ભારતીય અબજોપતિ અને તેમના દીકરાનું પ્લેન ક્રેશમાં મોત

PC: livemint.com

ઝિમ્બાવેમાં રહેનારા ભારતીય અબજોપતિ બિઝનેસમેન હરપાલ રંધાવા અને તેમના દીકરા આમેર કબીર સિંહ રંધાવાનું પ્રાઈવેટ પ્લેન ક્રેશમાં દુઃખદ નિધન થયું છે. ભારતીય અબજોપતિ 60 વર્ષીય હરપાલ રંધાવા અને તેમના 22 વર્ષીય દીકરાનું શુક્રવારે પ્લેન ક્રેશમાં મોત થયું છે. હરપાલ રંધાવા માઇનિંગ કંપની રિયોઝિમના માલિક હતા. તેમની કંપની ગોલ્ડ, સિલ્વર, કોલસા, નિકલ અને તાંબાનું પ્રોડક્શન કરે છે. ઝિમ્બાવેમાં થયેલા આ પ્લેન ક્રેશમાં નિધન પામનારા 6 લોકોમાંથી એક હરપાલ રંધાવા અને તેમના દીકરા આમેર પણ હતા. રિપોર્ટ્સ અનુસાર, આ દુર્ઘટના મશાવામાં સ્થિત ઝ્વામ્હાન્ડેમાં બની. આ વિસ્તાર હીરાની ખદાનો માટે પ્રખ્યાત છે. આ દુર્ઘટના પાછળનું કારણ ટેક્નિકલ ગડબડી કહેવામાં આવી રહ્યું છે.

દિગ્ગજ ફિલ્મમેકર હોપવેલ ચિનોઓનોએ એક્સ પર પોસ્ટ કરી જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, રંધાવા પરિવારે 4 ઓક્ટોબરના રોજ મેમોરિયલ સર્વિસ રાખી છે. તેમના દરેક મિત્રોને ઈનવાઇટ કરવામાં આવ્યા છે. આ મેમોરિયલ સર્વિસ હરારેના રેનટ્રીમાં થશે.

હવામાં જ લાગેલી આગ

હેરાલ્ડ ન્યૂઝપેપરમાં પોલીસના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, પ્લેનમાં 4 વિદેશી નાગરિક હતા. જેમાંથી અન્ય બે ઝિમ્બાવેના હતા. પોલીસ રિપોર્ટ અનુસાર, 29 સપ્ટેમ્બર ના રોજ સવારે 7.30થી 8 વાગ્યાની વચ્ચે આ ઘટના બની. રિયોજિમનું આ એરક્રાફ્ટ સવારે 6 વાગ્યાથી હરારેથી માઇન માટે રવાના થયા. મશાવાથી લગભગ 6 કિમી દૂર પ્લેન ક્રેશ થયું. એરક્રાફ્ટમાં કોઇ ટેક્નિકલ ખરાબી આવી અને હવામાં જ દુર્ઘટના બની ગઇ. ત્યાર પછી વિમાન ઝ્વમ્હાન્ડેના પીટર ફાર્મમાં જઇ ક્રેશ થયું. પ્લેનમાં યાત્રા કરી રહેલા 6 લોકોએ જીવ ગુમાવ્યા.

હરપાલ રંધાવા RioZim માઇનિંગ કંપનીના માલિક હતા. હાલમાં તેઓ GEM ગ્રુપના ચેરમેનના પદે તૈનાત હતા. GEM ગ્રુપને જોઇન કરવા પહેલા રંધાવા Sabre Capital Worldwideના કુલ 12 વર્ષો સુધી પાર્ટનર રહ્યા. જણાવીએ કે, દુર્ઘટનાગ્રસ્ત થયેલ સેસના 206 ફિક્સ્ડ લેન્ડિંગ ગિયરની સાથે સિંગલ એન્જિનવાળું એરક્રાફ્ટ હતું. જેનો ઉપયોગ કમર્શિયલ એર સર્વિસ અને ઈંડિવિઝ્યુઅલ વપરાશ માટે કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp