SEBIએ સુપ્રીમ કોર્ટને કહ્યું, કેસની તપાસમાં 15 મહિના લાગશે, અદાણીએ કહ્યું...

PC: publicfrontnews.com

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ અદાણી ગ્રુપ સામેના આરોપોની તપાસ માટે સુપ્રીમ કોર્ટ પાસે વધુ 6 મહિનાનો સમય માંગ્યો છે. માર્ચમાં હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે સેબીને તપાસ કરવા કહ્યું હતું. 24 જાન્યુઆરીના રોજ, હિંડનબર્ગે તેના અહેવાલમાં અદાણી જૂથ પર સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડમાં સામેલ હોવાનો આરોપ મૂક્યો હતો. આ અંગે ભારે હોબાળો થયો હતો. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. 2 માર્ચે કોર્ટે SEBIને આદેશ આપ્યો હતો કે અદાણી પરના આરોપોની તપાસ કરીને 2 મહિનામાં રિપોર્ટ સોંપવામાં આવે. પરંતુ SEBIએ કોર્ટને કહ્યું કે કેસની જટિલતાને ધ્યાનમાં રાખીને તપાસમાં વધારે સમય લાગશે.

કોર્ટમાં સેબીની અરજી બાદ અદાણી ગ્રુપે પણ નિવેદન જારી કરીને જણાવ્યું છે કે એ નોંધવું મહત્વપૂર્ણ છે કે સેબીએ સુપ્રીમ કોર્ટમાં કોઈપણ કથિત ગેરરીતિના કોઈ પુરાવા આપ્યા નથી. SEBIએ શોર્ટ સેલર્સ (હિંડનબર્ગ)ના રિપોર્ટમાં માત્ર આરોપોનો જ ઉલ્લેખ કર્યો છે, જેના પર હજુ તપાસ ચાલી રહી છે. અદાણી ગ્રુપે મીડિયાને અપીલ કરી છે કે આ સમયે મીડિયા કોઇ પણ બિનજરૂરી અટકળો ન લગાવે અને સેબી અને એક્સપર્ટ કમિટીની તપાસ રિપોર્ટની રાહ જુએ. અદાણી ગ્રુપે કહ્યું કે તેઓ સેબીને તપાસમાં પુરી રીતે મદદ કરી રહ્યા છે.

SEBIએ કોર્ટને કહ્યું કે હિંડનબર્ગના રિપોર્ટમાં જે 12 શંકાસ્પદ ટ્રાન્ઝેકશન વિશે કહેવામાં આવ્યું છે તે ખાસ્સું જટીલ છે. આ તપાસ કરતા ઓછામાં ઓછા 15 મહિનાનો સમય લાગી શકે છે. SEBIએ કહ્યું  અમે આ તપાસ 6 મહિનામાં પુરી કરવાની પુરી કોશિશ કરીશું. SEBIએ  કોર્ટને કહ્યું કે,સુપ્રીમ કોર્ટ દ્રારા જે એક્સપર્ટ કમિટી બનાવવામાં આવી છે તેમની સાથે 2 વખત બેઠક થઇ છે અને કમિટીને તપાસ વિશે જાણકારી આપવામાં આવી છે. SEBIએ આગળ કહ્યું કે કેસની તપાસ માટે સ્થાનિક અને વિદેશી બેંકોના સ્ટેટમેન્ટ તપાસવ  પડશે. વિદેશી બેંકો પાસેથી સ્ટેટમેન્ટ લેના માટે ત્યાંના નિયામકોની મદદ લેવી પડશે અને આ પ્રક્રિયામાં ખાસ્સો સમય જશે.SEBIએ એ પણ કહ્યું કે આવી તપાસ અમેરિકામાં 9 મહિનાથી 5 વર્ષ સુધી ચાલતી હોય છે.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે આ મામલાની તપાસ માટે 2 માર્ચે 6 સભ્યોની સમિતિની રચના કરી હતી. આ મામલે સેબી દ્વારા કરવામાં આવી રહેલી તપાસ ચાલુ રાખવાનો પણ આદેશ આપ્યો હતો. આ કેસમાં સેબીના નિયમોની કલમ 19નું ઉલ્લંઘન થયું છે કે કેમ તેની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, શું શેરના ભાવમાં કોઇ હેરાફેરી થઈ છે?

24 જાન્યુઆરી 2024ના દિવસે અમેરિકાની રિસર્ચ કંપની હિંડનબર્ગે અદાણી સામે આરોપ મુકતો એક રિપોર્ટ બહાર પાડ્યો હતો જેને કારણે અદાણી ગ્રુપ કંપનીના શેરો અને ગૌતમ અદાણીને નેટવર્થમાં મોટા ગાબડાં પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp