જયંતિ ચૌહાણે પિતાનો બિસલેરીનો બિઝનેસ સંભાળી લીધો, ટાટા સાથે ડીલ રદ્દ

બોટલ બંધ પાણીની કંપની બિસલેરી છેલ્લા ઘણા સમયથી સમાચારોમાં છે. ગયા વર્ષે નવેમ્બરમાં કંપનીને વેચવાની તૈયારી ચાલી રહી હતી. કંપનીના માલિક રમેશ ચૌહાણ પોતાની કંપની બિસ્લેરીને વેચવા માંગતા હતા. કારણ આપવામાં આવ્યું હતું કે, તેમની પાસે કંપનીને સંભાળવાવાળું કોઈ ઉત્તરાધિકારી નથી. તેમની એકમાત્ર પુત્રી જયંતિ ચૌહાણ આ પાણીના ધંધામાં વધુ રસ લેતી નથી, તેથી તેઓ પોતાનો ધંધો વેચવા માંગતા હતા. 82 વર્ષીય રમેશ ચૌહાણે આ માટે Tata સાથે વાતચીત પણ શરૂ કરી હતી, પરંતુ હવે તેમના પર બ્રેક લગાવી દેવામાં આવી છે. ટાટા અને બિસ્લેરી સોદાના મૂલ્યાંકન પર વાટાઘાટો કરી શક્યા ન હતા. ટાટા સાથેની ડીલ કેન્સલ કર્યા બાદ બિસલેરી ફરી સમાચારમાં છે.

આ ડીલ રદ્દ થયા બાદ એક મોટી વાત સામે આવી છે. આ સમાચાર બિસ્લેરી માટે જીવન દાન સમાન છે. જે કંપની અત્યાર સુધી વેચવાના મૂડમાં હતી તેને હવે તેનો અસલી ઉત્તરાધિકારી મળી ગયો છે.

બિસલેરી ઈન્ટરનેશનલના ચેરમેન રમેશ ચૌહાણની પુત્રી જયંતિ ચૌહાણ હવે બોટલ બંધ પાણીની કંપનીના વડા બનશે. અહીં જણાવી દઈએ કે, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (TCPL) સાથે અધિગ્રહણની વાતચીત પૂર્ણ થયા બાદ કંપનીએ જયંતિને નેતૃત્વ સોંપવાનો નિર્ણય કર્યો છે. બિસ્લેરીના ચેરમેન રમેશ ચૌહાણે મીડિયાને કહ્યું છે કે જયંતિ અમારી પ્રોફેશનલ ટીમ સાથે કંપની ચલાવશે અને હવે અમે અમારો બિઝનેસ વેચવા માંગતા નથી.

42 વર્ષની જયંતિ ચૌહાણ હાલમાં બિસ્લેરી ઈન્ટરનેશનલના વાઇસ-ચેરપર્સન છે, જે તેના પિતા દ્વારા પ્રમોટ કરવામાં આવતી અને ઉત્પાદિત કંપની છે. આ બાબતની જાણકારી ધરાવતા લોકોએ કહ્યું કે, તે ચીફ એક્ઝિક્યુટિવ એન્જેલો જ્યોર્જના નેતૃત્વમાં પ્રોફેશનલ મેનેજમેન્ટ ટીમ સાથે કામ કરશે.

જયંતિ ચૌહાણે પોતાનું બાળપણ દિલ્હી, મુંબઈ અને ન્યુયોર્ક જેવા શહેરોમાં વિતાવ્યું છે. હાઇસ્કૂલ પછી, તેણે લોસ એન્જલસમાં FIDM (ફેશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન એન્ડ મર્ચેન્ડાઇઝિંગ) ખાતે ઉત્પાદન વિકાસનો અભ્યાસ કર્યો. જયંતીએ લંડન કોલેજ ઓફ ફેશનમાંથી ફેશન સ્ટાઇલીંગ અને ફોટોગ્રાફીનો અભ્યાસ પણ કર્યો છે. જયંતિએ ઘણા અગ્રણી ફેશન હાઉસમાં ઈન્ટર્ન તરીકે પણ કામ કર્યું છે. તેણે લંડન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ (SOAS)માંથી અરબી પણ શીખી છે.

24 વર્ષની ઉંમરે, જયંતિ ચૌહાણે તેના પિતા સાથે બિસ્લેરીની દિલ્હી ઓફિસમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેના શરૂઆતના દિવસોમાં, જયંતીએ બિસ્લેરીના પ્લાન્ટ રિનોવેશન અને પ્રોસેસ ઓટોમેશન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે કંપનીના માનવ સંસાધન વિભાગ (HR) તેમજ વેચાણ અને માર્કેટિંગ ટીમમાં નોંધપાત્ર ફેરફારો કર્યા. વર્ષ 2011માં જયંતિ દિલ્હીથી મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી. હિમાલયની વેદિકા નેચરલ મિનરલ વોટર, ફિજી ફ્રુટ ડ્રિંક્સ અને બિસ્લેરી હેન્ડ પ્યુરીફાયર બિઝનેસ જેવી બિસ્લેરીની નવી બ્રાન્ડને ચલાવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.