છ મહિનામાં 1 લાખના રોકાણના થયા 25 લાખ, જાણો આ મલ્ટીબેગર સ્ટોક વિશે

PC: businesstoday.in

જેમ્સ એન્ડ જવેલરીના બિઝનેસ સાથે સંકળાયેલી એક સ્મોલ કંપનીએ રોકાણકારોને માત્ર 6 મહિનામાં જબ્બર નફો કરાવી આપ્યો છે. જો તમારા પોર્ટફોલિયોમાં આ શેર હશે તો તમને પણ ચાંદી જ ચાંદી થઇ ગઇ હશે.

શેરબજારમાં અનેક એવા મલ્ટીબેગર સ્ટોક્સ હોય છે, જે રોકાણકારોને અઢળક કમાણી કરાવી આપે છે. આવા જ એક સ્ટોક વિશે આજે વાત કરીશું, જેણે માત્ર 6 મહિનાની અંદર જ એક લાખ રૂપિયાના રોકાણના 25 લાખ રૂપિયા બનાવી આપ્યા છે. શોર્ટ ટર્મમાં આટલી અધધધ કમાણી કરાવી આપનાર સ્ટોક ઘણા ઓછો હોય છે. એક મહિનામાં સતત આ શેરમાં ઉપલી સર્કીટ લાગી રહી છે.

જેમ્સ એન્ડ જવેલરી અને ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગ સાથે સંકળાયેલી કંપની Eyantra Venturesએ પોતાના રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યું છે. આ કંપનીના શેરમાં શુક્રવારે ઉપલી સર્કીટ લાગી હતી અને 5 ટકા વધીને 86.15 રૂપિયા પર બંધ રહ્યો હતો. 6 મહિના પહેલાની વાત કરીએ તો સપ્ટેમ્બર 2022માં Eyantra Venturesના શેરના ભાવ BSEમાં માત્ર 3.43 રૂપિયા હતો. મતલબ કે છેલ્લાં 6 મહિનાનમાં શેર 2411 ટકા જેટલો ઉછળી ગયો છે.

જો કોઇ રોકાણકારે 6 મહિના પહેલા Eyantra Venturesના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તેના રોકાણની વેલ્યુ  2411 ટકા વધી અને બીજી રીતે વાત કરીએ તો 1 લાખના રોકાણના આજે 25 લાખ રૂપિયા થઇ ગયા છે. છેલ્લાં 1 મહિનાથી આ શેરમાં લગાતાર ઉપલી સર્કીટ લાગી છે અને એક જ મહિનામાં 162.65 ટકા જેટલો ઉછળી ગયો છે. મતલબ કે એક મહિના પહેલાં પણ જો કોઇએ 1 લાખ રૂપિયા રોક્યા હોય તો આજે 2.62 લાખ રૂપિયા મળે છે.

Eyantra Ventures જેમ્સ એન્ડ જવેલરી સેક્ટરની એક સ્મોલ કંપની છે. કંપનીની માર્કેટ વેલ્યૂ 12.41 કરોડ રૂપિયા છે. આ શેરના ગ્રોથના આંકડા પર નજર નાંખીએ તો BSE પર છેલ્લાં 5 દિવસમાં 21.42 ટકા જેટલો વધ્યો છે. મહિનાભરમાં 162.65 ટકા વધ્યો. શુક્રવારે શેરબજારમાં શેરનો ભાવ 52 સપ્તાહની સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો. 52 સપ્તાહનો સૌથી નીચો ભાવ 3.43 રૂપિયા છે. છેલ્લાં એક મહિનામાં શેરે જબરદસ્ત ઉડાન ભરી અને રોકાણકારોને તગડો નફો કરાવી આપ્યો.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ સમાચાર લખવામાં આવ્યા છે, શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હીતાવહ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp