અદાણી ડિફેન્સમાં વિદેશી કંપનીનું રોકાણ છે, મીડિયા રિપોર્ટમાં ધડાકો, શું આવુ ચાલે

PC: bbc.com

અદાણીની કંપનીમાં રોકાણ કરનાર મોરેસિયશની ઇલારા કેપિટલ અદાણી ડિફેન્સમાં કો- ઓવર હોવાનો ધડાકો એક મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. મોરેસિયશની કંપની ઇલારા કેપિટલનું નામ હિંડનબર્ગના રિપોર્ટમાં પણ જાહેર થયું હતું. આ એક ચોંકાવનારી વાત છે કે ડિફેન્સ જેવા સેકટરમાં બહારની કંપની કેવી રીતે ભાગીદાર બની શકે?

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, મોરેશિયસ સ્થિત કંપની ઈલારા કેપિટલ અદાણી ડિફેન્સ ફર્મમાં કો-ઓનર છે., ઈલારા જે અદાણી ગ્રુપના મુખ્ય રોકાણકારોમાંથી એક છે, તે જ કંપની છે જેનું નામ હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં પણ સામે આવ્યુ હતું.

મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ઇલારા અદાણી ડિફેન્સ ફર્મ- આલ્ફા ડિઝાઇન ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ (ADTPL) માં ઇલારા કેપિટલ સહ-માલિક છે. આ સાથે ઈલારાનું અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓમાં 9000 કરોડ રૂપિયાનું રોકાણ પણ છે. ડિસેમ્બર 2022 સુધીના તેના કુલ ભંડોળના આ 96 ટકા છે.

ઇલારા કેપિટલની અદાણી એન્ટરપ્રાઇઝીસમાં 1.6 ટકા, અદાણી ટ્રાન્સમિશનમાં 3.62 ટકા અને અદાણી ટોટલ ગેસમાં 1.62 ટકાની હિસ્સેદારી છે. આ પહેલાં પણ ઇલારા કેપિટલ અદાણી પોર્ટસ અને અદાણી ગ્રીનમાં પોતાની હિસ્સેદારી રાખી ચૂકી છે.

જ્યારે અમેરિકાની શોર્ટ સેલિંગ અને રિસર્ચ કંપની હિંડનબર્ગ રિસર્ચ દ્વારા  24જાન્યુઆરીએ ગૌતમ અદાણીની વિરુદ્ધ બહાર પાડવામાં આવેલા અહેવાલમાં એલારા કેપિટલના ભંડોળના સ્ત્રોત પર સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. ADTPL ફાઇલિંગ દર્શાવે છે કે તે Vasaka Promoters and Developers Pvt Ltd ની માલિકીની છે. જોકે, ઈલારા IOF 44.3 ટકા હિસ્સા સાથે Vasaka ની સૌથી મોટી શેરધારક છે.

તમને એક જૂની વાત પણ યાદ કરાવી દઇએ. બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી બોરિસ જોન્સનના ભાઇ  લોર્ડ જો જોન્સન પણ ઇલારા કેપિટલમાં ડિરેકટર હતા, પરંતુ તેમણે તાજેતરમાં હિડંનબર્ગના રિપોર્ટ પછી ઇલારા કેપિટલમાંથી રાજીનામું આપી દીધું હતું.

યુકે કંપનીઝ હાઉસના રેકોર્ડને ટાંકીને 'ધ ફાઈનાન્સિયલ ટાઈમ્સ' અખબારે આ ખુલાસો કર્યો હતો. અદાણી ગ્રુપે  FPO પાછી ખેંચવાની જાહેરાત કરી તે જ દિવસે લોર્ડ જો જોન્સને રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

અહેવાલો અનુસાર, ઈલારા કેપિટલ પોતાને મૂડી બજારની કંપની તરીકે વર્ણવે છે, જે ભારતીય કંપનીઓ માટે ભંડોળ એકત્ર કરવાનું કામ કરે છે. આ કંપની  ગૌતમ અદાણીની અદાણી એન્ટરપ્રાઇઝીસના FPOના બુકરનરમાં પણ સામેલ હતી. જો જોન્સે તેમના રાજીનામામાં ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમને કંપનીની સારી સ્થિતિ વિશે ખાતરી આપવામાં આવી હતી. તેમણે આ ક્ષેત્રમાં જ્ઞાનના અભાવે ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp