રશિયાથી રોજ 16 લાખ બેરલ ક્રૂડ ઓઈલ ભારત લે છે, સાઉદી અરબ-ઈરાકને ઝટકો

ફેબ્રુઆરીમાં રશિયામાંથી ભારતની ક્રૂડ ઓઈલની આયાત રેકોર્ડ 1.6 લાખ બેરલ પ્રતિ દિવસ પર પહોંચી ગઈ છે. ભારત રશિયા પાસેથી સતત મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલની આયાત કરી રહ્યું છે. ઈરાક અને સાઉદી અરેબિયા પરંપરાગત રીતે ભારતના સૌથી મોટા સપ્લાયર છે. પરંતુ ગયા વર્ષથી ભારત રશિયા તરફ વળ્યું છે. જેના કારણે પરંપરાગત સપ્લાયર્સ પાછળ રહી ગયા છે. એનર્જી કાર્ગો ટ્રેકર વોર્ટેક્સાના જણાવ્યા અનુસાર, રશિયા સતત પાંચમા મહિને ક્રૂડનું સૌથી મોટું સપ્લાયર બની રહ્યું, જે રિફાઈનરીઓમાં પેટ્રોલ અને ડીઝલમાં રૂપાંતરિત થાય છે.

રશિયા તેના તેલના ભાવમાં ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. જેના કારણે ભારતીય રિફાઇનર્સ વિપુલ પ્રમાણમાં તેલની આયાત કરી રહ્યા છે. ફેબ્રુઆરી 2022માં રશિયા-યુક્રેન સંઘર્ષની શરૂઆત પહેલા, ભારતની આયાત બાસ્કેટમાં રશિયન તેલનો હિસ્સો એક ટકાથી ઓછો હતો. પરંતુ ફેબ્રુઆરી 2023માં, તે હિસ્સો વધીને 35 ટકા થયો અને દૈનિક આયાતનો આંકડો વધીને 1.62 પ્રતિ લાખ બેરલ થયો.

ચીન અને અમેરિકા પછી ભારત ક્રૂડ ઓઈલનો વિશ્વનો ત્રીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. યુક્રેન પર હુમલા બાદ અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ રશિયન ઓઈલ પર ભાવ મર્યાદા લાદી દીધી હતી. આ પછી રશિયા સસ્તા ભાવે તેલ વેચી રહ્યું છે, જેનો ફાયદો ભારત ઉઠાવી રહ્યું છે. રશિયામાંથી તેલની આયાતમાં વધારાની અસર સાઉદી અરેબિયા અને ઈરાકથી થતી આયાત પર પડી છે. માસિક ધોરણે તેમાં 16 ટકાનો ઘટાડો થયો છે.

વોર્ટેક્સા અનુસાર, રશિયા હવે ઇરાક અને સાઉદી અરેબિયા પાસેથી ખરીદે છે તેના કરતાં વધુ તેલ આયાત કરી રહ્યું છે. ઈરાક અને સાઉદી અરેબિયા દાયકાઓથી ભારતમાં ક્રૂડ ઓઈલની આયાત કરે છે. ઈરાકે ફેબ્રુઆરીમાં 9,39,921 બેરલ પ્રતિ દિવસ (BPD) તેલનો સપ્લાય કર્યો હતો. જ્યારે, સાઉદીએ દરરોજ 6,47,813 બેરલ તેલની સપ્લાય કરી છે.

UAEએ દરરોજ 4,04,570 બેરલના સપ્લાય સાથે અમેરિકાને પાછળ છોડી દીધું છે. અમેરિકાએ જાન્યુઆરીમાં પ્રતિ દિવસ 3,99,914 બેરલ ક્રૂડની સપ્લાય કરી હતી, પરંતુ ફેબ્રુઆરીમાં આ આંકડો ઘટીને 2,48,430 બેરલ પ્રતિ દિવસ થયો હતો. ઇરાક અને સાઉદી અરેબિયાનો પુરવઠો 16 મહિનામાં સૌથી નીચો છે. ડિસેમ્બરમાં યુરોપિયન યુનિયન દ્વારા આયાત પર પ્રતિબંધ મૂક્યા પછી રશિયા તેની ઉર્જા નિકાસમાં તફાવતને દૂર કરવા માટે ભારતને ક્રૂડ તેલનો રેકોર્ડ જથ્થો સપ્લાય કરી રહ્યું છે.

રશિયા-યુક્રેન સંઘર્ષ પહેલા ભારતીય ક્રૂડ બાસ્કેટમાંથી 60 ટકાથી વધુ મધ્ય પૂર્વના દેશોમાંથી આયાત કરવામાં આવતું હતું. બાકીનું ઉત્તર અમેરિકાનું ક્રૂડ લગભગ 14 ટકા, પશ્ચિમ આફ્રિકન ક્રૂડ લગભગ 12 ટકા, લેટિન અમેરિકન ક્રૂડ 5 ટકા અને રશિયન ગ્રેડ 2 ટકાની સાથે ભારતે તેની ક્રૂડ ઓઇલ બાસ્કેટ બનાવી હતી. વોર્ટેક્સા અનુસાર, ભારતે ડિસેમ્બર 2021માં રશિયા પાસેથી પ્રતિ દિવસ માત્ર 36,255 બેરલ ક્રૂડ ઓઈલની આયાત કરી હતી. જ્યારે, ઇરાકથી દરરોજ 1.05 લાખ બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.