KTM ઇલેક્ટ્રિક સ્કૂટર ટૂંક સમયમાં ભારતમાં થશે લોન્ચ, ટેસ્ટિંગ સમયે જોવા મળી ઝલક

આવનારા દિવસોમાં ભારતીય બજારમાં પ્રીમિયમ ઈલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં હરીફાઈ નોંધપાત્ર રીતે વધવા જઈ રહ્યું છે અને તેનું કારણ KTM ઇલેક્ટ્રિક સ્કૂટર હશે. હાલમાં જ તેના ટેસ્ટિંગ દરમિયાન એક તસવીર સામે આવી છે. તમે પણ જાણો KTMના આવનારા ઇલેક્ટ્રિક સ્કૂટરની ખાસ વિશેષતાઓ.
ભારતીય બજારમાં એકથી વધુ શાનદાર બાઇક લાવનાર KTMએ તેના ઇલેક્ટ્રિક સ્કૂટરનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. તાજેતરમાં તેના ટેસ્ટ સમયની એક ઝલક જોવા મળી છે. KTMનું પહેલું ઈલેક્ટ્રિક સ્કૂટર પહેલા ગ્લોબલ માર્કેટમાં રજૂ થઈ શકે છે અને પછી તેને ભારતીય માર્કેટમાં પણ એન્ટ્રી કરવામાં આવશે. KTMના ઇલેક્ટ્રિક સ્કૂટર પર ઘણા સમયથી કામ ચાલી રહ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, KTM આવતા વર્ષ સુધીમાં તેનું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર રજૂ કરી શકે છે. Ola સાથે, KTM ઇલેક્ટ્રિક સ્કૂટર TVS, Simple Energy, Ather, Bajaj, Okinawa, Ampere અને Okaya જેવી કંપનીઓના પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર સાથે સ્પર્ધા કરશે.
હાલ પૂરતી તમને KTM ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે અત્યાર સુધીની જાણેલી માહિતી વિશે બતાવીએ તો, તેની સ્ટાઇલ KTMના ઇમોશન કન્સેપ્ટ જેવી જ છે. વર્ટિકલ સ્ટેક્ડ ડ્યુઅલ પ્રોજેક્ટર હેડલેમ્પ સેટઅપ તેમાં જોવા મળે છે. તેમાં LED ઈન્ડિકેટર્સ અને વાઈડસ્ક્રીન પણ છે. એકંદરે, તેની ડિઝાઇન મેક્સી-સ્ટાઇલની છે. બાકીની કેમેરા વડે પાડેલી છબીઓ દર્શાવે છે કે, તે પાછળના ભાગમાં મોનો-શૉકની સાથે બાજુઓ પર આકર્ષક બોડી પેનલ્સ, એક એલ્યુમિનિયમ સ્વિંગઆર્મ, બાયબ્રે બ્રેક કેલિપર્સ, એલોય વ્હીલ્સ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ જોવા મળશે.
KTMના આગામી ઇલેક્ટ્રિક સ્કૂટરને ફ્લોર-માઉન્ટેડ બેટરી પેક મળશે. જો કે આ અંગેની વિગતવાર માહિતી આવનારા સમયમાં જ મળી શકશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, KTM ઇલેક્ટ્રિક સ્કૂટરના બે વેરિયન્ટ હોઈ શકે છે. તેના 4 kW મોટર વિકલ્પમાં 45 kmphની ટોપ સ્પીડ હોઈ શકે છે અને 8 kW મોટર વિકલ્પમાં 100 kmphની ટોપ સ્પીડ હોઈ શકે છે. KTM તેના ઇલેક્ટ્રિક સ્કૂટરને 100 થી 150 Kmની બેટરી રેન્જ સાથે ઓફર કરી શકે છે. આગામી સમયમાં જ્યારે KTM તેના આગામી ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે સત્તાવાર જાહેરાત કરશે, ત્યારે જ લોકોને તેના વિશે વિગતવાર માહિતી મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp