ઇન્ફોસિસના શેરમાં 10 ટકાનું ગાબડું, શું છે કારણ? શું મંદીના અણસાર

PC: livemint.com

માર્ચની ત્રિમાસિકના પરિણામોની અસર સોમવારે દેશની સૌથી મોટી IT કંપનીમાંથી એક ઈન્ફોસિસના શેરો પર જોવા મળી રહી છે. સવારના બિઝનેસમાં જ ઈન્ફોસિસના શેર 11 ટકા તૂટી ગયા. જાન્યુઆરીથી માર્ચની ત્રિમાસિકમાં કંપનીની આવક અનુમાનથી ઓછી રહી છે. ચોથી ત્રિમાસિકમાં ઈન્ફોસિસનો નફો 7.8 ટકા વધીને 6128 કરોડ રૂપિયા રહ્યો. આ અગાઉ ડિસેમ્બર ત્રિમાસિકમાં કંપનીએ 6586 કરોડ રૂપયાનો નફો કમાયો હતો. એટલે કે ડિસેમ્બર ત્રિમાસિકમાં કંપનીના નફામાં ઘટાડો આવ્યો છે.

બ્રોકરેજ ફર્મ દ્વારા ઈન્ફોસિસની રેટિંગમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને તેની સીધી અસર IT ઇન્ડેક્સ પર નજર આવી રહી છે. જે 6 ટકાથી વધારે તૂટ્યા છે. ઈન્ફોસિસના શેર 11 ટકાના ઘટાડા બાદ આજે પોતાના 52 વીક લૉ લેવલ પર ટ્રેડ કરી રહ્યા છે. ઈન્ફોસિસના સ્ટોકે 1219 રૂપિયાના 52 અઠવાડિયાના નીચલા સ્તરને સ્પર્શી લીધું છે. ઈન્ફોસિસના શેર આજે સવારે 1250.30 રૂપિયા પર ઓપન થયા અને 1185 રૂપિયાના લૉ લેવલ સુધી ગયા.

જો કે, કંપનીના શેર માર્ચની ત્રિમાસિકના પરિણામો આવવા અગાઉ જ તૂટી રહ્યા હતા, પરંતુ પરિણામ બાદ ADRમાં ભારે ઘટાડો આવ્યો છે. કંપનીનો નફો અને આવક બંને અનુમાનથી નબળા છે. દેશની બે દિગ્ગજ IT કંપનીઓ ઈન્ફોસિસ અને ટાટા કન્સલ્ટેન્સી સર્વિસિસ (TCS)ના ત્રિમાસિકના નબળા પરિણામોએ રોકાણકારોની ચિંતા વધારી દીધી છે. જાણકારોનું કહેવું છે કે, આ બંને કંપનીઓના પ્રદર્શનમાં આવેલા ઘટાડાનું કારણ અમેરિકાનું બેન્કિંગ સંકટ છે.

IT સેક્ટર માટે બેન્કિંગ ફાઈનાન્સિયલ સર્વિસિસ એન્ડ ઈન્શ્યોરન્સ (BFSI) સેગમેન્ટ સૌથી મહત્ત્વનું હોય છે. અમેરિકાના બેન્કિંગ સંકટે તેના પર ઇજા પહોંચાડી છે. અમેરિકા ઈન્ફોસિસ માટે સૌથી વધુ રેવેન્યૂ જનરેટ કરે છે. એક્સપોઝર વધુ હોવાના કરણે ઈન્ફોસિસના BFSIનું પ્રદર્શન નિરાશાનજક રહ્યું છે. TCSના શેર પણ આજે 2.94 ટકા ઘટવા સાથે 3095 પર કારોબાર કરી રહ્યા છે. TCSના માર્ચ ત્રિમાસિકના પરિણામ માર્કેટના અનુમાનના હિસાબે નબળા રહ્યા. કંપનીનો આ વખતનો નફો 11,392 કરોડ રૂપિયા રહ્યું છે.

નાણાકીય વર્ષ 2022-23ની ચોથી ત્રિમાસિકમાં IT સેક્ટરને પડકારોનો સામનો કરવો પડ્યો. અમેરિકાના સિલિકોન વેલી બેંક સંકટે IT સેક્ટરને તગડો ઝટકો આપ્યો છે. મંદીની વધતી આશંકાઓ વચ્ચે દેશની 2 દિગ્ગજ IT કંપનીના નબળા પરિણામોથી ઇન્વેસ્ટર્સના માથા પર ચિંતા જોવા મળી રહી છે. શરૂઆતી ઘટાડા બાદ બેન્ચમાર્ક ઇન્ડેક્સ વધુ તૂટ્યા. સવારે 10 વાગ્યે સેન્સેક્સ 960.38 અંક કે 1.59 ટકા ઘટીને 59,470.62 પર અને નિફ્ટી 246.70 અંક કે 1.38 ટકા તૂટીને 17,581.30 પર ટ્રેડ કરી રહ્યા હતા. લગભગ 1243 શર્મા તેજી આવી.1782 શેરોના ઘટાડો આવ્યો અને 115 શેરોમાં કોઈ બદલાવ ન થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp