3 વર્ષમાં 150 ટકા રિટર્ન, આ શેરે કર્યા રોકાણકારોને માલામાલ

PC: moneycontrol.com

ઓનલાઈન બિઝનેસ ટૂ બિઝનેસ માર્કેટપ્લેસ ઈન્ડિયામાર્ટે પોતાના રોકાણકારોને જોરદાર રિટર્ન આપ્યું છે. કંપનીએ ડિજીટલ ઈકોસિસ્ટમમાં સરળ અને ત્વરિત ઈન્ટિગ્રેશનની સાથે સ્મોલ અને મીડિયમ બિઝનેસને શસક્ત બનાવી ઈન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લાવવાનું કામ કર્યું છે. કંપનીના અલગ અપ્રોચે આ B2B લેન્ડસ્કેપમાં લીડર બનવાનું કામ કર્યું છે.

20 જુલાઈ 2023ના રોજ ઈન્ડિયામાર્ટે પોતાના પહેલા ક્વાર્ટરની જોરદાર પરિણામોની જાહેરાત કરી હતી. જેમાં કંપનીના સેલ્સમાં 26 ટકાથી વધારાનો નફો થયો. જે વધીને 282 કરોડ રૂપિયા થયો. કંપનીનો ચોખ્ખો નફો પહેલા ક્વાર્ટરમાં 78 ટકા વધી ગયો અને 83 કરોડ રૂપિયા રહ્યો.

આટલા ટકાનું રિટર્ન

કંપનીએ પાછલા એક વર્ષમાં 48 ટકાનું રિટર્ન આપ્યું છે અને પાછલા 3 વર્ષોમાં તેણે 156 ટકાનું જોરદાર રિટર્ન આપ્યું છે. આ ઉપરાંત કંપની પાસે 17.5 ટકાનું આરઓસી અને 13.9 ટકાનું આરઓઈ છે.

શુક્રવારે કંપનીના શેરોમાં 8 ટકાથી વધુનો ઉછાળો થયો અને તે તેના 52 અઠવાડિયાની ટોચની સપાટી 3149.30 રૂપિયા પર પહોંચી ગયો. આ ઉપરાંત શેરના વોલ્યૂમમાં 3.63 ગણાથી વધારાની વૃદ્ધિ થઇ. રોકાણકારો આ શેર પર નજર રાખી શકે છે.

ડિવિન્ડ આપ્યું હતું

આ પહેલા જ્યારે 28 એપ્રિલના રોજ બોર્ડ મીટિંગ થઈ હતી ત્યારે કંપનીએ 10 રૂપિયાના ફેસ વેલ્યૂવાળા એક શેર પર 20 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું. સાથે જ 10 રૂપિયા જ ફેસ વેલ્યૂના એક શેર પર 1 શેર બોનસ તરીકે આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.

નોંધ- આ લેખ મેગેઝીન દલાલ સ્ટ્રીટ ઈન્વેસ્ટમેન્ટ જર્નલ દ્વારા સંચાલિત છે.અહીં આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ તજજ્ઞના પોતાના અંગત છે. માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવમાં આવ્યા છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp