બેંક ડૂબી જાય તો કેટલા પૈસા પાછા મળે, જાણો તે વિશેના કાયદા

PC: self.inc

થોડા દિવસો પહેલા કેટલીક બેંકોની ખરાબ સ્થિતિના સમાચાર મળી રહ્યા છે. એવામાં ઘણા બધા ગ્રાહકો હેરાન થઇ ગયા છે. માની લો કે, જો તમે કોઇ બેંકમાં પૈસા જમા કરાવ્યા છે અને તે બેંક ડૂબી જાય છે તો તમને કેટલા પૈસા પાછા મળશે. એક વર્ષ પહેલા જે નિયમ હતો તે અનુસાર, બેંક ડૂબી જાય તો તેમને વધુમાં વધુ એક લાખ રૂપિયા મળવા પાત્ર હતા.

આ નિયમને બદલવા માટે હવે સામાન્ય બજેટ 2021માં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ડિપોઝીટ ઇન્શોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન એક્ટમાં સંશોધનનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેના બાદ તે કાયદો બદલાઇ ગયો અને ઇન્શ્યોર્ડ રકમની લિમિટ 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. લગભગ 28 વર્ષ બાદ આ ઇન્શ્યોર્ડ રકમની લિમિટ વધારવામાં આવી છે. ડિપોઝીટ ઇન્શ્યોરન્સ એક રીતની સ્કીમ જ છે, જેના હેઠળ કોઇ બેંક ફેલ થાય છે તો ત્યાર બાદ ગ્રાહકોને વધુમાં વધુ 5 લાખ રૂપિયા સુરક્ષિત રૂપે મળે છે.

આ ફેરફાર બાદ ડિપોઝિટર્સને એ વાતની રાહ ન જોવી પડશે કે, બેંક લિક્વિડેશન પ્રક્રિયામાં જાય, ત્યારે જ પોતાની ડિપોઝિટ કરેલી રકમને ક્લેમ કરી શકે. જો કોઇ બેંક મોરેટોરિયમમાં પણ હોય તો, ડિપોઝીટર્સ DICGC એક્ટ હેઠળ પોતાની રકમ ક્લેમ કરી શકે છે. બીજી ભાષામાં કહીએ તો તેનો મતલબ એ થાય છે કે, નવા સંશોધનથી એ બેંકોના હજારો ડિપોઝીટર્સને રાહત મળી શકે છે, જે બેંક લાંબા સમય સુધી મોરેટોરિયમમાં રહે છે.

DICGC એક્ટ, 1961ની કલમ 16(1)ની જોગવાઇ હેઠળ, જો કોઇ બેંક ડૂબી જાય છે કે બેંકરપ્સી જાહેર કરે છે તો, DICGC એક્ટ હેઠળ પ્રત્યેક ડિપોઝીટરને ભોગવણી કરવા માટે DICGC જવાબદાર હોય છે. તેની જમા રકમ પર 5 લાખ રૂપિયા સુધીનો વિમો હશે. તમારી એક જ બેંકની કેટલીક બ્રાન્ચમાં ખાતા છે તો દરેક ખાતામાં જમા રકમ અને વ્યાજ જોડવામાં આવશે અને ફક્ત 5 લાખ રૂપિયા સુધી જમાને જ સુરક્ષિત ગણવામાં આવશે. તેમાં મૂળધન અને વ્યાદ બન્ને શામેલ કરવામાં આવશે. તેનો મતલબ છે કે, જો બન્ને મળીને 5 લાખથી વધુ થાય તો ફક્ત 5 લાખ જ સુરક્ષિત ગણવામાં આવશે.

કોઇપણ બેંકને રજિસ્ટર કરતી વખતે DICGC તેમને પ્રિંટેડ દસ્તાવેજો આપે છે, જેમાં ડિપોઝીટર્સને મળનારી ઇન્શોરન્સની જોગવાઇ વિશે જાણકારી હોય છે. જો કોઇ ડિપોઝીટરને આ વિશે જોણકારી જોઇતી હોય તો તે બેંકની બ્રાન્ચના અધિકારીને એ વિશે પૂછી શકે છે.

DICGC દ્વારા વીમાની રકમ ગણતી વખતે એક જ બેંક એક જ વ્યક્તિના દરેક ખાતાને ધ્યાનમાં રાખે છે. જો તે ફંડ્સનો માલીકી હક્ક વિભિન્ન રીતે છે તો અલગ અલગ બેંકમાં ડિપોઝીટ છે તો વીમાની રકમ અલગ અલગ જ હશે. માની લો કે, તમે બે બેંકોમાં ખાતા ખોલાવ્યા છે. તો તે બન્ને ખાતામાં વધુમાં વધુ 5-5 લાખ રૂપિયા ઇન્શ્યોર્ડ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp