શું હવે નહીં થાય ખાનગીકરણ? શું છે મોદી સરકારનો પ્લાન?
જે સરકારી કર્મચારી મોદી સરકારને ખાનગીકરણને પ્રોત્સાહન આપનારી પોલિસીઓથી ડરી રહ્યા હતા, તેમના માટે રાહતના સમાચાર છે. ભારત સરકાર 200 કરતા વધુ સરકારી કંપનીઓની સ્થિતિ સુધારવાની યોજનાઓ બનાવી રહી છે, જેથી તેમને વધુ લાભદાયક બનાવી શકાય. તેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અગ્રેસીવ પ્રાઇવેટાઇઝેશન પ્રોગ્રામથી અલગ એક નવા વલણના સંકેત મળે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સે પોતાના એક રિપોર્ટમાં સરકારી અધિકારીઓના સંદર્ભે આ જાણકારી આપી છે.
વર્ષ 2021માં ભારતના 600 બિલિયન ડૉલરના વિશાળ સરકારી ક્ષેત્રના એક મોટા હિસ્સાના ખાનગીકરણ કાર્યક્રમની જાહેરાત થઇ હતી, પરંતુ સામાન્ય ચૂંટણી અગાઉ આ પ્રોગ્રામ ધીમો થઇ ગયો હતો અને હવે ગઠબંધનની સરકાર આવ્યા બાદ ખાનગીકરણ પ્રોગ્રામને હજુ વધારે પ્રતિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. 23 જુલાઇએ રજૂ થનારા બજેટમાં નવી યોજના આવી શકે છે. તેમાં આ કંપનીઓના સ્વામીત્વવાળી એ જમીન જેનો ઉપયોગ ન બરાબર થઇ રહ્યો છે તેને વેચવી અને બીજા એસેટ્સનું મોનેટાઇઝેશન સામેલ છે.
રિપોર્ટમાં પોલિસીની જાણકારી રાખનારા 2 અધિકારીઓએ આ વાત કહી છે. તેની પાછળ સરકારનું ઉદ્દેશ્ય આ નાણાકીય વર્ષમાં 24 અબજ ડૉલર એકત્ર કરવાનું છે અને એ પૈસાઓને એ કંપનીઓમાં રી-ઇન્વેસ્ટ કરવાનું છે. સાથે જ શોર્ટ ટર્મ ટાર્ગેટ્સની જગ્યાએ દરેક કંપની માટે 5 વર્ષના પરફોર્મન્સ અને પ્રોડક્શન ટાર્ગેટ નક્કી કરવામાં આવશે. સરાકરી કંપનીઓની સ્થિતિ સુધારવા બાબતે આ અગાઉ વાત થઇ નહોતી.
રિપોર્ટમાં નામ ન બતાવવાની શરત પર એક અધિકારીએ કહ્યું કે, સરકારી કંપનીઓની આડેધડ વેચાણની જગ્યાએ હવે સરકારી કંપનીઓના આંતરિક મૂલ્યોને વધારવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અન્ય યોજનાઓ સિવાય સરકાર વધારે સરકારીઓ કંપનીઓમાં સક્સેશન પ્લાનિંગ કરવાનો ઇરાદો રાખે છે. સાથે જ 2 લાખ 30 હજાર મેનેજર્સને કંપનીઓમાં વરિષ્ઠ ભૂમિકાઓ માટે તાલીમ આપવાનો પ્રસ્તાવ પણ રાખ્યો છે. વર્તમાનમાં સરકારી કંપનીઓમાં ઉચ્ચ અધિકારીઓની નિમણૂક સરકાર જ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp