અરવિંદ પનગઢિયાની સલાહ નાણાંમંત્રી માનશે તો ટેક્સપેયર્સ વચ્ચે ધમાલ મચશે

PC: scroll.in

નીતિ આયોગના પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પનગઢિયાએ કહ્યું કે, આ પર્સનલ ઇનકમ ટેક્સના નિયમોને સરળ બનાવવા માટે અને એક્ઝેમ્પશન ખતમ કરવા માટે સારો સમય છે. યૂનિયન બજેટ 2023ના પહેલા જો જો તેની આ સલાહ પર ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ અમલ કરે છે તો તેનાથી ટેક્સપેયર્સ વચ્ચે ધમાલ મચી જશે. જેના કારણે પર્સનલ ઇનકમ ટેક્સનો જે હાલ જે નિયમ છે, તેમાં ટેક્સપયર્સને કેટલાક પ્રકારના ટેક્સ બેનિફિટ મળે છે.

તેનાથી તેમના પર ઇનકમ ટેક્સનો બોજ ઓછો થઇ જાય છે. હાલ 9થી 10 લાખ રૂપિયા વાર્ષિક ઇનકમ વાળા કોઇ વ્યક્તિ જો ઇનકમ ટેક્સ એક્ટના અલગ અલગ સેક્શન હેઠળ મળનારા ટેક્સ બેનિફિટનો સંપૂર્ણ ઉપયોગ કરે છે તો તેની ટેક્સ લાયેબિલિટી લગભગ ઝીરો થઇ જાય છે. પનગઢિયાએ મીડિયા સાથેની વાતચીતમાં આ વાતની ફાઇનાન્સ મિનિસ્ટરને સલાહ આપી છે.

પનગઢિયાએ કહ્યું કે, આ પર્સનલ ઇનકમ ટેક્સમાં એક્ઝમ્પશન ખતમ કરવાનો સારો સમય છે. જો સરકાર દરેક એક્ઝમ્પ્શન ખતમ ન કરી શકશે તો તે અમુકને છોડીને બાકી દરેકને ખતમ કરી શકે છે. સરકાર કોર્પોરેટ ટેક્સના કેસમાં આવું કરી ચૂકી છે. જો સરકાર રેવન્યુ પર પડનારી અસરને લઇને ચિંતામાં છે તો તે 4થી 5 ટેક્સ રેટ્સની શરૂઆત કરી શકે છે. તેમણે કહ્યું કે, 1લી ફેબ્રુઆરીને રજૂ થનારા યુનિયન બજેટમાં સરકારે આ વિશે એલાન કરવું જોઇએ.

તેમણે કહ્યું કે, સરકાર યુનિયન બજેટ 2023માં ટેક્સપેયર્સ માટે એક્ઝમ્પશન ફ્રી ઓપ્શનનું એલાન કરવું જોઇએ. તેમાં ટેક્સ રેટ્સ ઓછો રાખવો જોઇએ. હાલ વાર્ષિક 2.5 લાખ રૂપિયા સુધીની આવકને ઇનકમ ટેક્સના દાયરામાંથી બહાર રાખવામાં આવી છે. આ સીમા ઇનકમ ટેક્સની જૂની અને નવી રીજીમ બન્ને માટે છે. લગભગ 8થી 9 વર્ષથી બેઝિક એક્ઝમ્પશનની આ લિમિટમાં ફેરફાર નથી કરવામાં આવ્યો.

નીતિ આયોગના પૂર્વ વાઇસ ચેરમેને એ પણ કહ્યું કે, રોકાણની ડિમાન્ડ અને કંઝમ્પશન એકદમ સ્ટ્રોન્ગ છે. અમે જોયું છે કે, GDP અને ઇનવેસ્ટમેન્ટનું અનુપાત ગયા થોડા ક્વાર્ટરતી સતત વધીર રહ્યો છે. તેમણે કહ્યું કે, તે સરકારને ખર્ચ વધારવાની સલાહ ન આપશે. આ પહેલા વડાપ્રધાનની ઇકોનોમિક્સ ડવાઇઝરી કાઉન્સિલના ચેરમેન વિવેક દેબરોયે પણ કહ્યું હતું કે, યુનિયન બજેટ 2023માં ઓછા એક્ઝમ્પશન વાળા ડાયરેક્ટ ટેક્સ સિસ્ટમનું એલાન કરવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp