રાહુલ ગાંધીએ કહ્યુ- અદાણીની પાછળ શેલ કંપનીઓનો ખેલ, જાણો શું હોય છે Shell કંપની?

અદાણી ગ્રુપ વિશે સડકથી સંસદ સુધી હંગામો મચેલો છે. વિપક્ષ રસ્તા પર ઉતરીને સરકારની સામે નારેબાજી કરી રહી છે. બીજી તરફ મંગળવારે સંસદમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હિંડનબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અદાણીની ભારતની બહાર શેલ કંપનીઓ છે. સવાલ એ છે કે આ શેલ કંપનીઓ કોની છે? આ શેલ કંપનીઓ હજારો કરોડો રૂપિયા ભારતમાં મોકલી રહી છે તે કોના છે? હવે રાહુલ ગાંધી શેલ કંપનીઓ વિશે વાત કરી એ પછી લોકો શેલ કંપની વિશે સર્ચ કરવાનું શરૂ કરી દીધું.

રાહુલ ગાંધીએ સંસદમાં જે કહ્યું તે એક ન્યૂઝ તરીકે તમારી સાથે શેર કર્યા, પરંતુ શેલ કંપનીઓ શું હોય છે અને તેને શું કામ ખોલવામાં આવે છે? તે વિશે તમને માહિતી આપીશું.

તમને પનામા પેપર લીક યાદ છે? એને સૌથી મોટું ડેટા લીક તરીકે કહેવામાં આવ્યું હતું. પનામા પેપર્સ લીકમાં લાખો દસ્તાવેજો વિશે મળી હતી કે દુનિયાભરના રાજનેતાઓ, અમીરો, અભિનેતાઓ પનામ લો ફર્મની માધ્યમથી કથિત રીતે શેલ કંપનીઓમાં અરબો ડોલર છુપાવ્યા હતા. કથિત રીતે આ ફર્મના કેટલાંક ગ્રાહકોને ટેક્સથી બચવાની પણ મંજૂરી આપવામાં આવી હતી. શેલ કંપની એ એક એવો બિઝનેસ છે, જેને પૈસા રાખના અને નાણાંકીય મેનેજમેન્ટ માટે બનાવવામાં આવે છે. પરંતુ આ કંપનીઓ માત્ર કાગળ પર જ હોય છે,સામાન્ય કંપનીઓની જેમ કર્મચારીઓ કે ઓફીસો એવું કશું હોતું નથી.

શેલ કંપનીઓ ન તો પૈસા કમાય છે અને ન તો ગ્રાહકોને કોઈ પ્રોડક્ટ અને સેવાઓ પૂરી પાડે છે. શેલ કંપનીઓ માત્ર તેમની પાસે રહેલી સંપત્તિને ટ્રેક કરવાનું કામ કરે છે. શેલ કંપનીઓના ધંધા સાથે સંકળાયેલા માલિકો અને લોકોને અનેક રીતે લાભ મળે છે. આ કંપનીઓ ભૌતિક વ્યવહારો કરતી નથી પરંતુ મની લોન્ડરિંગનો સરળ માર્ગ છે. આને 'માસ્ક કંપનીઓ' અથવા 'સ્યુડો કંપનીઓ' પણ કહેવામાં આવે છે.

શેલ કંપનીઓ મિનિમમ પેડ-અપ કેપિટલ સાથે કામ કરે છે અને તેમની ડિવિડન્ડ આવક શૂન્ય હોય છે. આ ઉપરાંત આવી કંપનીઓનું ટર્નઓવર અને ઓપરેટીંગ આવક પણ વધારે હોતી નથી. સામાન્ય રીતે એવું માનવામા આવે છે કે શેલ કંપનીઓનો ઉપયોગ કાળા નાણાંને ધોળા કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. શેલ કંપનીઓનો ઉપયોગ ટેક્સ બચાવવા માટે પણ કરવામાં આવે છે.

કંપનીઓ પનામા જેવા ટેક્સ હેવન દેશોમાં શેલ કંપનીઓ બનાવી શકે છે અને તેમના દેશમાં ટેક્સ બિલ ઘટાડી શકે છે. આ એટલા માટે છે કારણ કે કાયદા અનુસાર, કેટલાક ટેક્સ હેવન દેશોએ ટેક્સ સંબંધિત કોઈપણ માહિતી પ્રદાન કરવાની જરૂર નથી. આ ટેક્સ અને ઓફશોર એકાઉન્ટ્સને છુપાવવાનું સરળ બનાવે છે. પનામા ઉપરાંત, અન્ય ટેક્સ હેવન દેશોમાં સ્વિટઝરલેન્ડ, હોંગકોંગ અને બેલીઝ પણ સામેલ છે. દુનિયાના કેટલાંક ભાગોમાં શેલ કંપનીઓને પુરી રીતે કાનૂની સંસ્થા માનવામાં આવે છે.

શેલ કંપનીઓ મોટા ભાગે એ લોકોની ઓળખ છુપાવવા માટે સ્થાપિત કરવામાં આવે છે, જે આ કંપની હેઠળ પોતાની સંપતિ છુપાવે છે. સામાન્ય રીતે શેલ કંપનીઓનું સરનામું હોય છે. અમેરિકામાંશેલ કંપનીઓને SEC સાથે નોંધણી કરાવવાની જરૂર છે. તેથી તેઓ નિયમિત વ્યવસાયો જેવા દેખાય છે, પરંતુ માત્ર કાગળ પર.

જો કોઈ વ્યક્તિ શેલ કંપની વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે, તો તે તેના વ્યવસાયનું સંચાલન કરતા લોકો જ ઍક્સેસ કરી શકશે. આવા લોકો વાસ્તવમાં કંપનીના એકાઉન્ટન્ટ અથવા વકીલો હોય છે. એ જાણવું મુશ્કેલ હોય છે કે શેલ કંપનીઓમાં જમા પૈસાનો માલિક કોણ છે. ઘણી વખત કંપનીઓ મની લોન્ડરીગં જેવી ગેરકાયસર પ્રવૃતિઓમાં સામેલ થઇને ગોપનીયતાનો ફાયદો ઉઠાવે છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.