મેં તો સી.આર.પાટીલ પાસેથી જમીન લીધી હતી, રૂ. 600 કરોડના દંડ અંગે ગજેરાનો જવાબ

PC: ndtv.com

સુરતમાં GIDC (Gujarat Industrial Development Corporation)એ ડાયમંગ કિંગ વસંત ગજેરાની લક્ષ્મી ઇન્ફ્રા ડેવલપર્સને 600 કરોડ રૂપિયાનો દંડ ભરવા માટે નોટિસ પાઠવી છે. એના અનુસંધાનમાં અમે વસંત ગજેરા સાથે જ્યારે વાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે, અમને કોઇ ચિંતા નથી. કારણ કે અમારે કોઇ રૂપિયા ભરવાના થતા નથી. કોઇ ગેરસમજ થઇ છે. નોટિસ મળી છે તો અમે જવાબ આપીશું. સાથે સાથે વસંત ગજેરાએ એમ પણ કહ્યુ હતું કે આ જમીન તો મેં C R પાટીલ પાસેથી ખરીદી હતી. તેમણે બધું ક્લીયર કરીને જ અમને જમીન આપી હતી. અમે આ અંગે સી.આ. પાટિલ સાથે પણ વાત કરી હતી તેમનું કહેવું હતું કે તે જમીન તો રેસિડેન્સની હતી.  

સચીન  GIDCમાં આવેલા લક્ષ્મી ઇન્ફ્રા પ્રોજેક્ટે નિયમોનું પાલન નહીં કરવાને  કારણે GIDCએ 600 કરોડ રૂપિયા કરતા પણ વધારે દંડ ભરવા માટે નોટિસ મોકલી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે અભિષેક એસ્ટેટ પ્રા.લિં.ને અંદાજે 6 લાખ ચો.મી. જમીન 17 ઓગસ્ટ 2000માં ફાળવવામાં આવી હતી. પછી આ જમીન 14 ઓગસ્ટ 2008માં લક્ષ્મી ઇન્ફ્રા ડેવલપર્સના નામે ટ્રાન્સફર થઇ હતી. એ પછી લક્ષ્મી ઇન્ફ્રાએ આ જમીનમા વધારો કર્યો હતો અને તેમની પાસે કુલ 6,29, 684.62 ચો.મી. જમીન છે.

એ પછી GIDCના બોર્ડ દ્રારા 16 મે 2023ના રોજ થયેલા ઠરાવમાં મળેલી મંજૂરી મુજબ સુડા દ્રારા 1 જૂન 2000ના રોજ મંજૂર થયેલા નકશાને બેઝ મેપ તરીકે ધ્યાનમાં લઇને GIDCના 3 મે 2016ના પરિપત્રની જોગવાઇ અનુસાર હાલના વિતરણ દર લેખે 2 ટકા લેખે દંડની રકમ  તેમજ હાલની નીતિ મુજબ પેટા વિભાજન ફી અને એકત્રીકરણ ફી વસુલવાનું નક્કી કરવામાં આવ્યું છે. રકમની ગણતરી બિડાણામાં સામેલ કરવામાં આવી છે.

આ બાબતે જ્યારે અમે  GIDCના રિજીયોનલ મેનેજર ડી. એમ પરમાર સાથે વાત કરી હતી તો તેમણે કહ્યુ હતુ કે દંડની રકમ 600 કરોડ રૂપિયા કરતા વધારે છે.

નોટિસના સમાચાર સામે આવ્યા પછી લક્ષ્મી ઇન્ફ્રા ડેવલપર્સના માલિક અને ડાયમંડ કિંગ વસંત ગજેરા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મેં તો આ જમીન C R પાટીલ પાસે લીધી હતી અને તેમણે બધું ક્લીયર કરીને આપ્યુ હતું. કોઇ ગેરસમજ થઇ છે. અમારે કોઇ રૂપિયા ભરવાના થતા નથી. છતા અમે નોટિસનો જવાબ આપીશું.

આ બાબતે અમે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને સુરત-નવસારીના સાંસદ C R પાટીલ સાથે વાત કરી હતી. તેમણે કહ્યુ કે, મારો રેસિડન્શીયલ પ્રોજેક્ટ હતો જે મેં વસંત ગજેરાને વેચી દીધો હતો. એ પછી તેમણે ઇન્ડસ્ટ્રીઅલ પ્રોજેક્ટમાં કન્વર્ટ કર્યો હતો. 

બન્ને તરફથી જુદા જુદા દાવા છે. હવે આ કેસમાં વિવાદ વધુ વકરે તો નવાઇ નહીં. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp