જોનસન એન્ડ જોનસન ટેલ્કમ પાઉડર કેન્સર કેસમાં પીડિતોને 8.9 અબજ ડૉલર આપવા તૈયાર

PC: cnbc.com

અમેરિકન કંપની જોનસન એન્ડ જોનસન, એ હજારો લોકોને 8.9 અબજ ડૉલરની ચૂકવણી કરવા પર સહમત થઈ ગઈ છે. જેમણે કંપનીના ટેલ્કમ પાઉડરથી કેન્સર થવાનો આરોપ લગાવ્યો છે. જોનસન એન્ડ જોનસન મહિલાઓના લગભગ 38 હજાર કેસોનો સામનો કરી રહી છે. જેમાં તેના પર આરોપ છે કે તેના પ્રોડક્ટમાં એસ્બેસ્ટન છે અને તેના કારણે એ મહિલાઓને ઓવરી કેન્સર થઈ ગયું.

એક નિવેદનમાં લગભગ 70 હજાર અભિયોગીઓનું પ્રતિનિધિત્વ કરનારા વકીલોના એક ગ્રુપે આ ડીલને ‘મિલનો પથ્થર’ અને ‘એ હજારો મહિલાઓ માટે એક મહત્ત્વપૂર્ણ જીત બતાવી, જેમણે સ્ત્રી રોગ સંબંધિત કેન્સર જોનસન એન્ડ જોનસનના ટેલ્ક આધારિત ઉત્પાદનોનું કારણ હોય છે.’ જોનસન એન્ડ જોનસને કહ્યું કે, કોસ્મેટિક ટેલ્કથી સંબંધિત જ્યુરી ટ્રાયલમાં તેણે મોટા ભાગની જીત હાંસલ કરી છે.

તેને ભારે નુકસાનનો પણ સામનો કરવો પડ્યો કેમ કે તેને કેટલા વાદીઓને અબજો ડૉલરની ચૂકવણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોઈ ડીલને અંતિમ રૂપ આપવા માટે કોર્ટને પહેલા જોનસન એન્ડ જોનસનની સહાયક કંપની LTL મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલી દેવાળું ફાઈલિંગને સ્વીકાર કરવી પડશે અને પછી સ્વયં પહોંચી વળવાની મંજૂરી આપવી પડશે. જોનસન એન્ડ જોનસને જ વર્ષ 2021માં પોતાને ટેલ્ક કેસમાંથી બચાવવા માટે LTL બનાવી હતી.

આ પ્રસ્તાવને મંજૂરી મળી જાય છે તો સમજુતી લાંબા સમયથી ચાલી રહેલા કાયદાકીય વિવાદ સમાપ્ત થઈ જશે, જેને જોનસન એન્ડ જોનસનની ઇમેજને પ્રભાવિત કરી છે. તેનો બેબી પાઉડર કંપનીના સૌથી વધુ પોપ્યુલર બ્રાંડોમાંથી એક છે. મેસોથેલિયોમાં જેવી બીમારીઓનું કારણ હતું. LTLની પહેલી દેવાળું ફાઈલિંગે અભિયોગીને નુકસાનની ચૂકવણી કરવા માટે 2 બિલિયન ડૉલર અલગ રાખ્યા હતા. નવી ફાઈલિંગ સાથે જોનસન એન્ડ જોનસને કહ્યું કે, તએ પેમેન્ટને કવર કરવા માટે અતિરિક્ત 6.9 બિલિયન ડૉલર અલગ રાખશે.

સેટલમેન્ટ પ્લાન ખોટા કામોની સ્વીકારોક્તિ નથી. વિશ્વ કેસોના ફર્મના અધ્યક્ષ એરિક હાસે મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે, પ્રસ્તાવિત પુનર્ગઠન યોજનાના માધ્યમોથી આ કેસોનું સમાધાન વધારે ન્યાયસંગત અને વધારે પ્રભાવી બંને છે, દાવેદારોને વધારે સમયબદ્ધ રીતે ક્ષતિપૂર્તિ કરવાની મંજૂરી આપે છે અને કંપનીને માનવતાના સ્વાસ્થ્ય પર ઊંડો અને સકારાત્મક પ્રભાવ નાખવાની અમારી પ્રતિબદ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં સક્ષમ બનાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp