26th January selfie contest

2047 સુધી ભારત બની જશે 40 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમીઃ મુકેશ અંબાણી

PC: fortuneindia.com

દેશના સૌથી પ્રતિષ્ઠિત વ્યવસાય ગ્રુપ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના પ્રમુખ મુકેશ અંબાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ભારતની આઝાદીની 100મી વર્ષગાંઠ પર દેશ 40 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી બની શકે છે. રિલાયન્સ ફેમિલી ડેના અવસર પર રિલાયન્સ પરિવારને પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં મુકેશ અંબાણીએ કહ્યું કે, 5000 વર્ષ જૂની સભ્યતાવાળા ભારત માટે આવનારા 25 વર્ષ મોટા બદલાવો લઈને આવવાના છે.

મુકેશ અંબાણીએ ફેમિલી ડેના અવસર પર કહ્યું કે, 45 વર્ષ પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સંસ્થાપક ધીરુભાઈ અંબાણીએ આ વટ વૃક્ષના બી રોપ્યા હતા. આ કંપની વડના ઝાડની જેમ વધતી જઈ રહી છે. તેમણે કહ્યું, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના આ વટ વૃક્ષની શાખાઓ હજુ વધુ વ્યાપકરીતે ફેલાશે અને મૂળ વધુ ઊંડા ઉતરશે.

અંબાણીએ પોતાના દીકરા આકાશ અંબાણી અને દીકરી ઈશા અંબાણીના નેતૃત્વના પણ વખાણ કર્યા કે, જે ક્રમશઃ રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે આ અવસર પર 5 પ્રમુખ સેક્ટર્સનો પણ ઉલ્લેખ કર્યો, જેના પર આવનારા 25 વર્ષોમાં કંપનીનું ફોકસ રહેશે.

5G ટેલિકોમ

મુકેશ અંબાણીએ કહ્યું કે, આકાશ અંબાણીની લીડરશિપમાં રિલાયન્સનું 5G ખૂબ જ ઓછાં સમયમાં સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, 2023ના અંત સુધી સમગ્ર દેશમાં જિયો 5Gનું નેટવર્ક હશે. આ સ્પીડ દુનિયાના કોઈપણ દેશની સરખામણીમાં સૌથી વધુ છે. 5Gની સાથે હવે અમે એ સુનિશ્ચિત કરી શકીએ છીએ કે કોઈપણ ભારતીય ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ, ઉચ્ચ ગુણવત્તાવાળી સ્વાસ્થ્ય સેવા અને ઉચ્ચ ઉત્પાદકતાવાળી આર્થિક ગતિવિધિઓ સુધી પહોંચથી વંચિત ના રહેશે.

રિટેલ સેક્ટર

અંબાણીએ જે બીજા સેક્ટરનો ઉલ્લેખ કર્યો તે છે રિટેલ સેક્ટર, જેનું નેતૃત્વ ઈશા અંબાણી કરી રહી છે. મુકેશ અંબાણીએ દાવો કર્યો કે, ઈશાના નેતૃત્વમાં, RILનો રિટેલ કારોબાર ઝડપથી વધ્યો છે. રિલાયન્સ રિટેલે ગત વર્ષે બે લાખ કરતા વધુ નવા રોજગાર સર્જન કર્યા છે, આ સાથે જ તે ભારતના પ્રમુખ નિયોક્તાઓમાંથી એક બની ગયુ છે. રિલાયન્સ રિટેલની મદદથી આપણા યુવાનો પાસે વધુ રોજગાર હશે. આપણા ખેડૂતોની આવક વધુ થશે. આપણા એસએમઈ અને મોટા નિર્માતા વધુ ઉત્પાદક બનશે અને આપણા વ્યાપારી-ભાગીદાર વધુ સમૃદ્ધ થશે.

O2C કારોબાર

O2C એટલે કે ઓઈલ ટુ બિઝનેસ રિલાયન્સનો મૂળ વ્યવસાય છે. મુકેશ અંબાણીએ કહ્યું કે, અમે નવી ક્ષમતાઓ સાથે O2C વ્યવસાયમાં પોતાની લીડરશિપ પોઝિશનને આગળ પણ જાળવી રાખીશું. તેમણે કહ્યું કે, ઈ એન્ડ પી સેગમેન્ટમાં, અમારી ટીમ ભારત માટે ઉર્જા સુરક્ષા પ્રદાન કરવા માટે અથાગ મહેનત કરી રહી છે. તેમણે કહ્યું કે, રિલાયન્સ મીડિયા અને મનોરંજન વ્યવસાય અને ડિજિટલ સેવાઓની સાથે તેના એકીકરણને લઈને ઉત્સાહિત છે. જે ઉદ્યોગને સંપૂર્ણરીતે બદલી નાંખશે.

ન્યૂ એનર્જી

મુકેશ અંબાણીએ કહ્યું કે, ન્યૂ એનર્જી, રિલાયન્સનો સૌથી નવો સ્ટાર્ટ-અપ વ્યવસાય છે, જેમા ના માત્ર કંપની અથવા દેશ, પરંતુ સમગ્ર દુનિયાને બદલવાની ક્ષમતા છે. એ દર્શાવે છે કે, આપણે દુનિયાની પરવાહ કરીએ છીએ, અને આપણે વિશ્વના તમામ લોકોનું ધ્યાન રાખીએ છીએ. અનંત અંબાણીના આ આગામી નેક્સ્ટ-જેન બિઝનેસ સાથે જોડાવાની સાથે, આપણે જામનગરમાં પોતાની ગીગા ફેક્ટરીઓને તૈયાર કરવાની દિશામાં ઝડપથી પ્રગતિ કરી રહ્યા છીએ. ભારતના સૌથી મોટા અને સૌથી મૂલ્યવાન કોર્પોરેટ હોવાની સાથે, રિલાયન્સ હવે ભારતનું ગ્રીનેસ્ટ કોર્પોરેટ બનવાની રાહ પર છે.

રિલાયન્સ ફાઉન્ડેશન

2023 પણ રિલાયન્સ ફાઉન્ડેશન માટે બદલાવનું વર્ષ હશે. નીતા અંબાણીના નેતૃત્વમાં, રિલાયન્સ ફાઉન્ડેશન શિક્ષા, સ્વાસ્થ્ય સેવા, ગેમ, મહિલા સશક્તિકરણ અને પારિસ્થિતિક સંરક્ષણમાં વધુ મહત્ત્વાકાંક્ષી નવી પહેલો પર કામ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp