શેર બજારમાં કડાકો છતા રોકાણકારોની સંપત્તિ 32000 કરોડ રૂપિયા વધી

PC: businesstoday.in

ભારતીય શેર બજારના પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ગુરુવારે 5મી જાન્યુઆરીના રોજ સતત બીજા દિવસે કડાકા સાથે બંધ આવ્યા. જોકે, બ્રોડર માર્કેટમાં તેજી અને મિડકેપ અને સ્મોલકેપ સહિત BSEના વધારે પડતા સેક્ટોરલ ઇન્ડેક્સ તેજી સાથે બંધ આવ્યા છે. આ જ કારણ છે કે, કડાકા છતાં શેર બજારમાં રોકાણકારોની સંપત્તિમાં આજે લગભગ 32 હજાર કરોડ રૂપિયા વધી ગઇ છે. BSE સેન્સેક્સ આજે 304.18 પોઇન્ટ કે લગભગ 0.50 ટકા તુટીને 60353.27 પોઇન્ટ પર બંધ આવ્યું છે. જ્યારે NSEનું નિફ્ટી ઇન્ડેક્સ 42.75 પોઇન્ટ તુટીને 18000.20ના સ્તર પર આવ્યું છે.

BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ આજે ક્રમશઃ 0.33 ટકા અને 0.01 ટકાની તેજી સાથે બંધ આવ્યા છે. સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં આજે સૌથી વધારે 1.60 ટકાની તેજી રહી છે. જ્યારે ઓટો, મેટલ, એનર્જી અને FMCG સેક્ટરના ઇન્ડેક્સ પણ 1 ટકાથી વધારની તેજી સાથે બંધ આવ્યા છે. જ્યારે, બીજી તરફ આજે બેન્કિંગ, ફાઇનાન્શિયલ અને IT શેરોમાં વેચવાલી જોવા મળી છે.

BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ગુરુવારે 5મી જાન્યુઆરીના રોજ વધીને 282.06 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે, જે તેની આગળના કારોબારી દિવસ એટલે કે, 4થી જાન્યુઆરીના રોજ 284.74 લાખ કરોડ રૂપિયા હતું. આ રીતે BSEમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે લગભગ 32 હજાર કરોડ રૂપિયાનો વધારો આવ્યો છે.

સેન્સેક્સમાં 30માંથી 14 શેર આજે તેજી સાથે બંધ આવ્યા છે. ITCના શેરોમાં સૌથી વધારે 1.93 ટકાની તેજી જોવા મળી હતી. ત્યાર બાદ હિંદુસ્તાન યુનિલિવર, NTPC, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને નેસ્લે ઇન્ડિયાના શેરોમાં સૌથી વધારે તેજી રહી અને તે લગભગ 1.22 ટકાથી લઇને 1.86 ટકાના ઉછાળા સાથે બંધ આવ્યું.

જ્યારે, સેન્સેક્સના કુલ 16 શેરો આજે કડાકા સાથે બંધ આવ્યા છે. તેમાં પણ બજાજ ફાઇનાન્સમાં 7.24 ટકાનો કડાકો જોવા મળ્યો છે. તે સિવાય બજાજ ફિનસર્વ, ICICI બેન્ક, ઇન્ફોસિસ અને ટાઇટન પણ 5.01 ટકાથી લઇને 1.05 ટકાના કડાકા સાથે બંધ આવ્યા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર આજે 3626 શેરોમાં કારોબાર જોવા મળ્યો. 1721 શેર આજે તેજી સાથે બંધ આવ્યા. જ્યારે, 1752 શેરોમાં કડાકો જોવા મળ્યો. જ્યારે, 153 શેર સપાટ બંધ આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp