બે લાખ કરોડની લોન કેવી રીતે ચૂકવશો? જાણો ગૌતમ અદાણીનો જવાબ
એક મેગેઝિન દ્વારા વર્ષ 2022ના ન્યૂઝમેકર તરીકે ચૂંટાયેલા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ઈન્ટરવ્યુ દરમિયાન ખુલીને વાત કરી હતી. દરમિયાન, જ્યારે તેમના જૂથ પર 2 લાખ કરોડ રૂપિયાના જંગી દેવું વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે આંકડા સાથે જવાબ આપ્યો. તેમણે કહ્યું કે માત્ર બે પ્રકારના લોકો જ આવો અવાજ કરે છે. આવો જાણીએ તેમણે શું કહ્યું...
ગ્રુપ એડિટોરિયલ ડાયરેક્ટર (પ્રકાશન), ઇન્ડિયા ટુડે ગ્રુપ, રાજ ચેંગપ્પાએ એશિયાના સૌથી ધનિક વ્યક્તિને પૂછ્યું કે, તમારા ટીકાકારોની એક ચિંતા એ છે કે અદાણી જૂથ પર ઘણું દેવું છે, લગભગ બે લાખ કરોડનું દેવું. છેવટે, તમે કેવી રીતે ખાતરી આપશો કે તમે તેને ચૂકવી શકો છો? તેના જવાબમાં ગૌતમ અદાણીએ કહ્યું, 'જુઓ, હું પોતે પણ આવી બાબતોથી આશ્ચર્યચકિત છું, કારણ કે અમે આર્થિક સ્તરે મજબૂત અને સુરક્ષિત છીએ.'
આવી વાતો કરનારા લોકો પર નિશાન સાધતા ગૌતમ અદાણીએ કહ્યું કે, આ પ્રકારનો અવાજ ફક્ત, બે પ્રકારના લોકો જ કરી રહ્યા છે. પ્રથમ, જેમની પાસે અમારી નાણાકીય સ્થિતિ અને દેવા વિશે સંપૂર્ણ માહિતી નથી રાખતા. જો તેઓ સમજી જશે, તો લોન અંગેની તમામ ગેરસમજો તરત જ દૂર થશે. તેમણે વધુમાં કહ્યું કે, એક અલગ પ્રકારના અંગત સ્વાર્થી લોકો જબરજસ્તીથી વહેમ ઉભો કરી રહ્યા છે અને અમારી પ્રતિષ્ઠાને કલંકિત કરી રહ્યા છે.
આંકડાઓ રજૂ કરતાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા નવ વર્ષમાં અમારો નફો અમારા દેવા કરતાં બમણી ઝડપે વધી રહ્યો છે. આ કારણે અમારું દેવું અને EBITDA રેશિયો 7.6 થી ઘટીને 3.2 પર આવી ગયો છે. આ આંકડો છે જેનાથી અમારા જૂથની સાચી નાણાકીય સ્થિતિની ખબર પડે છે. તેમણે કહ્યું કે, અમારી મોટાભાગની કંપનીઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસમાં છે, જ્યાં નક્કર રોકડ પ્રવાહ થતો હોય છે, નહિ કે ઉત્પાદનની જેમ, આ એક મોટું કારણ છે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓએ અમને ભારતના સાર્વભૌમ રેટિંગની લેવલમાં રાખ્યા છે.
આને એક મહાન સિદ્ધિ ગણાવતાં ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, ભારતમાં આટલી બધી કંપનીઓ ધરાવતું માત્ર અદાણી ગ્રુપ જ સાર્વભૌમ રેટિંગ ધરાવે છે, તે મારા માટે ગર્વની વાત છે. ગૌતમ અદાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓ ખૂબ જ કાળજીપૂર્વક રેટિંગ આપે છે અને તેમની આકારણીની પદ્ધતિ પણ ખૂબ જ મજબૂત હોય છે. અદાણી ગ્રુપની આર્થિક સ્થિતિ અંગે તેમણે સિમેન્ટ સેક્ટરમાં થયેલી મોટી ખરીદીનું ઉદાહરણ આપ્યું હતું. અદાણીએ જણાવ્યું હતું કે મૂળભૂત રીતે મજબૂત નાણાકીય ક્ષમતાને કારણે અમે માત્ર ત્રણ મહિનામાં ACC અને અંબુજાને ખરીદી શક્યા છીએ.
રાજ ચેંગપ્પાનો ગૌતમ અદાણીને આગળનો પ્રશ્ન પણ લોન અંગેનો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, એ પણ ચિંતાનો વિષય છે કે ઘણી ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકોએ તમને મોટી લોન આપી છે. આ પ્રશ્નના જવાબમાં ગૌતમ અદાણીએ કહ્યું હતું કે, લોકો તપાસ કર્યા વિના ચિંતા વ્યક્ત કરે છે. તેમણે કહ્યું કે, સાચી વાત એ છે કે 9 વર્ષ પહેલા અમારી 86 ટકા લોન ભારતીય બેંકોની હતી જે હવે ઘટીને માત્ર 32 ટકા જ રહી ગઈ છે. અમારું લગભગ 50 ટકા દેવું હવે આંતરરાષ્ટ્રીય બોન્ડ્સનું છે. તમે સમજી શકો છો કે, આંતરરાષ્ટ્રીય રોકાણકાર સંપૂર્ણ તપાસ કર્યા પછી જ ક્યાંક રોકાણ કરતા હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp