ભારતે લેપટોપ, કમ્પ્યુટર, ટેબલેટની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો, જાણો શું અસર થશે

ભારત સરકારે આયાતી લેપટોપ, ટેબલેટ, ઓલ-ઈન-વન પર્સનલ કમ્પ્યુટર, અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર (USFF) કમ્પ્યુટર અને સર્વરની આયાત પર અંકુશ લગાવ્યો છે. આયાત પરનો આ પ્રતિબંધ તાત્કાલિક અસરથી લાગુ થશે. સાદી ભાષામાં કહીએ તો હવે  વિદેશની ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ ભારતમાં નહીં મળે. ભારતમાં આ વસ્તુઓનું ઉત્પાદન વધારવા અને  આયાત ઘટાડવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. આને કારણે ચીનને મોટો ફટકો પડશે, કારણ કે ચીન  ભારતમાં સૌથી  મોટો આયાતકાર છે.

સરકારે ઈલેક્ટ્રોનિક્સ સામાનના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઘણાં પગલાં લીધાં છે. ભારતીય બજારમાં વેચાતી મુખ્ય ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ્સમાં HCL, Samsung, Dell, LG Electronics, Acer, Apple, Lenovo અને HPનો સમાવેશ થાય છે. આ પ્રતિબંધ બાદ હવે HP, Dell, Lenovo જેવી કંપનીઓએ ભારતમાં તેમના મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ કંપનીઓ ચીનમાંથી તૈયાર ઉત્પાદનોની સીધી આયાત કરી શકશે નહીં. ભારતે 2022-23માં 5.33 બિલિયન ડોલરના લેપટોપ સહિત પર્સનલ કોમ્પ્યુટરની આયાત કરી છે. 2021-22માં આ આંકડો 7.37 બિલિયન ડોલર હતો.

છેલ્લા ત્રિમાસિક ગાળામાં (એપ્રિલ-જૂન), ઈલેક્ટ્રોનિક્સ આયાત, જેમાં આ ત્રણ વસ્તુઓનો સમાવેશ થાય છે, કુલ 19.7 બિલિયન ડોલર હતી. જે ગત વર્ષની સરખામણીએ 6.25 ટકા વધુ છે. જોકે, આ પગલું Dell, Acer, Samsung,  Panasonic,HP  Apple, Lenovo જેવી કંપનીઓ માટે પડકાર ઉભો કરી શકે છે. આ કંપનીઓ ભારતીય બજારમાં મુખ્ય ખેલાડીઓ છે અને ગ્રાહકોની માંગને પહોંચી વળવા ખાસ કરીને ચીન જેવા દેશોમાંથી આયાત પર આધાર રાખે છે.

પ્રોડક્ટની આયાતને પ્રતિબંધિત કરવાનો અર્થ એ છે કે તેમની આયાત માટે લાઇસન્સ અથવા સરકારની પરવાનગી ફરજિયાત છે. આ ઉત્પાદનોની આયાતને માન્ય લાઇસન્સને આધીન પરવાનગી આપવામાં આવશે. એટલે કે હવે વિદેશથી આ ઉત્પાદનો ભારતમાં નહીં આવે. તેમની આયાત માટે ભારત સરકારની પરવાનગી જરૂરી રહેશે.

નોટિફિકેશનમાં જણાવાયું છે કે માઈક્રો કોમ્પ્યુટર્સ, મોટા કોમ્પ્યુટર્સ અને અમુક ડેટા પ્રોસેસિંગ મશીનોને પણ આયાત અકુંશની શ્રેણીમાં મુકવામાં આવ્યા છે. Directorate General of Foreign Trade (DGFT) એ ગુરુવારે જારી કરેલી સૂચનામાં જણાવ્યું હતું કે સંશોધન અને વિકાસ, પરીક્ષણ, બેંચમાર્કિંગ, મૂલ્યાંકન, રિપેરીંગ અને ઉત્પાદન વિકાસના હેતુ માટે પ્રતિ કન્સાઇનમેન્ટ  20 સુધી આયાત લાઇસન્સની  છૂટ રહેશે. આ પગલાનો હેતુ ચીન જેવા દેશોમાંથી આયાત ઘટાડવાનો છે.

આ પ્રતિબંધો સામાનના નિયમ હેઠળ લાગુ થશે નહીં. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, એક લેપટોપ, ટેબ્લેટ, ઓલ-ઇન-વન પર્સનલ કોમ્પ્યુટર, ઈ-કોમર્સ પોર્ટલ દ્વારા ખરીદાયેલા, પોસ્ટ અથવા કુરિયર દ્વારા ઓર્ડર કરાયેલ પ્રોડક્ટને આયાત લાયસન્સની જરૂરિયાતમાંથી મુક્તિ આપવામાં આવશે. આવા કિસ્સાઓમાં ટેક્સની ચૂકવણી કરીને આયાત કરી શકાશે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.