26th January selfie contest

કેન્દ્ર સરકાર હવે આ સરકારી કંપની વેચશે ભાગીદારી, કેબિનેટે IPO લાવવાની આપી મંજૂરી

PC: thestatesman.com

કેન્દ્ર સરકારે પોતાની રિન્યૂએબલ એનર્જી એજન્સી IDERAને શેર બજારમાં લિસ્ટેડ કરાવવાની મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આર્થિક બાબતોની કેબિનેટ કમિટી (CCEA)એ શુક્રવાર 17 માર્ચના રોજ તેની મંજૂરી આપી. IDERA , કેન્દ્ર સરકારનો એક ઉપક્રમ છે જે રિન્યૂએબલ એનર્જી અને એનર્જી દક્ષતાવાળા પ્રોજેક્ટ્સને ફંડ્સ ઉપલબ્ધ કરાવે છે. તે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી હેઠળ આવે છે. શેર બજારમાં લિસ્ટેડ કરાવવા માટે IDERAનો IPO લાવવામાં આવશે.

તેના દ્વારા સરકાર પોતાની કેટલીક ભાગીદારી વેચશે. વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, IDERAનો IPO આગામી વર્ષ એટલે કે વર્ષ 2024માં શેર બજારમાં લાવવામાં આવશે. એ સિવાય ઇન્ડિયન રિન્યૂએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IDERA)ના IPO દ્વારા નવા ઇક્વિટી શેર જાહેર કરીને ફંડ એકત્ર કરવાની મંજૂરી પણ આપી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM), આ લિસ્ટિંગ પ્રક્રિયાને આગળ વધારશે.

એક સત્તાવાર નિવેદન મુજબ, આ નિર્ણય જૂન 2017માં લેવામાં આવેલા CCEAના પહેલા નિર્ણયની જગ્યા લે છે, જે હેઠળ IDERAને 10 રૂપિયાના ફેસ વેલ્યૂના 13.90 કરોડ નવા શેરોને IPO દ્વારા જાહેર કરવાની મંજૂરી આપી. સરકારે માર્ચ 2022માં કંપનીમાં 1500 કરોડ રૂપિયાની પૂંજી નાખી હતી, જેના કારણે તેના કેપિટલ સ્ટ્રક્ચરમાં બદલાવ આવ્યા બાદ આ નિર્ણયને તાત્કાલિક લેવાની જરૂરિયાત અનુભવાઈ છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, આ IPO સરકારના રોકાણની વેલ્યૂને અનલોક કરવામાં મદદ કરશે.

સાથે જ લોકોને રાષ્ટ્રીય સંપત્તિમાં ભાગ બનવા અને તેનો લાભ લેવાનો પણ ચાંસ આપશે. એ સિવાય તે IDERAને સરકરી ખજાના પર નિર્ભર થયા વિના પોતાની ગ્રોથ યોજનાઓને પૂરી કરવા માટે પૂંજીનો એક હિસ્સો ભેગો કરવામાં મદદ કરશે. IDERA હાલમાં ભારત સરકારના પૂર્વ સ્વામિત્વવાળી મિનિ-રત્ન (કેટેગરી-I) કંપની છે, જેની સ્થાપના વર્ષ 1987માં કરવામાં આવી હતી. તે ભારતમાં રિન્યૂએબલ એનર્જી (RE) અને એનર્જી એફિશિયન્શી (EE) પરિયોજનાઓના ફન્ડિગમાં લાગેલી છે. તે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) સાથે એક નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની (NBFC)ના રૂપમાં રજિસ્ટર્ડ છે.

કેબિનેટે NTPCને લઈને પણ નિર્ણય લીધો છે, જેમાં હવે NTPC ગ્રીન એનર્જીમાં નિર્ધારિત સીમાથી વધારે રોકાણ કરવા માટે મહારત્ન કંપની NTPCને મંજૂરી મળી છે. તો NTPC ગ્રીન એનર્જી લિમિટેડ એટલે કે NGEL હવે NTPC રિન્યૂએબલ એનર્જી લિમિટેડ એટલે NREL કે અન્ય સબસિડિયરી અને જોઇન્ટ વેન્ચરમાં પણ વધારે રોકાણ કરી શકશે. કંપનીનું લક્ષ્ય વર્ષ 2032 સુધી રિન્યૂએબલ એનર્જીમાં ક્ષમતાને 60 ગીગાવોટ સુધી વધારવાનું છે. NTPCને NTPC ગ્રીન એનર્જી લિમિટેડમાં રોકાણ કરવાની છૂટ મળવાથી ભારતની ગ્રીન ઈકોનોમી ઇમેજ મજબૂત થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp