેની પલ્સર રેન્જ સાથે 200cc સેગમેન્ટમાં વેગ પકડી રહી હતી, ત્યારે કંપની દ્વારા 223cc એર-કૂલ્ડ એન્જિન સાથે Karizma રજૂ કરવામાં આવી હતી. આ એન્જિન 20PS પાવર અને 19Nm ટોર્ક જનરેટ કરતું હતું. જો કે નવા મોડલના સ્પેસિફિકેશનની વિગતો વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ સંભવતઃ તેને નવા અપડેટેડ 210cc લિક્વિડ-કૂલ્ડ એન્જિન સાથે રજૂ કરવામાં આવશે.

જેમ કે કંપનીએ આગળ ઉલ્લેખ કર્યો છે તેમ, તેમાં 210cc લિક્વિડ-કૂલ્ડ એન્જિન આપવામાં આવી શકે છે, અને તે સંપૂર્ણપણે નવા પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે. જો કે તેના પાવર આઉટપુટ વિશે હજુ સુધી કોઈ આંકડો આપવામાં આવ્યો નથી, એવું માનવામાં આવે છે કે, આ એન્જિન 25 Bhpનો પાવર જનરેટ કરવામાં સક્ષમ હશે. આ એન્જિન 6-સ્પીડ ટ્રાન્સમિશન ગિયરબોક્સથી સજ્જ હશે.

સ્ટાઇલ વિશે વાત કરીએ તો, Karizma Z\XMR સ્લીક હેડલેમ્પ્સ, ટુ-પીસ સીટ, ડ્યુઅલ-ટોન ફ્યુઅલ ટેન્ક અને નેરો ટેલ સેક્શન સાથે સ્પોર્ટી ફેરિંગ મેળવે છે. તેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી અને અન્ય ફીચર્સ વચ્ચે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ મળવાની શક્યતા છે. Karizma XMRને સ્ટાઇલિશ એલોય વ્હીલ્સ સાથે બંને છેડે ડિસ્ક બ્રેક્સ મળશે. તે અપસાઇડ-ડાઉન ફોર્ક્સને બદલે આગળના ભાગમાં પરંપરાગત ટેલિસ્કોપિક સસ્પેન્શન મેળવી શકે છે, જ્યારે પાછળના ભાગમાં મોનોશોક સસ્પેન્શન આપી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp