રામ-જાનકી યાત્રાનું પોસ્ટર લગાવી ધડાધડ રેડ, IT ટીમનો નવો આઇડિયા તમને ચકરાવી દેશે

PC: indiatoday.in

ઇનકમ ટેક્સ વિભાગની ઉત્તર પ્રદેશની ઇન્વેસ્ટિગેશન વિંગે ખૂબ જ ફિલ્મી અંદાજમાં ગેલેન્ટ ગ્રુપ ઓફ કંપનીઝ પર છાપેમારી કરી હતી. ગયા અઠવાડિયે ઇનકમ ટેક્સની ઉત્તર પ્રદેશ ઇન્વેસ્ટિગેશન વિંગે ગેલેન્ટ ગ્રુપ ઓફ કંપનીઝ પર છાપેમારી કરી હતી. છાપેમારી અગાઉ કોઈને પણ આ બાબતે ખબર પણ ન પડે એટેલે વિંગે શાનદાર પ્લાનિંગ કરી હતી. પોતાની ગાડીઓની ઓળખ છુપાવવા માટે ઇનકમ ટેક્સ વિભાગે તેના પર શ્રીરામ જાનકી યાત્રાના બેનર લગાવ્યા હતા.

બેનર પર લખ્યું હતું કે, યાત્રા અયોધ્યાથી શરૂ થઈને પશ્ચિમ બંગાળના નંદીગ્રામ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને વારાણસી, નેપાળમાં જનકપુર અને બિહારમાં સીતામઢી જેવા વિસ્તારોમાંથી પસાર થશે. આ પ્રકારના પ્લાન બાદ વિંગે ગેલેન્ટ ગ્રુપ ઓફ કંપનીઝ અને તેના પ્રમોટર્સ, કર્મચારીઓ, હવાલા ઓપરેટર્સ અને અન્ય પર છાપેમારી કરી. ગેલેન્ટ ગ્રુપમાં Gallantt Ispat Ltd, Gallantt Metal Ltd જેવી કંપનીઓ સામેલ છે. આ સ્પંજ લોખંડ, TMT બારનું નિર્માણ કરે છે. ગ્રુપનો દાવો છે કે તે ઉત્તર પ્રદેશમાં TMT બાર મેન્યૂફેક્ચરિંગમાં અગ્રણી છે.

રિપોર્ટ્સ મુજબ, બેનરે ઇનકમ ટેક્સ અધિકારીઓના મૂવમેન્ટને છુપાવવામાં મદદ કરી અને ટીમે સફળતાપૂર્વક છાપેમારીને અંજામ આપ્યો. છાપેમારીમાં 600 કરોડ કરતા વધુ શંકાસ્પદ લેવડ-દેવડનું વિવરણ સામે આવ્યુ. ઇનકમ ટેક્સ વિભાગની ટીમોએ ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત, કોલકાતા, બિહાર અને NCRમાં 600 કરતા વધુ પરિસરોમાં છાપેમારી કરી હતી. કંપનીના સ્ક્રેપ ખરીદવા સાથે સંબંધિત લેવડ-દેવડ પણ ગેલેન્ટ ગ્રુપના પ્રમોટરો દ્વારા મોટા પ્રમાણમાં લેયરિંગ, ટેક્સ ચોરીના શંકાસ્પદ સંકેત જોવા મળ્યા.

પ્રમોટરોના આવાસીય અને કાર્યાલય પરિસરો પર છાપેમારી દરમિયાન IT અધિકારીઓએ લગભગ 16 કરોડ રૂપિયાની રોકડ અને ઘરેણાં જપ્ત કર્યા. પ્રમોટરો દ્વારા મોટી જમીન ખરીદવા સાથે સંબંધિત ઘણા દસ્તાવેજ મળી આવ્યા હતા, પરંતુ તેમાંથી કેટલીક સંપત્તિઓને પ્રમોટરો દ્વારા અનામી લોકોના માધ્યમથી ખરીદેલી સંપત્તિ હોવાની શંકા હતી. બેનામી લેવડ-દેવડ પણ લગભગ 100 કરોડ રૂપિયાની આસપાસ છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.

ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા ટેક્સ ચોરી બાદ બેનામી વિંગ પણ ગેલેન્ટ ગ્રુપની કંપનીઓની તપાસ કરશે. છાપેમારી દરમિયાન સેકડો કરોડની શંકાસ્પદ ટેક્સ ચોરી, લેયરિંગ, હવાલા ઓપરેટર્સ દ્વારા ચલાવવામાં આવી રહેલી શેલ કંપનીઓ બાબતે જાણકારી મળી. બેનામીદારોના નામ પર બેનામી સંપત્તિઓને જમા કરવા માટે પ્રમોટરો વિરુદ્ધ ઇનકમ ટેક્સની બેનામી બ્રાન્ચ પણ તપાસ અને કાર્યવાહી શરૂ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp