રતન ટાટાને તેમના જાણીતા બિઝનેસમાં ટક્કર આપશે ઈશા અંબાણી!
મુકેશ અંબાણી અને તેમની દીકરી ઈશા અંબાણી દ્વારા સંચાલિત રિલાયન્સ બ્રાન્ડ્સ ભારતમાં ઘણી વિદેશી બ્રાન્ડ લાવી રહી છે. હવે રતન ટાટાની સ્ટારબક્સ ઇન્ડિયાને ટક્કર આપવા માટે મુકેશ અંબાણીએ પ્રતિષ્ઠિત બ્રિટિશ રેસ્ટોરાં ચેન પ્રેટ એ મેંગર સાથે કરાર કર્યો છે. આ સાથે જ હવે ઈશા અંબાણીનો બિઝનેસ રતન ટાટાના બિઝનેસને ખતરનાક ટક્કર આપવાનો છે.
યુનાઇટેડ કિંગડમ સ્થિત કોફી અને સેન્ડવિચ ચેન પ્રેંટ એ મેંગરે એક વિશેષ ભાગીદારીમાં મુકેશ અંબાણીની કંપની રિલાયન્સની સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ થોડાં અઠવાડિયા પહેલા જ ભારતમાં પોતાની પહેલી રેસ્ટોરાં ખોલી. પ્રેટ એ મેંગરનો પહેલો આઉટલેટ ભારતમાં ખુલી ગયો છે. પ્રેંટ એ મેંગર અને રિલાયન્સની વચ્ચે ભાગીદારી ઈશા અંબાણીની કંપની રિલાયન્સ રિટેલ અને તેની કંપની રિલાયન્સ બ્રાન્ડ્સ એ કરી હતી.
રિલાયન્સ બ્રાન્ડ્સ એ ભારતમાં કુલ 10 પ્રેટ એ મેંગર રેસ્ટોરાં માટે પણ સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા. જે સંભવતઃ દિલ્હી અને બેંગલુરુમાં હશે. ઈશા અંબાણીની રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ બ્રાન્ડ્સે દેશભરના યુવાઓ વચ્ચે ચા અને કોફીની દુકાનોની વધતી લોકપ્રિયતાના કારણે ભારતમાં પ્રેંટ એ મેંગર સ્ટોર લોન્ચ કરવાનો નિર્ણય કર્યો, જે સ્ટારબક્સ ઇન્ડિયાને ટક્કર આપવા માટે તૈયાર છે, જે રતન ટાટાના નેતૃત્વવાળો વ્યવસાય છે.
ઈશા અંબાણીની રિલાયન્સ રિટેલ ભારતના ફૂડ એન્ડ બેવરેજીસ ઇન્ડસ્ટ્રીમાં આક્રામક પગલાં લેવા માટે તૈયાર છે. છેલ્લાં કેટલાક સમયમાં તેણે ઘણી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સાથે કરાર કર્યા છે અને તેને ભારતમાં વ્યવસાય કરવા માટે આમંત્રિત કરી છે.
મુકેશ અને ઈશા અંબાણીની રિલાયન્સ રિટેલ આ નવા ઉદ્યમની સાથે ભારતમાં ખાદ્ય અને પીણા ઉદ્યોગમાં ધૂમ મચાવવા માટે સંપૂર્ણરીતે તૈયાર છે, જે દેશમાં એક પ્રતિષ્ઠિત વિદેશી બ્રાન્ડ રજૂ કરશે. પહેલો પ્રેટ એ મેંગર સ્ટોર મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (જેને બીકેસીના નામથી પણ ઓળખવામાં આવે છે) માં મેકર મેક્સિટીમાં ખોલવામાં આવ્યો. પ્રેટ એ મેંગરનો પહેલો ભારતીય સ્ટોર એકદમ એ રીતે જ બનાવવામાં આવ્યો છે, જેવો પ્રેટના લંડનનો સ્ટોર છે. આ સ્ટોરને 2567 સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવ્યો છે, જેમા ડાઇનિંગ સ્પેસ પણ છે. આ બ્રાન્ડને ભારતમાં લાવવા ઉપરાંત, ઈશા અંબાણી અને મુકેશ અંબાણી લોકપ્રિય ચીનના કપડાંની એપ્લિકેશન શીનને પણ પાછા લાવી રહ્યા છે, જેને 2021માં ચીનની એપ્સ પર કાર્યવાહી દરમિયાન ભારતમાં પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp