26th January selfie contest

હિંડનબર્ગે આ કંપનીની પોલ ખોલી દીધી, જેના કારણે 1 દિવસમા 526 મિલિયન ડોલર ડૂબી ગયા

PC: britannica.com

અદાણી ગ્રુપમાં ત્સુનામી લાવ્યા બાદ અમેરિકન શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચે ગુરુવારે કહ્યું કે તેણે Block Incના શેર્સને શોર્ટ કર્યા છે. હિંડનબર્ગ રિસર્ચે પોતાના રિપોર્ટમાં કહ્યું કે, કંપનીએ યુઝર અકાઉન્ટ વધારીને દેખાડ્યા, તો કસ્ટમર બનાવવા પર આવેલા ખર્ચને ઘટાડીને દેખાડ્યો છે. હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યા બાદ પ્રીમાર્કેટ ટ્રેડમાં બ્લોકના શેરોમાં 18 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. હિંડનબર્ગ રિસર્ચે પોતાના રિપોર્ટમાં કહ્યું કે, છેલ્લા 2 વર્ષોની ઇન્વેસ્ટિગેશનમાં તેણે જોયું કે બ્લોકે વ્યવસ્થિત રૂપે ડેમોગ્રાફિક્સનો લાભ ઉઠાવ્યો છે, જેની મદદ કરવાનો તે દાવો કરે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બ્લોકના બિઝનેસ પાછળ જાદુ ડિરપ્ટિવ ઇનોવેશન નથી, પરંતુ ઉપભોક્તાઓ અને સરકાર વિરુદ્ધ છેતરપિંડી કરવાનો તેનો ઇરાદો છે. સાથે જ રેગ્યુલેશનથી બચવા, પ્રીડેટરી લોકના ડ્રેસઅપ, રિવોલ્યૂસનરી ટેક્નોલોજી, રોકાણકારોને ભ્રમિત અને મેટ્રિક્સને વધારીને રજૂ કરવામાં આવ્યા છે. હિંડનબર્ગના રિપોર્ટ મુજબ, તેમાં પૂર્વ કર્મચારીઓ, પાર્ટનર્સ અને ઉદ્યોગ વિશેષજ્ઞો સાથે વાત કરી જે તેમાં સામેલ હતા. તેણે રેગ્યુલેટરી અને કેસોના રેકોર્ડની પણ સમીક્ષા છે અને એ સિવાય FOIA અને અનુરોધોવાળા સાર્વજનિક રેકોર્ડની સ્ટડી કરવામાં આવી છે.

હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં કહ્યું કે, જેક ડોર્સીએ 5 બિલિયન ડોલરનું સામ્રાજ્ય ઊભું કરી લીધું છે. સાથે જ એવો આરોપ લગાવવામાં અવાયો કે જેક ડોર્સી અને કંપનીના ટોપ એક્ઝિક્યુટિવે એક અબજ ડોલરના શેર વેચી નાખ્યા છે. ઉલ્લેખનીય છે કે જેક ડોર્સી ટ્વીટરના કો-ફાઉન્ડર અને CEO રહી ચૂક્યા છે. આ અગાઉ 24 જાન્યુઆરી 2023ના રોજ હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપના શેરોને શોર્ટ કર્યા હતા. રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર સ્ટોક્સમાં હેરાફેરી અને અકાઉન્ટિંગ ફ્રોડનો આરોપ લગાવતા રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો.

રિસર્ચ રિપોર્ટમાં ગ્રુપ પર ભારે ભરકમ લોનનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારબાદ અદાણી ગ્રુપના શેર બજારમાં લિસ્ટેડ સ્ટોક્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ પ્રકાશિત થયા બાદ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ અદાણી ગ્રુપના બધા 10 શેરોનું માર્કેટ કેપિટલાઈઝેશન (MCAP) 19 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 7.11 લાખ કરોડ રૂપિયા આવી ગયા. અદાણી સામ્રાજ્ય પર હિંડનબર્ગના રિપોર્ટની અસરની વાત કરીએ તો નવું વર્ષ શરૂ થવા અગાઉ અદાણી દુનિયાના અમીરોની લિસ્ટમાં ચોથા નંબર પર હતા અને તેમની નેટવર્થ 120 અબજ ડોલરની આસપાસ હતી.

24 ફેબ્રુઆરીના રોજ હિંડનબર્ગનો રિપોર્ટ પ્રકાશિત થવાના આગામી દિવસે એટલે કે 25 જાન્યુઆરીથી અદાણીની કંપનીના શેરોમાં એવી ત્સુનામી આવી, જેણે 2 મહિનામાં તેમને પહેલા બિલિનેયર લિસ્ટમાં ટોપ-10માંથી બહાર કર્યાં પછી ટોપ-20માંથી પણ કાઢી દીધા. ફેબ્રુઆરીના અંત સુધીમાં તેઓ અમીરોની લિસ્ટમની નીચે સરકીને 34માં નંબર પર પહોંચી ગયા હતા. જો કે, હવે અદાણીના શેરોમાં થોડી રિકવરી જોવા મળી રહી છે અને તે 53 અબજ ડોલરના નેટવર્થ સાથે લિસ્ટમાં 21માં નંબર પર પહોંચી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp