ભારતીય શેર બજારોમાં 5-6 વર્ષમાં પૈસા ડબલ કરવાની ક્ષમતાઃ પ્રશાંત જૈન

દેશના સૌથી મોટા ફંડ મેનેજર્સમાંના એક 3P ઇનવેસ્ટમેન્ટ મેનેજર્સના ડાયરેક્ટર પ્રશાંત જૈને મીડિયા સાથ ખાસ વાતચીત કરી હતી. આ મોકા પર તેમણે કહ્યું કે, 2023 પડકારોથી ભરેલું રહી શકે છે. ડિપોઝિટ રેટ વધવાના કારણે પૈસા ઇક્વિટીથી ડેટ તરફ જતા દેખાશે. જ્યારે FIIs પણ વેચવાલી આવશે તો મુશ્કેલી વધશે. તેમણે કહ્યું કે, IT સેક્ટરનું વેલ્યુએશન હજુ મોંઘુ છે. પણ લાંબા ગાળા માટે આ સેક્ટરમાં રોકાણ સામાન્ય રિટર્ન આપી શકે છે. પ્રશાંત જેને એક લાખ કરોડથી પણ વધારેનું ફંડ મેનેજ કર્યું છે. તેમણે 1997માં IT બૂમને સૌથી પહેલા સમજ્યું હતું. 2000થી 2007ની વચ્ચે બેન્કિંગ અને કોમોટિડીની રેલીને પણ પકડી હતી. તે સિવાય તેમણે 2007થી 2017ની વચ્ચે FMCGની ચાલ પણ ભાંખી લીધી હતી. તો તેમની પાસે જાણો 2023 માટે બજાર કેવું રહી શકે.

પ્રશાંતે કહ્યું કે, અમારા ફંડનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. એ સમયે લોકોના પૈસા બન્યા છે. અમારા 3Psનો મતલબ Prudence, Patience અને Performance થાય છે. તેમણે કહ્યું કે, સારા ભાવ પર સારી કંપની ખરીદવી એ જ ફંડ મેનેજરનું લક્ષ્ય હોવું જોઇએ. રોકાણકારોએ બજારમાં ધૈર્ય રાખવું જોઇએ. મારું માનવું છે કે, સારા શેર અને ધૈર્યથી જ સારા પૈસા બને છે.

તેના પર પ્રશાંતે કહ્યું કે, સરકારી બેન્કોમાં હવે પહેલા જેવું આકર્ષણ નથી. પહેલા સરકારી બેન્ક અંડરવેલ્યુડ હતી પણ હવે એવું નથી. આગળ બેન્કોનું રિટર્ન તેમના કારોબારી પ્રદર્શન પર નિર્ભર કરશે. સારી અને મોટી બેન્કોમાં જ રોકાણ કરવું સારું રહેશે. નાની અને ઓછા કંઝ્યુમર બેઝવાળી બેન્કોમાં જોખમ નજરે પડી શકે છે. પ્રશાંત જૈને કહ્યું કે, ભારતની ગ્રોથ સ્ટોરી શાનદાર છે. ભારતના બજારો પર બેરિશ ન બની શકાય. ભારતીય અર્થવ્યવસ્થાનો ગ્રોથ આઉટલુક ઘણો સારો છે. ઇકોનોમીમાં ગ્રોથ અનુસાર, રિટર્ન સંભવ છે. પણ ધ્યાન રાખો કે સમયની સાથે જ ઇક્વિટીમાં મોટા પૈસા બને છે. ભારતમાં 5થી 6 વર્ષમાં પૈસા ડબલ કરવાની ક્ષમતા છે. ફંડ મેનેજરે કહ્યું કે, દરેક સ્થિતિમાં ભારતીય બજારની વેલ્યુ ફેર છે. રિટર્ન GDP ગ્રોથથી ઘણું નજીક છે. અમુક પોકેટમાં જ ઓવર વેલ્યુએશન છે. કંઝ્યુમર સ્પેસ ઓવરવેલ્યુડ નજરે પડી રહ્યું છે. પણ મોટું અંડર વેલ્યુએશન ક્યાંય નથી દેખાઇ રહ્યું.

તેમણે કહ્યું કે, IT સેક્ટર ઘણું સારું સેક્ટર છે. વિશ્વમાં ભારતીય IT સેક્ટરનો મોટો હિસ્સો છે. આ એક મોટું સેક્ટર છે પણ હવે વધારે ગ્રોથની આશા નથી. IT હજુ પણ મોંઘુ નજરે પડી રહ્યું છે. લાંબા ગાળાના રોકાણમાં સામાન્ય રિટર્નની જ આશા છે. આ સેક્ટરમાં રી રેટિંગની જગ્યા નથી અને હલકા ડિ રેટિંગ શક્ય છે.

મંદીનું જોખમ કેટલું છે, તો આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, અમેરિકામાં મંદીની અસર ભારત પર ખાસ ન પડશે. ઓઇલ અને કેપિટલ જ ભારતને જોઇએ. મંદીના સમયમાં ઓઇલ અને કેપિટલ બન્ને સસ્તા હોય છે. મંદીની ભારતીય એક્સપોર્ટ પર ખાસ અસર ન થશે. ગ્લોબલ એક્સપોર્ટ્સમાં ભારતનો હિસ્સો લગભગ 2 ટકા છે. મંદીના સમયમાં બજારમાં થોડું કરેક્શન શક્ય છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.