Hero Vida V1 ઈલેક્ટ્રિક સ્કૂટરની કિંમતમાં મોટો ઘટાડો! માત્ર આટલા પૈસા આપવા પડશે

PC: motoringworld.in

Hero MotoCorpએ ગયા વર્ષે તેની Vida બ્રાન્ડ હેઠળ બે ઇલેક્ટ્રિક સ્કૂટર Vida V1 Plus અને V1 Pro લૉન્ચ કર્યા હતા. જ્યારે આ સ્કૂટર્સને પહેલીવાર માર્કેટમાં લૉન્ચ કરવામાં આવ્યા ત્યારે તેમની કિંમત અનુક્રમે રૂ. 1.45 લાખ અને રૂ. 1.59 લાખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ હવે કંપનીએ આ બંને સ્કૂટરની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે. તેથી જો તમે પણ સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ તમારા માટે વધુ સારી તક હોઈ શકે છે.

કંપનીએ બંને સ્કૂટરની કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે. Vida V1 Plus ને પહેલેથી જ 25,000 રૂપિયાની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે V1 Proની કિંમતમાં 19,000 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે. કિંમતમાં ઘટાડા પછી, Vida V1 Plusની કિંમત અનુક્રમે રૂ. 1.20 લાખ અને V1 Proની કિંમત રૂ. 1.40 લાખ છે. Hero MotoCorpએ સ્કૂટરની કિંમત સિવાય કોઈ ફેરફાર કર્યો નથી. રસ ધરાવતા ગ્રાહકો આ સ્કૂટર્સ માત્ર રૂ.499માં બુક કરાવી શકે છે.

V1 Plusમાં, કંપનીએ 3.44 kWh ક્ષમતાનો બેટરી પેક આપ્યો છે, જે દરેક 1.72 kWhના બે બેટરી સેટ સાથે આવે છે. આ બહાર નિકાળી શકાય તેવી બેટરીઓ છે, જેને જરૂરિયાત મુજબ દૂર કરી શકાય છે. કંપનીનો દાવો છે કે તેની IDC રેન્જ 143 Km છે અને વાસ્તવિક દુનિયામાં આ સ્કૂટર એક ચાર્જ પર 85 Km સુધીની મુસાફરી કરી શકે છે. આ 124 કિલોના ઇલેક્ટ્રિક સ્કૂટરમાં કંપનીએ ત્રણ રાઇડિંગ મોડ આપ્યા છે, જેમાં ઇકો, રાઇડ અને સ્પોર્ટ મોડ સામેલ છે. બંને સ્કૂટરના પાવર અને પરફોર્મન્સ વિશે વાત કરીએ તો તેની ટોપ સ્પીડ 80 kmph છે. તેની ઇલેક્ટ્રિક મોટર 6 kWની પીક પાવર અને 25 Nm ટોર્ક જનરેટ કરે છે.

V1 Proમાં, કંપનીએ 3.94 kWh ક્ષમતા (2x1.97 kWh)નો બેટરી પેક આપ્યો છે. તેની IDC રેન્જ 165 કિમી છે અને વાસ્તવિક દુનિયામાં આ સ્કૂટર 95 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપવામાં સક્ષમ છે. કંપનીનો દાવો છે કે Pro Modz માત્ર 3.2 સેકન્ડમાં 0 થી 40 kmphની ઝડપ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ પણ 80 kmph છે.

બંને સ્કૂટર્સ અંગે કંપનીનો દાવો છે કે તેમની બેટરી ઝડપી ચાર્જરથી માત્ર 65 મિનિટમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે, જ્યારે બેટરીને સંપૂર્ણ ચાર્જ થવામાં લગભગ 5 કલાક અને 15 મિનિટનો સમય લાગે છે. વિશેષતા તરીકે, આ સ્કૂટર્સમાં 7-ઇંચની TFT ટચ ડિસ્પ્લે છે, જે ડાર્ક અને ઓટો મોડ્સ સાથે આવે છે. તેમાં LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે, આ સિવાય બ્રેકિંગ માટે ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં ડ્રમ બ્રેક આપવામાં આવી છે.

અન્ય સુવિધાઓમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, એન્ટી થેફ્ટ એલાર્મ, ટ્રેક માય બાઇક, જીયોફેન્સ, રિમોટ ઇમોબિલાઇઝેશન, વ્હીકલ ડાયગ્નોસ્ટિક, SOS એલર્ટ બટન, ફોલો મી હોમ લાઇટ, કીલેસ એન્ટ્રી, ઇલેક્ટ્રોનિક સીટ અને હેન્ડલ લોક, ક્રુઝ કંટ્રોલ, બંને તરફ ફરી શકે તેવું એક્સલેટર (થ્રોટલ), અને ઇનકમિંગ કોલ એલર્ટ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp