ઓસ્ટ્રેલિયાની જેમ ભારતના આ રાજ્યના રસ્તા ચમકશે, રાત્રે ડ્રાઇવીંગ કરવું સરળ બનશે

PC: thequint.com

પહાડી વિસ્તારોમાં વરસાદી સિઝન અને રાત્રીના સમયે અંધારાને કારણે થતા માર્ગ અકસ્માત રોકવા માટે હિમાચલ સરકાર એક પ્રસંશનીય પગલું ભરવા જઇ રહી છે. હિમાચલ સરકારના મત્રીએ યુરોપ અને ઓસ્ટ્રેલિયાના રોડ પર ઉપયોગમાં લેવાતા નાઇટ ગ્લો પેઇન્ટની તસ્વીરો શેર કરી છે.

મોટાભાગે રાત્રીના સમયે રસ્તા પર અકસ્માતની સંખ્યા વધી જતી હોય છે. તેમાં પણ પહાડી વિસ્તારોમાં તો રાતના સમયે વાહન ચલાવવું ઘણું મુશ્કેલ હોય છે. એવામાં હિમાચલ પ્રદેશના રસ્તાઓ પર ડ્રાઇવીંગ સરળ બનાવવા માટે હિમાચલ પ્રદેશની સરકાર રસ્તાઓ પર નાઇટ ગ્લો પેઇન્ટ લગાવવાનો વિચાર કરી રહી છે. આ પેઇન્ટ રાતના સમયે રેડિયમની જેમ ચમકશે, જેને લીધે વાહન ચાલકને પોતાની લાઇનમાં વાહન ચલાવવાની ખબર પડશે.

હિમાચલ પ્રદેશના PWD મંત્રી વિક્રમાદિત્ય સિંહે નાઇટ ગ્લો પેઇન્ટના ઉપયોગની વાત કરી છે. તેમણે કહ્યું કે, હાલના સમયમાં આ ટેકનિક ઓસ્ટ્રેલિયામાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે.હિમાચલ પ્રદેશ સરકાર બધા રસ્તાઓને નાઇટ ગ્લો પેઇન્ટ લગાવવા માટે વિચારી રહી છે. તેમણે કહ્યુ કે, જો આ પ્રયોગ સફળ રહેશે તો પ્રદેશના બધા રસ્તાઓ પર નાઇટ ગ્લો પેઇન્ટ લગાવવામાં આવશે.મંત્રીએ કહ્યું કે માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવાનો અમારો હેતુ છે.

રસ્તા પર ઉપયોગમાં લેવાતા નાઇટ ગ્લો પેઇન્ટમાં સામાન્ય રીતે Photoluminescenceનો ઉપયોગ કરવામાં આવે છે. આને કારણે રસ્તા પર લગાવવામાં આવેલા પેઇન્ટ રેડિયમની જેમ ચમકી ઉઠે છે અને વાહન ચાલકને પોતાની લેન સ્પષ્ટ રીતે દેખાઇ છે. આ ટેકનિક એ વિસ્તારોમાં પણ વધારે કારગર સાબિત થશે જ્યાં રસ્તા કિનારે સુરક્ષા ન હોય.

હિમાચલ સરકારના  PWD મંત્રીએ કહ્યું કે, રાતના અંધકારમાં ઘણી વખત એવું બને છે કે ડ્રાઇવરને રસ્તા પર સ્પષ્ટ નહીં દેખાવાને કારણે વાહન રોડની બહાર ઉતરી જાય છે અને તેને કારણે અકસ્માતની સંભાવના વધી જાય છે. નાઇટ ગ્લો પેઇન્ટને કારણે વાહનચાલકોને ઘણી રીતે સરળતા રહેશે.

હિમાચલ પ્રદેશમાં દર વર્ષે 3 હજાર જેટલા માર્ગ અકસ્માત થઇ રહયા છે. વર્ષ 2017માં 3114 રોડ એક્સિડન્ટમાં 1203 લોકોના મોત થયા હતા. વર્ષ 2022માં 2597 માર્ગ અકસ્માત થયા હતા અને 1032 લોકોના મોત થયા હતા.

હિમાચલમાં અત્યાર સુધીમાં કુલ 6509 બ્લેક સ્પોટ ચિહ્નિત કરવામાં આવ્યા છે. જેમાંથી 5350 ખતરનાક પોઇન્ટને સુધારી દેવામાં આવ્યા છે, બાકીના રસ્તા પર કામ ચાલી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp