શું તમને PM નરેન્દ્ર મોદીના કારણે મળી છે સફળતા?, ગૌતમ અદાણીએ આપ્યો આ જવાબ

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માત્ર તેમની નેટવર્થ અથવા એમ કહો કે, રોકાણના કારણે લાઈમલાઈટમાં રહેતા નથી. તેમનું નામ PM નરેન્દ્ર મોદી સાથે પણ અનેક પ્રસંગોએ જોડવામાં આવ્યું છે. 2014થી, વિપક્ષે અનેક પ્રસંગો પર આરોપ લગાવ્યો છે કે, PM મોદી ગૌતમ અદાણી પ્રત્યે દયાળુ છે. દરેક મોટા પ્રોજેક્ટ તેમને જ આપવામાં આવી રહ્યા છે. હવે પહેલીવાર ગૌતમ અદાણીએ આ તમામ પ્રશ્નો પર એક ચેનલ સાથે વાત કરી છે. તેમના તરફથી એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે, તેમની સફળતા કોઈ એક સરકારના કારણે નથી, પરંતુ ઘણી સરકારોએ તેમાં યોગદાન આપ્યું છે.

ઈન્ડિયા ટુડે ગ્રુપના ગ્રૂપ એડિટોરિયલ ડિરેક્ટર (પ્રકાશન) રાજ ચેંગપ્પા સાથેની વાતચીતમાં ગૌતમ અદાણીએ કહ્યું છે કે, PM નરેન્દ્ર મોદી અને હું એક જ રાજ્યમાંથી આવીએ છીએ, તેથી મારા પર આવા પાયાવિહોણા આક્ષેપો કરવા સરળ બની જાય છે. હું મારી ઔદ્યોગિક યાત્રાને ચાર ભાગમાં વહેંચી શકું છું. ઘણા લોકોને જાણીને નવાઈ લાગશે કે, રાજીવ ગાંધી PM હતા ત્યારે મારી સફર શરૂ થઈ હતી, જ્યારે તેમણે એક્ઝિમ પોલિસીનો પ્રચાર કર્યો હતો અને ઘણી વસ્તુઓ પહેલીવાર OGL લિસ્ટમાં આવી હતી.આનાથી મારું એક્સપોર્ટ હાઉસ શરૂ થયું હતું. જો તે ન હોત તો મારી શરૂઆત આવી ન હોત. બીજી તક 1991માં આવી જ્યારે નરસિમ્હા રાવ અને મનમોહન સિંહે આર્થિક સુધારા શરૂ કર્યા.

તેઓ વધુમાં કહે છે કે, મારી સાથે ઘણા લોકોને તેનો લાભ મળ્યો. આ વિશે પહેલા પણ ઘણું લખાઈ ચૂક્યું છે. ત્રીજી તક 1995માં આવી જ્યારે કેશુભાઈ પટેલ ગુજરાતના CM બન્યા. ત્યાં સુધી માત્ર મુંબઈથી દિલ્હી સુધી NH-8 વિકસાવવામાં આવી હતી. તેમની દૂરંદેશી અને નીતિમાં ફેરફારથી મને મુંદ્રા ખાતે મારું પહેલું બંદર બનાવવાની તક મળી. ચોથી તક 2001માં આવી જ્યારે CM નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસની દિશા બતાવી. તેમની નીતિઓને કારણે ગુજરાતમાં અવિકસિત વિસ્તારોના વિકાસની સાથે આર્થિક પરિવર્તન પણ આવ્યું. તેનાથી ઉદ્યોગ અને રોજગારનો વિકાસ થયો.

આજે PM નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આ જ કામ કરી રહ્યા છે. મારી વિરૂદ્ધ આવી વાતો કહેવામાં આવે છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. આ બધું પાયાવિહોણું અને અમારી પ્રગતિ સામે પક્ષપાત છે. સત્ય તો એ છે કે અમારી સફળતા કોઈ એકના કારણે નથી પરંતુ ત્રણ દાયકામાં અનેક સરકારોના નીતિ પરિવર્તનને કારણે છે.

હવે આ પ્રશ્નનો પર તો અદાણી દ્વારા બેફામ જવાબ આપી જ દેવામાં આવ્યો, જ્યારે તેમને તેમની સફળતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ટૂંકમાં કહ્યું કે, ગૌતમ અદાણી લોકતાંત્રિક ભારતની ઉપજ છે અને તે ક્યારેય હાર માની લેવાની અદાણી સંસ્કૃતિનો ભાગ નથી. હવે જ્યારે અદાણીએ અપાર સફળતા હાંસલ કરી જ છે, વર્ષ 2022 તો તેમના માટે ઘણી રીતે ખાસ રહ્યું છે. જ્યારે ગૌતમ અદાણીને પૂછવામાં આવ્યું કે વર્ષ 2022 તેમના માટે કેવું રહ્યું, તો તેમણે કહ્યું કે, 2022 ઘણા કારણોસર ખાસ હતું. અમારો અદાણી વિલ્મરનો IPO સફળ રહ્યો અને આ સાથે અદાણી વિલ્મર અમારા જૂથની સાતમી લિસ્ટેડ કંપની બની ગઈ છે.

તેણે કહ્યું કે, તેઓ એક યોજના પ્રમાણે કામ કરે છે. પહેલા બિઝનેસ મોડલ હેઠળ કંપની શરૂ કરે છે, પછી કંપનીને નફાકારક બનાવે છે અને પછી તેને શેરબજારમાં લિસ્ટ કરાવે છે. આ IPO પણ તેનું જ ઉદાહરણ છે.

અહીં જાણકારી માટે તમને જણાવી દઈએ કે, આજે 60 વર્ષીય ગૌતમ અદાણી, જેને દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ટાયકૂન કહેવામાં આવે છે, તેમણે માત્ર 16 વર્ષની ઉંમરે બિઝનેસમાં હાથ અજમાવવા માટે મુંબઈ જવું પડ્યું હતું. વર્ષ 1978માં તેઓ મુંબઈ ગયા અને હીરાનો ધંધો શરૂ કર્યો, પરંતુ લગભગ ત્રણ વર્ષ પછી 1981માં તેઓ ગુજરાત પાછા ફર્યા અને તેમના ભાઈની પ્લાસ્ટિક ફેક્ટરીમાં કામ કરવા લાગ્યા.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.